________________
શ્લોક–૧૫૦
૩૬૭ તે કોઈપણ રીતે પરદ્રવ્યના કારણે અજ્ઞાની થતો નથી. આહાહા..! જરી ધીરેથી (સમજવું), આ વાત આકરી છે. શું કહે છે?
હે જ્ઞાની! તું (કર્મોદયજનત) ઉપભોગને ભોગવ....” ભોગવવાનું કહેતા નથી. એ શબ્દ છે. એને એમ કહે છે, પ્રભુ! તું શુદ્ધ ચૈતન્યઘન છો નો તને પરદ્રવ્યની પરિણતિથી તને કાંઈ નુકસાન થાય એવી ચીજ છે જ નહિ. આહાહા...! જડનો ઉપભોગ અને જડની પરિણતિથી તને નુકસાન થાય એવું કંઈ છે જ નહિ, એમ કહે છે. શું કીધું એ?
શરીર, વાણી, મન, પૈસા, લક્ષ્મી, સ્ત્રી, કુટુંબ તરફનું લક્ષ અને ભોગવટો, એને કારણે એ નુકસાન થાય છે, જડને કારણે, એમ નથી અને તું તો જ્ઞાનાનંદ સ્વભાવી વસ્તુ છો તો તને પરવસ્તુના અપરાધ તને નુકસાન થાય, એવું છે નહિ. ભોગવ કીધું છે. આ તો મુનિ છે. ભોગવનો અર્થ પરદ્રવ્યથી તને નુકસાન નથી, એ નિઃશંક એને ઠરાવે છે. આહાહા.! આ શરીરની ક્રિયા કે વાણીની ક્રિયા કે આ બહારનો સંયોગ એને લઈને ધર્મીને કોઈ અપરાધ થાય, પદ્રવ્યને લઈને, એમ છે નહિ. અને સ્વદ્રવ્યનો નિરપરાધી સ્વભાવ તો અનુભવમાં પરિણમે છે. આહાહા.! શું કહે છે?
ભગવાન આત્મા ચૈતન્યના પ્રકાશનો પુંજ પ્રભુ! એનો જેને અંતરમાં સ્વભાવનો સ્વીકાર અને સત્કાર થયો છે એવા ધર્મીને તો શુદ્ધ ચૈતન્યના સ્વભાવનું પરિણમન હોય છે. એ પરિણમન પરદ્રવ્ય વડે કરીને બીજું કરી શકાય એવું નથી. આહાહા.! શરીરની ક્રિયા ગમે તેટલી થાઓ, એમ કહેવું છે. પણ એનાથી નિરપરાધી ભગવાન આત્માને અપરાધ થતો નથી. આહાહા.! શું કહે છે?
હે જ્ઞાની! તું (કર્મોદયજનિત) ઉપભોગને ભોગવ” બહારની સામગ્રીને તું ભોગવ. એટલે તારું લક્ષ ત્યાં જાય તેથી કરીને તને નુકસાન છે, પરને લઈને, એમ નથી. તારું લક્ષ ત્યાં જાય અને વિકલ્પ ઉઠે એ તો તારો દોષ છે. પણ એ પરવસ્તુને કારણે તને કંઈ દોષ થાય એમ નથી). આહાહા.. પૈસા ખુબ રાખ્યા, શરીરની વિષયાદિની જડની ક્રિયા ખુબ થઈ એથી એ જડની ક્રિયાથી તને નુકસાન થાય, એ વાત નથી. તારા ભાવમાં વિપરીત ભાવ હોય તો તને નુકસાન થાય. આહાહા.! ભારે વાતું, ભાઈ!
આ જગતમાં...” પિ૨ કપરા નિતઃ વન્ધઃ તવ નાસ્તિ] આ સિદ્ધાંત સિદ્ધ કરવો છે. પરના અપરાધથી ઊપજતો બંધ તને નથી..” શરીરની ક્રિયાથી, પૈસાથી, સ્ત્રીના દેહથી એવી ક્રિયાથી તને કંઈ નુકસાન થાય (એમ નથી), એ તો પરદ્રવ્ય છે. આહા! સમજાણું કાંઈ? આહાહા.! પરના અપરાધથી ઊપતો બંધ તને નથી (અર્થાત્ પરના અપરાધથી તને બંધ થતો નથી. આ સિદ્ધ કરવું છે, હોં! ભોગવ કીધું છે ઈ કંઈ ભોગવવાનું કીધું નથી. પરદ્રવ્યના સંબંધમાં પરદ્રવ્યને લઈને તને નુકસાન છે એમ નથી. આહાહા.!
ભાવાર્થ – “વસ્તુનો સ્વભાવ પોતાને આધીન જ છે. શુદ્ધ ચૈતન્યપ્રભુ, એની શુદ્ધ