________________
૩૬૮
સમયસાર સિદ્ધિ ભાગ-૭ પરિણતિ પોતાને આધીન છે. આહા.! માટે જે આત્મા પોતે જ્ઞાનરૂપે પરિણમે છે. એટલે કે શુદ્ધ સ્વભાવપણે પરિણમે છે તેને પરદ્રવ્ય અજ્ઞાનરૂપે કદી પરિણમાવી શકે નહિ.” આહાહા...! જ્ઞાનાનંદ સ્વભાવી ભગવાન, એ જ્ઞાન ને આનંદરૂપે થાય છે તેને પરદ્રવ્ય કોઈ દિ અજ્ઞાન કરાવી શકે નહિ. શરીરની ગમે તેટલી ક્રિયા ને લક્ષ્મીના ઢગલા હોય તો એને લઈને અહીં અજ્ઞાન થાય, એમ છે નહિ.
મુમુક્ષુ :- એની મમતાને કારણે છે.
ઉત્તર :- એ તો પોતાના અપરાધથી છે, સીધી વાત છે. પણ એ તો જ્ઞાનીને તો એ છે નહિ, એમ કીધું અહીંયાં. એ વાત અહીં છે નહિ.
ધર્મીને આત્મા શુદ્ધ સ્વરૂપ છે, તેમ કહ્યું ને? તેને ઈ પરિણમે છે. એટલે અશુદ્ધતા ત્યાં પરિણામમાં છે જ નહિ એને. આહાહા.! સમજાણું કાંઈ? આ નિર્જરા અધિકાર છે. એટલે જ્ઞાનીના શરીરાદિના ભોગને કાળે પણ તેને અશુદ્ધતા ટળતી જાય છે અને શુદ્ધતા વધી જાય છે, એમ કહે છે. કારણ કે પરને લઈને અહીં અશુદ્ધતા થાય એવું નથી. ઝીણી વાત છે. એમ કરીને કોઈ સ્વચ્છંદી થઈ જાય એની આ વાત નથી. આહાહા...!
અહીં તો સિદ્ધાંતનો નિશ્ચય સત્ય શું છે એ સિદ્ધ કરે છે. ભગવાન આત્મા શુદ્ધ ચિદૂઘન આનંદકંદ પ્રભુ, એને નિહાળનારો-જોનારો, એને તો જ્ઞાન ને આનંદાદિના પરિણમન થાય. એ પરિણમનને પરદ્રવ્યની ક્રિયાઓ એ પરિણમનને ફેરવી શકે કે અજ્ઞાન કરી શકે, એમ નથી. સમજાણું કાંઈ આહાહા...!
પરદ્રવ્ય અજ્ઞાનરૂપે કદી પરિણમાવી શકે નહિ.” આ સિદ્ધાંત સિદ્ધ કરવો છે. પરદ્રવ્યની પરિણતિથી અને પારદ્રવ્યના અંદરના સંયોગ-વિયોગથી તને કંઈ પણ નુકસાન એને લઈને નથી. આહાહા...! સમજાણું કાંઈ? એક ભાઈ હતા ને? પંડિત, શું કહેવાય? જામનગરવાળા. ‘લાલના “લાલને એક પ્રશ્ન મૂક્યો હતો, ભાઈ! કે, આ અમારે મોટો જ્યોર્જ અને એડ. શું કહેવાય? એડવર્ડ! એને એક સ્ત્રી અને તમે કહો કે, તીર્થંકર ચક્રવર્તીને ૯૬ હજાર સ્ત્રી! રાજા એડવર્ડ ને . શું કહેવાય બીજો? જ્યોર્જ એને એક સ્ત્રી હોય, અત્યારે છે. અને ચક્રવર્તી સમકિતી તીર્થકર, એને ૯૬ હજાર. અરે! સાંભળ તો ખરો, કીધું. એ ૯૬ હજાર પદ્રવ્ય છે એ નુકસાનનું કારણ ક્યાં છે? સમજાણું? તો તો શરીર જેનું મોટું જાડું હોય એ નુકસાનનું કારણ અને પાતળું શરીર નુકસાનનું ઓછું કારણ, એમ છે? પરદ્રવ્યને લઈને નુકસાન છે? આહાહા.! એને પોતાનું માનવું એ નુકસાન છે). ધર્માને તો એ માન્યતા છે નહિ. આહાહા... એમ કે, ૯૬ હજાર સ્ત્રી ને તમે એને તીર્થંકર ને સમકિતી કહો. અને અમે એક જ રાણી રાખીએ. પણ હવે તું અજ્ઞાની એને ભાન કે દિ છે? “લાલન હતો, “લાલન’, પંડિત “લાલન’. ‘અમેરીકામાં બહુ જાતો એટલે આવું બધું એને (સૂઝે). પછી તો અહીં રહેતા. ભાઈ! માર્ગ જુદા છે, બાપુ! ઝાઝા જડના સંયોગ માટે જ્ઞાનીને બંધનું