________________
૩૨૬
સમયસાર સિદ્ધિ ભાગ-૭ અમને દેખાતો નથી. અમારો ભાવ પણ અમને રાગબુદ્ધિએ દેખાતો નથી. આહાહા..! અરે..! આવો માર્ગ. આહાહા...! એની હા પાડીને રુચિ કરે તો અંદર આગળ વધી જાય. આહાહા...! આવો માર્ગ માંડ મળ્યો. આહા.! હેં? (શ્રોતા : અપૂર્વ). આહાહા.!
અરે.! સવારમાં જરી થઈ ગયું હતું કે, “રામજીભાઈનો પહેલો જન્મદિન, પહેલું દૂધ કેમ ન લાવ્યા? ખબર છે? બૈરાંને જરી કીધું. કેમ ન લાવ્યા? એમ કીધું. “રામજીભાઈએ નહિ સાંભળ્યું હોય. સવારમાં ભાઈ દૂધ આવ્યું ને દૂધ? એમાં પહેલું તમારું આવવું જોઈએ એમ મને લાગ્યું. પાછળ પાછળ લાવ્યા. મેં બૈરાંને કહ્યું. પહેલા બીજા આવ્યા. પહેલા રામજીભાઈ આવવા જોઈએ. એના માણસ આવા ઢીલા હજી, મેં કહ્યું હતું, બૈરાંને કહ્યું હતું. આ શું કરો છો? આહાહા.!
અહીં તો પરમાત્મા. સંતો પરમાત્મા જ છે. આહાહા...! પરમ આત્મા છે. એ જગતના ધર્મી જીવોની સ્થિતિ શું હોય છે તેનું વર્ણન પોતાના અનુભવથી કહે છે. આહાહા...! ધર્મીને. આહાહા.! અજ્ઞાનમય ભાવ જે રાગબુદ્ધિ, તેનો અભાવ છે તેથી રાગબુદ્ધિએ પ્રવર્તતો જોવામાં આવતો નથી. આહાહા...! “એને કેવળ વિયોગબુદ્ધિએ જ પ્રવર્તતો....” રાગની પણ હેયબુદ્ધિએ પ્રવર્તતો દેખાય છે. આહાહા.! ઉપાદેયબુદ્ધિ તેની ટળી ગઈ છે. આહાહા...! ભગવાનઆત્માને
જ્યાં ઉપાદેયપણે જાણ્યો, એણે રાગને હેયબુદ્ધિએ ટાળ્યો છે. આહાહા...! અને જેણે રાગની ઉપાદેયબુદ્ધિ કરી તેણે ભગવાન આત્માનો અનાદર, હેય કર્યો. શું કહ્યું છે? જેણે વર્તમાન રાગની ઉપાદેયબુદ્ધિ કરી તેણે ભગવાન અનાકુળ આનંદનો નાથ, તેને હેય કર્યો. આહા...! અને જેણે ભગવાન જ્ઞાયકમૂર્તિ ઉપાદેયપણે જાણ્યો, એને રાગ હેયબુદ્ધિએ પ્રવર્તે છે. આહાહા...!
અરે...! આ ટાણા ક્યાં છે? ભાઈ! જુઓને! આ “મોરબીમાં કેટલું થઈ ગયું ? આહા...! ઓલી બાઈ હતી, નહિ? બિચારી અપંગ. “દલીચંદભાઈના નાના ભાઈ. એ બિચારીને ઉપર ચડાવી. ઉપર અહીં સુધી પાણી આવ્યું, અંતે તણાણા, મરી ગયા. ખેંચી લીધા. મડદું થઈ ગયા). આહા.! આવી સ્થિતિ, બાપુ! આહાહા...! આવું કરવાનું તો આ છે.
ધર્મજીવની કેવી બુદ્ધિ હોય તે પહેલું અહીં વર્ણન કરે છે. ધર્મી રાગબુદ્ધિએ પ્રવર્તતો હોય નહિ. કેમકે રાગ તે અજ્ઞાનમય ભાવ છે, તેનો તેને અભાવ છે અને જ્ઞાનમય ભાવ એવો ભગવાન તેનો તેને સદ્ભાવ છે. આહાહા...! સમજાણું કાંઈ? ઝીણું પડે પણ માર્ગ આ છે. આહા...! કેવળ વિયોગબુદ્ધિએ...” રાગબુદ્ધિનો અભાવ છે એ તો સિદ્ધાંત કહ્યો અને કેવળ વિયોગબુદ્ધિએ, રાગ છે ખરો. હૈ? આહા.! પણ વિયોગબુદ્ધિએ-હેયબુદ્ધિએ. આહાહા...! ચાહે તો શુભ પ્રશસ્ત રાગ હો, ધર્મીને હેયબુદ્ધિએ પ્રવર્તે છે. આહાહા...! સમજાય છે કાંઈ?
હેયબુદ્ધિએ જી પ્રવર્તતો તે ખરેખર પરિગ્રહ નથી.” આહાહા.! રાગને હેયબુદ્ધિએ પ્રવર્તતો દેખે તેને પરિગ્રહ ક્યાંથી આવ્યો? આહાહા! તેને રાગનો અને પરનો પરિગ્રહ ક્યાં છે? આહાહા...! “માટે પ્રત્યુત્પન કર્મોદય-ઉપભોગ... આ કારણે વર્તમાન મળેલા કર્મના ઉદયથી