________________
શ્લોક–૧૩૬
૬૫
એટલે સ્વ-રૂપની ‘આપ્તિ” અને ૫૨રૂપનું ‘મુત્યા. છે? સ્વ-રૂપ એમ લેવું. ‘રૂપ’ છે ને ત્રીજો બોલ? સ્વરૂપની ‘આપ્તિ” એટલે સ્વરૂપનું ગ્રહણ અને અન્ય રૂપનું ‘મુત્થા’, અન્ય રૂપ ‘મુત્યા’ (અર્થાત્) પરનો ત્યાગ. આહાહા..! શબ્દો તો થોડા છે પણ (ભાવ ઘણા ભર્યા છે). સ્વરૂપનું ગ્રહણ અને ૫૨રૂપનો ત્યાગ (એ) વૈરાગ્યની વાત કરી. રાગાદિ ૫૨. પરવસ્તુ છે એ તો છૂટેલી જ પડી છે.
સ્વરૂપ – સ્વ-રૂપ, એની ‘આપ્તિ’, સ્વરૂપ એની ‘આપ્તિ’ એટલે ગ્રહણ. શુદ્ધ સ્વરૂપ પૂર્ણાનંદ પ્રભુ... આહાહા..! જેના આનંદના સ્વાદ આગળ ઇન્દ્રના ઇન્દ્રાસનો પણ જ્યાં સડેલાં મડદાં જેવાં, મીંદડાં, સડેલાં કૂતરા હોય એવું લાગે. એવો એનો સ્વાદ છે, કહે છે. આહાહા..! એવા (સ્વરૂપના) સ્વાદથી પરિપૂર્ણ ભરેલો છે. એ સ્વરૂપની ‘આપ્તિ’, સ્વરૂપની ‘આપ્તિ” છે ને? ‘આપ્તિ’ એટલે ગ્રહણ. અને ૫૨રૂપ એમ લેવું. અન્ય રૂપ. સ્વરૂપની ‘આપ્તિ’ અને અન્યરૂપનું ‘મુખ્ત્યા’. બે શબ્દમાં આટલું મૂક્યું છે. સ્વરૂપનું ગ્રહણ એટલે સ્વરૂપની ‘આપ્તિ’ અને અન્ય રૂપનું ‘મુન્ત્યા – ૫૨નો ત્યાગ. આહાહા..! શબ્દો બહુ થોડા છે, ભરેલો ભાવ અંદર ઘણો છે. આહાહા..!
મૂળ વાત ઇ છે કે આત્મા અનંત અનંત શાંતિ, આનંદનો સાગર (છે) એનો એને મહિમા આવ્યો નથી. આહાહા..! એની એને વિશેષતા, બીજી બધી ચીજ કરતાં એની વિશેષતા ભાસતી નથી. આ વાંધા અહીં છે. દુનિયાની બધી ચીજો, આબરુ-કીર્તિ, બહાર હા..હો, હા..હો.... ચક્રવર્તીના રાજ ને દેવ ખમા ખમા કરે, સોળ હજાર દેવ! એની વિશેષતા જેને નથી લાગતી પણ આત્માનું સ્વરૂપ અનંત ગુણનો ભંડા૨ (ભાસે છે તેની પાસે) આહાહા..! આ બધો ભંગાર છે. ભગવાન અનંત ગુણનો ભંડાર છે. આ નહોતું કહેતા કે ઓલો ભંગાર પડશે. કટકા થઈને પડશે). આહાહા..! અમારે છે ને? ફાવાભાઈ’, મનહર' એને આ ધંધો છે. શું કહેવાય ઇ? ભંગાર.. ભંગા૨! કરોડપતિ છે. ભંગારનો આખો કૂવો એક ફેરી ભર્યો હતો. ભંગાર લાવી લાવીને આખો કૂવો (ભરેલો). પૈસા ઘણા, એમાં પાછા પૈસા પેદા થઈ ગયા. ભંગાર. અહીં કહે છે કે, એક કોર ભંડા૨ અને એક કો૨ ભંગાર. આહાહા..!
ભગવાન અંદર એકલા અનંત ગુણનો ભંડાર છે. એની અધિકતા અને વિશેષતા આગળ કોઈ ચીજ વિશેષતા અને અધિકતા લઈ જતું નથી. આહાહા..! દેહને જોવો નહિ, દેહ છે એ જડ માટી (છે). આહા..! આ ભાઈ ગુજરી ગયા ને? ‘જયંતિભાઈ’. બિચારા અહીં રહેતા ઘણીવાર. શ્વાસ માટે ગયેલા, ઑક્સિજન (લેવા ગયેલા). દેહ પૂરો થઈ ગયો, જાઓ! આહાહા..!
અહીં કહે છે કે, પોતે ભગવાનઆત્મા સ્વ-રૂપની ‘ઞપ્તિ’ અને અન્ય રૂપનું ‘મુખ્ત્યા’. આહા..! બે શબ્દમાં તો (કેટલું ભર્યું છે)! પૂર્ણાનંદનો નાથ પ્રભુ, અતીન્દ્રિય આનંદથી ભરેલો ભગવાન, એ સ્વ-રૂપની ‘ગ્રાપ્તિ” (એટલે) ગ્રહણ, એ સ્વરૂપનું ગ્રહણ અને રાગનો કણ ચાહે તો શુભ હો એ ૫૨રૂપનો ત્યાગ. ૫૨રૂપની મુક્તિ’. આહાહા..! છે? ‘સ્વ-રુપ-આપ્તિ -