________________
૩૨૮
સમયસાર સિદ્ધિ ભાગ-૭ આવું છે. આહાહા...! મીઠો મહેરામણ આત્મા જ્યાં જાગે છે, આહાહા...!
મહેરામણ માઝા ન મૂકે, આવે છે ને ઓલામાં? ચેલૈયો સત્ ન ચૂકે. એવી વાત અન્યમાં આવે છે. બાવો આવ્યો તે એમ કહે કે, તારા દીકરાનો મારે આહાર લેવો છે. એવી વાત એ લોકોમાં આવે છે. પોરબંદર પાસે ગામ છે. ત્યાં ઓલો કહે કે, મારો દીકરો ભણવા ગયો છે. એ સાંભળ્યું છે, ત્યાં છે. એ ગામ ક્યુ? “બિલખા... બિલખા', સાચી વાત છે. નામ ભૂલી જવાય છે. બિલખામાં ખબર છે. આહાહા.. એ “ચેલાને–દીકરાને ખબર પડે છે કે, ઘરે મારો બાપ મને બોલાવે છે તો એ તો એવું બોલે છે, “મહેરામણ માઝા ન મૂકે, ચેલૈયો સત્ ન ચૂકે હું તો ત્યાં જવાનો, ભલે ખાંડે. આહાહા...!
એમ ભગવાનઆત્મા મહેરામણ-મીઠો મહેરામણ આનંદથી ઉછળ્યો એને ભવિષ્યની રાગની વાંછા કેમ હોય? આહાહા...! સમજાણું કાંઈ? માર્ગ, બાપા! અત્યારે તો બહારમાં બહુ ફેરફાર કરી નાખ્યો, પ્રભુ! એની પદ્ધતિ ને એની રીત ને એનું પડખું શું છે? ધર્મીનું પડખું તો આત્મા છે, રાગને પડખેથી તો છૂટી ગયો છે. આહાહા...! એણે પડખું ફેરવી નાખ્યું છે, ભાઈ! આહાહા...! ડાબે પડખે સૂતો હોય ને પછી બહુ ઓલું લાગે તો જમણે પડખે સૂવે. વધારે તો જમણે સૂવાની ટેવ હોય છે. ત્યાં પણ થાકી જાય તો ડાબે પડખે આવે. આ પણ ડાબે પડખે અજ્ઞાનમાં થાકી ગયો પછી જમણે પડખે ચૈતન્યમાં અંદર આવ્યો છે. આહાહા.. જે ભગવાન ચૈતન્યના પડખે ચડ્યો એ હવે રાગને પડખે કેમ ચડે? આહાહા...! આવો માર્ગ છે, બાપા! આહાહા.!
અજ્ઞાનમય ભાવ જે વાંછા તેનો અભાવ છે. માટે અનાગત કર્મોદય-ઉપભોગ જ્ઞાનીને પરિગ્રહ નથી.” આહાહા...! વર્તમાન વિયોગે વર્તે માટે નથી અને ભવિષ્યમાં એની વાંછા નથી માટે નથી. આહાહા.! ગયા કાળનો તો છે નહિ, એટલે બેનું સમાધાન કર્યું.
ભાવાર્થ :- “અતીત કર્મોદય-ઉપભોગ તો વીતી જ ગયો છે. ભૂતકાળનો. આહાહા.! અનાગત ઉપભોગની વાંછા નથી. જ્યાં ચૈતન્યપ્રકાશના નૂર પ્રગટ્યા... આહાહા...! એની આગળ ભવિષ્યમાં રાગની ઇચ્છા ને પરની સામગ્રીની ઇચ્છા કેમ હોય? આહાહા.! “કારણ કે જે કર્મને જ્ઞાની અહિતરૂપ જાણે છે” એ રાગને (એટલે) રાગરૂપી કર્મ, એને અહિતરૂપ જાણે છે તેના આગામી ઉદયના ભોગની વાંછા તે કેમ કરે?’ આહા...! ભવિષ્યમાં મને રાગ થાય ને હું ભોગવું એ ભાવના એને ન હોય. ભારે કામ, ભાઈ!
વર્તમાન ઉપભોગ પ્રત્યે રાગ નથી; કારણ કે જેને હેય જાણે છે તેના પ્રત્યે રાગ કેમ હોય? આહાહા...! જેને છોડવા લાયક છે એમ જ્યાં અંતરથી જાણ્યું એના પ્રત્યે રાગની રુચિ કેમ હોય? આહાહા.! સમજાય છે કાંઈ? ધીરાના માર્ગ છે, ભાઈ! આહાહા. “આ રીતે જ્ઞાનીને જે ત્રણ કાળ સંબંધી કર્મોદયનો ઉપભોગ તે પરિગ્રહ નથી.” આહા...! ત્રણે કાળ રહેનારો એવો જ્ઞાયકભાવનો પરિગ્રહ જ્યાં પકડ્યો, અનુભવ થયો), એને ત્રણ કાળના