________________
સમયસાર સિદ્ધિ ભાગ-૭
શ્લોક-૧૩૬ ઉપર પ્રવચન
હવે આગળની ગાથાઓની સૂચનાનું કાવ્ય કહે છે :- ૧૩૬ કાવ્ય.
(મન્ત્રાન્તા) सम्यग्दृष्टेर्भवति नियतं ज्ञानवैराग्यशक्तिः । स्वं वस्तुत्वं कलयितुमयं स्वान्यरूपाप्तिमुकत्या। यस्माज्ज्ञात्वा व्यतिकरमिदं तत्त्वतः स्वं परं च
स्वस्मिन्नास्ते विरमति परात्सर्वतो रागयोगात्।।१३६।। ઓ.હો.હો..! એક કળશમાં કેટલું ભર્યું છે! સિમ્પરેડ નિયત જ્ઞાન-વૈરાગ્ય-વિત્તઃ મવતિ શુદ્ધ સ્વરૂપ અનાદિ પરમાનંદમૂર્તિ પ્રભુ, એનો જ્યાં અનુભવ થયો અને તેની શક્તિ અને સામર્થ્યની પ્રતીત ને જ્ઞાન ને અનુભવ થયો એ સમ્યગ્દષ્ટિ (છે). ત્રિકાળી અનંત આનંદ અને અનંત જ્ઞાન, પૂર્ણ અનંત સ્વભાવ, પરમાત્મસ્વરૂપ જ પોતે પ્રભુ છે. સ્વભાવથી, શક્તિથી, સત્ત્વથી, ભાવથી ભરેલો છે). એ ભાવને જેણે અનુભવ્યો. અનાદિથી કર્મચેતના અને કર્મફળચેતનાનો અનુભવ હતો. કર્મચેતના એટલે રાગ. રાગનું વેદના અને રાગનું ફળ દુઃખનું વેદન. અનાદિનું તેનું વેદન છે). દિગંબર સાધુ નવમી રૈવેયક ગયો તોપણ ઈ હતું. આ તો જ્યાં અંદર ફરે છે, વસ્તુની દૃષ્ટિ ફરે છે. ભગવાન પૂર્ણ સ્વરૂપે ભરેલો, એનો જ્યાં અંદર સ્વીકાર અને અનુભવ થાય છે ત્યારે તે સમ્યગ્દષ્ટિ નિયમથી જ્ઞાન અને વૈરાગ્ય(ના) સામર્થ્યવાળો હોય છે. નિશ્ચયથી સ્વરૂપનું જ્ઞાન અને રાગનો વૈરાગ્ય. આહાહા.! આવી વસ્તુ છે. આ તો હજી પહેલી ભૂમિકાની વાત છે. ‘નિયમથી...એમ છે ને? “નિય છે ને? “નિયતં “
સ રે: નિયત નિશ્ચયથી જ્ઞાન, વૈરાગ્ય શક્તિ ભવતિ. આહા! એટલે શું કહે છે? ખરેખર તેને જ્ઞાન અને વૈરાગ્ય હોય છે. શાસ્ત્રના જાણપણા અને પર પદાર્થ છોડીને) બેસે માટે જ્ઞાન અને વૈરાગ્ય થઈ ગયો, એમ નથી. ખરેખર જ્ઞાન અને વૈરાગ્ય, એમ કહ્યું છે ને? નિશ્ચયથી જ્ઞાન (અર્થાતુ) સ્વરૂપ શુદ્ધ ચૈતન્યપ્રભુ, એનું જ્ઞાન. એને શેય બનાવીને (થયેલું) જ્ઞાન, એને શેય બનાવીને (થયેલી) શ્રદ્ધા અને એને ય બનાવીને એમાં રમણતાનો અંશ (પ્રગટવો). દર્શન, જ્ઞાન અને સ્વરૂપાચરણ. એવો જે સમ્યગ્દષ્ટિ (તેને) નિશ્ચયથી જ્ઞાન અને વૈરાગ્યનું સામર્થ્ય હોય છે. જ્ઞાનનું પણ બળ હોય છે અને વૈરાગ્યનું પણ બળ હોય છે. આહાહા.! સ્વરૂપનું પણ જ્ઞાન, એનું પણ બળ હોય છે અને રાગની ક્રિયા દયા, દાન, વ્રતાદિ એનાથી પણ વિરક્ત છે. એવું વૈરાગ્યબળ છે. આહાહા.! એ જ્ઞાન અને વૈરાગ્યની શક્તિ હોય છે.
(રમત“કારણ કે...” (યો તે (સમ્યગ્દષ્ટિ જીવ)...” સ્વિ-૨-૫-માત-મુત્યા]