________________
૩૭૦
સમયસાર સિદ્ધિ ભાગ-૭
લક્ષ, શાન જાણે. એટલે ઝાઝા સંયોગમાં આવ્યો માટે એને અજ્ઞાન કરી નાખે અને એના પરિણમનને બદલાવી નાખે, (એમ નથી). આહાહા..! સમજાય છે કાંઈ? આ તો વીતરાગના સિદ્ધાંતો, ભાઈ! આહા..!
અને જેને આ સંયોગો છૂટી ગયા, લ્યોને નગ્ન મુનિ થયો માટે સંયોગો છૂટી ગયા માટે ત્યાં જ્ઞાન શુદ્ધ છે એમ નથી. અને સંયોગમાં ૯૬ કરોડના ઢગલા પડ્યા છે ચક્રવર્તીને, તો એને કા૨ણે એને જ્ઞાનનું અજ્ઞાન થાય, (એમ નથી). આહાહા..! અને જેને નગ્નપણું (થઈને) સંયોગ છૂટી ગયા માટે તેને શુદ્ધ જ્ઞાન થાય, એમ નથી. સમજાણું કાંઈ? આમ સંયોગ વિનાનો દેખે એટલે લોકોને એમ થાય કે, આહાહા..! આ ત્યાગી છે. પણ અંત૨માં રાગની એકતાબુદ્ધિ પડી છે, મિથ્યાદૃષ્ટિ ત્યાગી નથી. આહા..! ધર્મનો ત્યાગી છે. આવી વાતું ભારે. બહારના સંયોગના અભાવે ત્યાગીના ત્યાગપણાની મહત્તા દેખાય એ વસ્તુ ખોટી છે. અને બહા૨ના સંયોગની વૃદ્ધિની પુષ્ટિમાં એનું અજ્ઞાન છે, મિથ્યાસૃષ્ટિ અજ્ઞાની છે એમ કલ્પવું એ તદ્દન જૂઠું છે. આહાહા..! સમજાય છે કાંઈ? આવી વાતું છે. એ કહે છે ને?
તને પરના અપરાધથી બંધ થતો નથી...' શરીરનો સંયોગ ખુબ ઝાઝા પરમાણુ અને સ્ત્રીઓ ઘણી, દીકરાઓ ઘણા, પૈસા ઘણા, મકાન ઘણા એવા કારણે તને બંધ થતો નથી. એ ચીજ તો પ૨ છે. આહા..! તેથી તું ઉપભોગને ભોગવ.’ એટલે કે પદ્રવ્યના કારણે તને નુકસાન નથી માટે પરદ્રવ્યના સંયોગમાં ભલે હો પણ તને એમાં (નુકસાન નથી). ભોગવનો અર્થ કે સંયોગમાં હો પણ તને બંધન છે નહિ. આહાહા..! આવી વાતું ઉલટપલટની છે.
અહીંયાં તો વર્તમાનમાં જેમ જેમ કંઈ બહારનો સંયોગ ઘટાડે તો એને ત્યાગી માને. તો ઘણા સંયોગ મોટા ૯૬ કરોડ પાયદળ ને ૯૬ કરોડ સ્ત્રીઓ ને કરોડો અપ્સરાઓ સકિતીને છે પણ એ સંયોગ ઉપરથી એનું માપ ટાંકવુ કે એ અપરાધી છે (તો એમ છે નહિ). અને સંયોગ ઘણા ઘટી ગયા અને કાંઈ ન રહ્યું, વસ્ત્રનો ટૂકડોય ન રહ્યો માટે તે ધર્મી છે એવા સંયોગના અભાવથી એનું ધર્મનું માપ ન હોઈ શકે. આહાહા..! સમજાણું કાંઈ? આહા..! ગજબ વાત છે.
સત્યનો પોકાર છે. સત્ય છે તે ભલે ગમે તેટલા સંયોગમાં દેખાય પણ સત્ છે એને હાથ અંત૨માં અનુભવ દૃષ્ટિ થઈ છે, જેનું પરિણમન જ્ઞાન ને આનંદનું પરિણમન છે એને ઝાઝા સંયોગોથી કંઈ નુકસાન થાય અને સંયોગો થોડા હોય તો એને કંઈ લાભ થાય એવું છે નહિ. આરે..! આવી વાતું. આહાહા..! ભગવાન સંતો પોતે આ પોકાર કરે છે. ‘કુંદકુંદાચાર્ય’, ‘અમૃતચંદ્રાચાર્ય’ આહા..! પ્રભુ! તું સ્વદ્રવ્ય છો ને! સ્વદ્રવ્યની દૃષ્ટિ અને સ્વદ્રવ્યનું પરિણમન થયું એથી તને પરદ્રવ્યના ઘણા સંયોગમાં તને લોકો દેખે અને તને એમ થઈ જાય કે આ સંયોગા ઘણા (છે) માટે મને નુકસાન થયું, એમ છે નહિ. આહાહા..! જ્ઞાની તો માનતો નથી, પણ લોકો એમ માને ને? આટલો બધો પરિગ્રહ ને આટલી બધી બાયડીઓ ને આટલા