________________
શ્લોક–૧૫૦
૩૭૧
બધા છોકરાઓ. ચક્રવર્તીને બત્રીસ હજાર તો દીકરીયું, ચોસઠ હજાર દીકરા, છ— કરોડ પાયદળ, છનું હજાર સ્ત્રીઓ. પણ કહે છે, એ સંયોગ છે તે એને બંધનું કારણ છે એમ નથી. આહાહા.... એટલે કે પરદ્રવ્ય તે બંધનું કારણ નથી. આહાહા...! સ્વદ્રવ્યમાં જો તે પરને, રાગને પોતાનો માન્યો હોય, ભલે સંયોગ ન હોય, પણ રાગને પોતાનો માન્યો હોય તો ત્યાં મિથ્યાત્વનો અપરાધ તેં ઊભો કરેલો છે. સમજાણું કાંઈ? આહાહા...!
એમ કહીને સિદ્ધાંતનું સત્યપણું પ્રસિદ્ધ કરે છે. એને સંયોગને ભોગવ એમ કહીને કંઈ ભોગવવાનું કહ્યું નથી. પોતાના રાગને અનુભવે અને કાં નિર્વિકારીને અનુભવે. એ સિવાય પરનો તો અનુભવ છે નહિ. પણ અહીં કહેવાનો આશય એ છે કે ઘણાં સંયોગોમાં તું આવ્યો, ભલે હો, એ સંયોગ કંઈ નુકસાન કરનાર નથી. આહાહા...! સમજાય છે કાંઈ? ચીમનભાઈ'! આવી વાતું છે. સ્વતત્ત્વ જે આત્મા અંદર પરથી ભિન્ન (છે), એને ભલે સંયોગોના ઢગલા હોય એથી કરીને એના આત્માને શું છે? આહાહા...! અને સંયોગો ઘણા છૂટી ગયા હોય માટે તે ધર્મી છે, એવું માપ ક્યાં છે? એને અસંયોગી એવી ચીજ ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ. આહાહા.!
- એક ફેરી આકૃતિનું કહ્યું હતું ને? એ સવારમાં વિચાર આવ્યો હતો, વધારે. આ આકાશ આખું. અંત નહિ તોય આકાર છે. આર. આરે...! ગજબ વાત છે. જૈનદર્શનનું તત્ત્વ કોઈ અલૌકિક છે. સર્વવ્યાપક આકાશ, એને પણ પ્રદેશગુણને કારણે આકાર હોય છે. અરે...! ભાઈ! સિદ્ધનેય આકાર હોય છે. પોતાના અસંખ્ય પ્રદેશનો આકાર છે ઈ આકાર હોય છે. એ તો નિરંજર નિરાકાર (કહે છે) એ તો પરની અપેક્ષાએ આકાર નથી, એમ કહ્યું છે. અને આણે તો એમ કહ્યું છે એમાંથી કે, આ રીતે આવો આકાર અને નિરાકાર જે રીતે છે એ સમજે અને એનું ધ્યાન કરે તો એને પરથી ભિન્નતાનું ભાન થાય. આહાહા...! આમાં છે. એ ચોપડી વાંચી હતી. કીધું નહિ? “માણેકચંદજી હતા ને? આહાહા...!
એમ શરીરનો મોટો સ્થૂળ આકાર હોય) અને શરીરનો થોડો આકાર અને આત્માના પ્રદેશનો આકાર પણ ત્યાં થોડો (છે) માટે તેને નુકસાન છે, એમ નથી. કે થોડો છે માટે લાભ છે, એમ નથી. આહાહા...! કેવળ સમુદ્દાત કરે ત્યારે તો લોકના આકાર જેટલો આકાર થઈ જાય એનો. આહાહા.! ભગવાનનો પ્રદેશનો આકાર લોકાકાશ પ્રમાણે થઈ જાય. તો એ આકાર મોટો થયો માટે તેને નુકસાન છે, અને સાત હાથના ધ્યાનમાં હતા, કેવળજ્ઞાનમાં, માટે તેને લાભ છે એમ નથી. આહાહા...! પોતાના નાના-મોટા આકારથી પણ જ્યાં લાભનુકસાની નથી ત્યાં પરદ્રવ્યથી નુકસાન છે એ તો છે જ નહિ, એમ કહે છે. આહાહા...! સમજાય છે કાંઈ? બહુ જૈનદર્શન, બાપુ! વીતરાગ માર્ગ એવો છે. આહા...! કયાંય છે નહિ એ સિવાય. વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર, જેણે એક સમયમાં ત્રણકાળ ત્રણલોક જોયા એમ કહેવું એ વ્યવહાર છે. એણે પોતાની પર્યાયને જોઈ એમાં જોવાઈ ગયું છે. આહાહા...!