________________
ગાથા– ૨૧૫
૩૨૭
થયો રાગ અને સામગ્રી, તે પ્રત્યેનો ઉપભોગ જ્ઞાનીને પરિગ્રહ નથી. આહાહા.! સમજાણું કાંઈ? હવે અનાગત રહ્યું, ભવિષ્ય.
જે અનાગત ઉપભોગ તે તો ખરેખર જ્ઞાનીને વાંછિત જ નથી...... ભવિષ્યમાં મને આ ભોગ મળે અને અનુભવું, એવો ભાવ જ્ઞાનીને તો હોતો નથી. આહાહા..! “(અર્થાત્ જ્ઞાનીને તેની વાંછા જ નથી)....” ભવિષ્યમાં ભોગની, રાગની અનુકૂળતા મળે એની વાંછા જ નથી. આહાહા...! ભવિષ્યમાં તો હું કેવળજ્ઞાનને પામું એવી ભાવનામાં આ ભાવના એને હોતી નથી. સમજાણું કાંઈ? ભવિષ્યમાં હું તો કેવળજ્ઞાનને પામું તે સાદિઅનંતપણે (રહું, એવી જેને ભાવના (છે), એને ભવિષ્યના ભોગની વાંછા હોતી નથી. આહાહા.! જુઓ! આ સંતોની કથની! આવી વાત દિગંબર સંતો સિવાય ક્યાંય નથી. પણ એના માનનારાઓને પણ ખબર નથી. કાંતિભાઈ! આહા! આવી વાત.
ચૈતન્યસૂર્ય જ્યાં ઉગ્યા એને રાગના અંધકારના આદર કેમ હોય? કહે છે. આહાહા...! ચૈતન્યસૂર્યના પ્રકાશમાં... આહાહા.! એ રાગના અંધકાર કેમ હોય? આહાહા...! રાગ અંધકાર છે, અજીવ છે, જડ છે. આહાહા...! સમજાણું કાંઈ? એ અનાગત–ભવિષ્યનો ઉપભોગ... બહુ ઊંચી વાત સરસ, મીઠી મધુરી વાત છે, હોં! એમ ન સમજાય, એમ નહિ. વસ્તુની સ્થિતિ આવી છે, એનું એ જ્ઞાન તો કરે. આહાહા! જ્ઞાનમાં તો નક્કી કરે કે માર્ગ તો આ છે. આહાહા...!
અનાગત ઉપભોગ તે તો ખરેખર જ્ઞાનીને વાંછિત જ નથી (અર્થાત્ જ્ઞાનીને તેની વાંછા જ નથી...... આહાહા...! વર્તમાન રાગની બુદ્ધિએ (ન) પ્રવર્તે તેને ભવિષ્યના રાગની ઇચ્છા ક્યાંથી હોય? કે, અનુકૂળતા મળજો ને આ મળજો ને આ મળજો. આહા...! આહાહા...! અમૃત વહેવડાવ્યા છે. પરમસત્યના વાણીના વહેણા (છે). આહા...! “વેણલા ભલે વાવ્યા” નથી બાયું ગાતી ઓલા લગન વખતે? નાં વેણલું ક્યાં હતું ત્યાં તો બધું અંધારુ છે. આ પરણે ત્યારે ગાય છે ? આ વેણલા વાવ્યા અંદરથી, કહે છે.
ભગવાન ચૈતન્યસૂર્ય, એનો પ્રકાશ થયો એવા ધર્મીને વર્તમાન ભોગ હેયબુદ્ધિએ વર્તે, ભવિષ્યની વાંછા એને હોતી નથી. વર્તમાન જ જ્યાં હેયબુદ્ધિએ વર્તે ત્યાં ભવિષ્યની વાંછી ક્યાંથી હોય? આહાહા.! જુઓ! આ સમ્યગ્દષ્ટિની દશા! આ સમ્યગ્દષ્ટિની ભૂમિકા! આહાહા.! સમજાય છે કાંઈ?
“કારણ કે જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ જે વાંછા...' આહા...! ઓલામાં વર્તમાન હતું. ત્યાં) અજ્ઞાનમય ભાવ જે રાગબુદ્ધિ એમ હતું. આમાં “અજ્ઞાનમય ભાવ જે વાંછા તેનો અભાવ છે. આહાહા...! એ શ્રુતજ્ઞાન ને મતિજ્ઞાન જે સમ્યકુ થયું એ કેવળજ્ઞાનને ઝંખે છે, કેવળજ્ઞાનને બોલાવે છે. ધવલમાં પાઠ છે, કેવળજ્ઞાનને બોલાવે છે. આહાહા...! એ કેવળજ્ઞાનને બોલાવે એ મતિજ્ઞાન ભવિષ્યના ભોગની વાંછા શી રીતે કરે? આહાહા...! “સુમનભાઈ અહીં બધું