________________
૬૬
સમયસાર સિદ્ધિ ભાગ-૭
અન્ય રૂપ મુખ્ત્યા' આટલા શબ્દોમાં તો.. આહા..! પૂર્ણાનંદ સ્વરૂપ ભગવાન, એનો જ્યાં સ્વીકાર અને ગ્રહણ (થયું), દૃષ્ટિમાં તેનો આદર અને અનુભવ (થયો)... આહાહા..! અને રાગથી માંડીને બધી ચીજ, રાગ ને વિકાર એ અન્યરૂપનો ત્યાગ. અહીં બાહ્યના ત્યાગની વાત નથી. બાહ્યનો ત્યાગ તો અનાદિથી) છે જ. બાહ્ય ચીજ તો ગ્રહી નથી તેથી ત્યાગ છે ઇ ક્યાં (ક૨વાનો રહે છે)? આહાહા..!
શાસ્ત્રમાં તો ત્યાં સુધી આવ્યું કે રાગરૂપે થયો નથી તો પચ્ચખાણ રાગને છોડવું પણ ક્યાં રહ્યું? એ તો જ્ઞાન જ્ઞાનરૂપે રહે એનું નામ પચ્ચખાણ (છે). આવે છે ને? ‘સમયસાર’ (૩૪મી ગાથા). રાગનો ત્યાગ એ પણ નથી, કહે છે. આહાહા..! પચ્ચખાણની વ્યાખ્યા છે. કેમકે સ્વરૂપ જે ચૈતન્ય, એણે રાગ ગ્રહ્યો છે કે દિ' કે છોડે ? પરનું તો ગ્રહણ-ત્યાગ છે જ નહિ. આહાહા..! પણ સ્વરૂપ ચૈતન્ય સચ્ચિદાનંદ પ્રભુ, એણે રાગ ગ્રહ્યો છે કે દિ’ તે રાગ છોડીને પચ્ચખાણ કરે? આહાહા..! આત્મા આત્મરૂપે ઠર્યો એનું નામ રાગનો ત્યાગ નામમાત્ર કહેવાય. આહાહા..! લોકોની મહિમા બાહ્ય ત્યાગ ઉપર છે. એથી અંતરના સ્વરૂપનું ગ્રહણ અને રાગાદિનો ત્યાગ, એનું એને માહાત્મ્ય સૂઝતું નથી. આહાહા..! બહાર(નું) છોડ્યું, આણે આમ કર્યું, દુકાન છોડી, આણે શરીરથી જાવજીવ બ્રહ્મચર્ય પાળ્યું, એ બધી બહારની ચીજો છે. આહાહા..!
અહીં તો સ્વરૂપ, એનું ગ્રહણ. અન્ય રૂપ (એટલે) રાગાદિ વિકલ્પ, એનો ત્યાગ. અહીં તો ગ્રહણ અને ત્યાગ કહેવું છે ને? નહિતર તો રાગનો ત્યાગ પણ નામમાત્ર છે. કારણ કે સ્વરૂપ રાગરૂપે થયું નહોતું. તેથી જે સ્વરૂપ છે તેમાં રહ્યો તે જ પચ્ચખાણ થયું. તે જ રાગનો ત્યાગ નામમાત્ર કહેવાય. આહાહા..!
=
‘સ્વ-અન્ય-પ-પ્રાપ્તિ-મુવન્ત્યા આહા..! ત્યાગ કરવાની વિધિ વડે... [ સ્વ વસ્તુત્યું યિતુમ્ ] ઓલામાં ‘ઞપ્તિ” કીધી હતી ને? સ્વરૂપની ‘આપ્તિ’. હવે એ સ્વવસ્તુનું “ભયિતુ (અર્થાત્) પોતાના સ્વરૂપનો અનુભવ. પોતાના વસ્તુત્વનો યથાર્થ સ્વરૂપનો) અભ્યાસ...’ એટલે અનુભવ. ‘યિતુ આહાહા..! ભગવાનઆત્મા અતીન્દ્રિય આનંદનો ગાંસડો છે. એનો અભ્યાસ એટલે એનો અનુભવ. આહાહા..! ‘યિતુ' એટલે એનો અભ્યાસ – અનુભવ. અતીન્દ્રિય આનંદનો અનુભવ, એ સ્વનો અભ્યાસ કહેવાય છે. આહાહા..! ‘રવું વસ્તુન્વં’ ‘વસ્તુત્યું’ (એટલે) વસ્તુપણાનો ભાવ. પોતાના વસ્તુત્વનો એટલે વસ્તુત્વ છે ને? વસ્તુનું જે સ્વરૂપ છે, એમ. વસ્તુનું જે સ્વરૂપ છે, અતીન્દ્રિય આનંદ, જ્ઞાન, શાંતિ, સ્વચ્છતા, વીતરાગતા.. આહા..! એ વીતરાગતાનો અનુભવ એ સ્વનો અનુભવ અને રાગનો ત્યાગ એ પરનો ત્યાગ. શબ્દો થોડા છે, ભાવ ઘણા ગંભીર છે. સંતોની વાણી છે. એમાં દિગંબર સંતો... આહાહા..! પાંચમે આરે કેવળીને ભૂલાવ્યા છે. એવી વાણી છે ઇ. આહાહા..! સમજે એને. વાણી જાણી તેણે જાણી છે’ નથી આવતું? ‘શ્રીમદ્’માં મોક્ષમાળા'માં આવે છે. વાણી જાણી, જિનવાણી