________________
ગાથા– ૨૧૫
૩૨૯
બાહ્ય પરિગ્રહનો ઉપભોગ હોતો નથી. આહાહા...! સમજાય છે કાંઈ?
જ્ઞાની જે વર્તમાનમાં ઉપભોગનાં સાધનો ભેળાં...” હવે કહે છે. ત્યારે કોઈને એમ લાગે કે, આ ધર્મી છે ને હજી આ બાયડી પરણે છે, રળે છે, દુકાને બેસે છે. સાંભળ તું, ભાઈ! “જ્ઞાની જે વર્તમાનમાં ઉપભોગનાં સાધનો ભેળાં કરે છે. આહાહા...! એને રાગ આવે અને એના સમાધાન માટે એને બહારના સાધનો પણ હોય. આહાહા...! “વર્તમાનમાં ઉપભોગનાં સાધનો ભેળાં કરે...' ભાષા જુઓ! એમ કે, ધર્મી પણ લગ્ન કરે છે, બાયડી પરણે છે, વેપાર-ધંધો દુકાને બેસીને કરે છે ને? દેખાય છે. આહાહા.! એ “વર્તમાનમાં ઉપભોગનાં સાધનો ભેળાં કરે છે તે તો પીડા સહી શકાતી નથી..” ઈ રાગ આવે છે એ પીડા છે, દુઃખ છે. એ પીડા) “સહી શકાતી નથી તેનો ઈલાજ કરે છે. ઝીણી વાત છે જરી. આહાહા...! વાસના, રાગ આવ્યો, એની પીડા સહન થતી નથી એટલે રાગના નિમિત્તો અનુકૂળને ભેગા (કરતો) દેખાય. આહાહા...!
“રોગી જેમ રોગનો ઈલાજ કરે... આહા...! એ રાગ આવ્યો એ રોગ છે. એનો ઇલાજ કરે છે, એ રોગી જેમ રોગનો ઇલાજ કરે, એમ છે, કહે છે. આહાહા...! “રોગનો ઈલાજ કરે છે તેમ. આ નબળાઈને દોષ છે. આહાહા...! રાગભાવ આવ્યો અને એને મટાડવા વિષયના સાધનો ભેગા કરે એમ દેખાય. ભેગા કોણ કરી શકે? પણ કહે છે, એ નબળાઈનો દોષ છે. એને ધર્મી જાણે છે. આહાહા...! આ મારી ચીજ નથી પણ મને અંદર વીતરાગતા નથી અને ઠરવાનું સહનશીલપણું નથી એથી આ રાગ આવ્યો અને એ રાગના ઉપાયના સાધનો (કરે છે). રોગી જેમ રોગને મટાડવા ઇચ્છે એમ રોગ મટાડવા ઇચ્છે છે. રાગભાવે રાખવા ઇચ્છતો નથી. આહાહા...! જરી ઝીણી વાત છે, હોં! આહાહા...!
એક કોર કહે કે, વર્તમાનમાં રાગબુદ્ધિ નથી માટે પરિગ્રહ નથી. છતાં કહે છે કે, એને રાગ દેખાય છે ને આ સાધન વિષયનો ને બાયડીનો, ધંધાનો. ઇ રાગનો રોગ જાણીને એનો ઇલાજ છે, એ રાગને છોડવા માગે છે. આહાહા..! આવો માર્ગ. ખગની ધાર જેવો. આહાહા. ધાર તરવારની સોહ્યલી, દોહ્યલી જિન તણી ચરણસેવા’ જિન એટલે આત્મા. ધાર પર નાચતા દેખ બાજીગરા, સેવના ધાર પર રહે ન દેવા અસીધારા. આહાહા.! આનંદના નાથને સંભાળતા રાગ આવ્યો. આહા. એ રાગની સેવા કરતો નથી. પણ રાગ ટાળવાનો ઉપાય કરે છે. આહાહા! છતાં તેનો તેને પ્રેમ નથી. રોગને મટાડવા જેમ કરે એમ આ રાગ રોગ છે એને મટાડવા કરે છે. આહાહા...! ઝીણી વાત છે, ભાઈ! આ તો ત્રણલોકના નાથના પંથની અંતરની વાતું છે. આહાહા...! આ કોઈ આલીદુઆલીના કથન નથી.
રોગી જેમ રોગનો ઈલાજ કરે...” એમ ઇલાજમાં જોડાય જાય છે. છતાં તેનો આદર નથી, અંદર રસ નથી. આહાહા.! રાગને મટાડવા એના ઉપાય કરે પણ એમાં સુખબુદ્ધિ નથી. આહાહા.! સમજાય છે કાંઈ? હવે આ તો અંતરની વાતું છે.