________________
શ્લોક–૧૫૦
૩૬૯ કારણ છે, એમ નથી. અને ઓછા સંયોગ માટે તેને બંધ ઓછો છે, એમ નથી. સમજાણું કાંઈ? આહાહા...!
નિશ્ચયથી તો ભગવાન પૂર્ણાનંદના નાથમાં નિર્મળ પર્યાયની ઉત્પત્તિ થવી તે સંયોગ છે અને પહેલાની પર્યાયનો વ્યય થવો તે વિયોગ છે. આહા.! એવો તો સંયોગ અને વિયોગ ધર્મીને પણ હોય છે. શું કીધું સમજાણું કાંઈ? “પંચાસ્તિકાયની ૧૮મી ગાથામાં આવે છે) કે, પર્યાય થવી, વસ્તુ જે નિત્યાનંદ પ્રભુ છે, એને જે પર્યાય નિર્મળ સમ્યગ્દર્શન, જ્ઞાન થાય એ પણ પર્યાયનો સંયોગ થયો. અને પૂર્વની પર્યાયનો નાશ થયો એ વિયોગ થયો. સંયોગ અને વિયોગ એની પર્યાયમાં છે. આહાહા.! બહારના કારણે સંયોગ-વિયોગ છે ઈ વસ્તુમાં નથી. આહાહા..!
પ્રશ્ન રાત્રે હતો, એમ કે સંયોગમાં એમ હતું ને કાંઈક? સંયોગ ઝાઝા હોય તો એને લઈને આત્માને કયાં નુકસાન છે? સંયોગને લઈને કંઈ નુકસાન નથી થતું. પરદ્રવ્ય છે ને? સંયોગી ચીજ પરવ્ય છે. આ પર્યાય જે સંયોગી છે એ તો સ્વદ્રવ્યની પર્યાય છે. અને શરીર, કર્મ, લક્ષ્મી, કુટુંબ, સ્ત્રી, રાજ આદિ એ પરદ્રવ્ય છે. એ પરદ્રવ્યના કારણે આત્માને બંધન થાય અને અજ્ઞાન થાય, એમ નથી. પોતે જે અજ્ઞાન રાગને એકતા બુદ્ધિથી કરતો એ અજ્ઞાન ટાળ્યું છે. આહા! એ પરને લઈને અજ્ઞાન નહોતું. એ પોતે એ રાગને એક્વબુદ્ધિ કર્યું હતું એ અજ્ઞાન હતું, એ અજ્ઞાન પરને લઈને નહોતું. તેમ તે અજ્ઞાની ટાળીને જ્ઞાન કર્યું તેથી તેને પરદ્રવ્ય એને કોઈ અજ્ઞાન કરી શકે, એમ નથી. ઝાઝી રાણીઓ ને ઝાઝા ઇન્દ્ર ને ઇન્દ્રાણીઓ એની પરિણતિને પરદ્રવ્ય નુકસાન કરે (એમ નથી). થોડો સંયોગ અને થોડું બંધન અને ઝાઝો સંયોગ એને ઝાઝું બંધન, એમ નથી. અરે...! સમજાણું કાંઈ?
આ તો તત્ત્વનો નિયમ છે કે તત્ત્વ જે પોતાથી જણાણું ને અનુભવાણું, એની દશામાં હવે પરદ્રવ્ય ઝાઝા કે થોડા, એ એને અજ્ઞાન કરાવી શકતું નથી. સમજાય છે કાંઈ? આહાહા...! પદ્રવ્યને તો સ્વદ્રવ્ય અડતુંય નથીને! પછી થોડા હોય કે ઝાઝા હોય. સમજાણું?
આમ હોવાથી અહીં જ્ઞાનીને કહ્યું છે કે તને પરના અપરાધથી બંધ થતો નથી...” આ સિદ્ધાંત છે. ભોગવવાનું કહ્યું છે ભોગવ એમ કંઈ ધર્માત્મા કહે? પણ એને પરદ્રવ્યને કારણે તને અપરાધ થતો નથી, એ સિદ્ધ કરવા વાત કરી છે. આહા.! સમજાણું કાંઈ? આહાહા.! ‘તને પરના અપરાધથી બંધ થતો નથી.” પરના અપરાધથી એટલે શરીરની બહુ ક્રિયા થઈ અને પૈસા ઘણા થયા ને સ્ત્રીઓ ઘણી, માટે એને લઈને અહીં બંધ છે, એમ છે નહિ. આહાહા...!
તું ઉપભોગને ભોગવ. એનો અર્થ કે, સંયોગમાં તું આવતો ભલે હો, ઈ સંયોગમાં તું નથી આવ્યો. સંયોગ થોડા કે ઘણા એમાં તારું લક્ષ જાય તો વિકલ્પ થાય) એ વળી જુદી વસ્તુ, પણ એને જાણવામાં તારું લક્ષ જાય, સંયોગ થોડા હોય કે ઝાઝા, એ તો જાણવાનું