________________
૩૬૬
સમયસાર સિદ્ધિ ભાગ-૭ [ મુક્ત] તું (કર્મોદયજનત) ઉપભોગને ભોગવ,[ ;] આ જગતમાં [ પર અપરાધ ગતિ: વન્ય: તવ નાસ્તિ] પરના અપરાધથી ઊપજતો બંધ તને નથી (અર્થાત્ પરના અપરાધથી તને બંધ થતો નથી.)
ભાવાર્થ - વસ્તુનો સ્વભાવ વસ્તુને પોતાને આધીન જ છે. માટે જે આત્મા પોતે જ્ઞાનરૂપે પરિણમે છે તેને પરદ્રવ્ય અજ્ઞાનરૂપે કદી પરિણમાવી શકે નહિ. આમ હોવાથી અહીં જ્ઞાનીને કહ્યું છે કે તને પરના અપરાધથી બંધ થતો નથી તેથી તું ઉપભોગને ભોગવ. ઉપભોગ ભોગવવાથી મને બંધ થશે એવી શંકા ન કર. જો એવી શંકા કરીશ તો પરદ્રવ્ય વડે આત્માનું બૂરું થાય છે એવું માનવાનો પ્રસંગ આવે છે. આ રીતે અહીં જીવને પરદ્રવ્યથી પોતાનું બૂરું થતું માનવાની શંકા મટાડી છે; ભોગ ભોગવવાની પ્રેરણા કરી સ્વચ્છંદી કર્યો છે એમ ન સમજવું. સ્વેચ્છાચારી થવું તે તો અજ્ઞાનભાવ છે એમ આગળ કહેશે. ૧૫૦.
શ્લોક-૧૫૦ ઉપર પ્રવચન
(શાર્દૂત્રવિહિત). याद्दक् तादगिहास्ति तस्य वशतो यस्य स्वभावो हि यः कर्त नैष कथञ्चनापि हि परैरन्यादशः शक्यते। अज्ञानं न कदाचनापि हि भवेज्ज्ञानं भवत्सन्ततं
ज्ञानिन् भुक्ष्व परापराधजनितो नास्तीह बन्धस्तव ।।१५०।। “આ લોકમાં જે વસ્તુનો જેવો સ્વભાવ હોય છે તેનો તેવો સ્વભાવ તે વસ્તુના પોતાના વશથી જ (અર્થાત્ પોતાને આધીન જ હોય છે. આહાહા...! વસ્તુ ભગવાનઆત્મા શુદ્ધ પવિત્ર છે તે પોતાને આધીન છે. અપવિત્રતા એ પરને આધીન છે, નિમિત્ત આધીન (છે). આહા...! શુદ્ધ સ્વભાવ જે ભગવાન પરમાનંદ પ્રભુ, એ શુદ્ધ સ્વભાવ તો પોતાને આધીન–સ્વાધીન છે, એ પરાધીન નથી. આહા.!
તેનો સ્વભાવ તે વસ્તુના પોતાના વશથી જ.’ છે. “એવો વસ્તુનો જે સ્વભાવ તે, પરવસ્તુઓ વડે કોઈ પણ રીતે બીજા જેવો કરી શકાતો નથી.” સિદ્ધાંત આ સિદ્ધ કરવો છે. ધર્મીને પોતાની વસ્તુનો સ્વભાવ શુદ્ધ અને પવિત્ર છે તેથી તે પરની સામગ્રીમાં રહ્યો અને પરસામગ્રીને ભોગવે છે એમ દેખાય છતાં પરચીજ, પરપદાર્થને અપરાધે તને અપરાધ થાય એમ નથી. શું કહે છે? પરવસ્તુઓ વડે કોઈ પણ રીતે બીજા જેવો કરી શકાતો નથી.”
સિન્તતં જ્ઞાન ભવત] જે નિરંતર જ્ઞાનપણે પરિણમે છે...” ધર્મી શુદ્ધ સ્વભાવ ચૈતન્યમૂર્તિ પ્રભુ! અને એનું પરિણમન પણ નિરંતર શુદ્ધ છે. આહા.! તે કદી પણ અજ્ઞાન થતું નથી.”