________________
ગાથા- ૨૧૫
૩૨૫
આવા ત્રણ જણા મુખ્ય માણસો, એનો અનાદર અને એને છૂટું થવું પડ્યું. આવી દશા, આવો માર્ગ મળ્યો એને આ? આહાહા.! “લાલચંદભાઈ! “લાલચંદભાઈને આમાં ક્યાંક પડવું પડશે. તમારો મિત્ર છે. ત્રણ તો ભલા માણસ છે. ત્રણને પોતાને જુદા થવું પડ્યું બિચારાને. આહાહા.! અમે તો કાગળ વાંચીને.. કો'ક મુમુક્ષુનો પત્ર છે. નનામો છે, નનામોકોના કોના નામ છે એના નામ પણ આપ્યા છે. અરે.! વાંક કોના? પ્રભુ! આ શું છે આ?
ભગવાન તું તો જ્ઞાતા જ્ઞાયક છો ને નાથ! આહા! એ જ્ઞાયકને વર્તમાનમાં ભોગની વાંછા હોય તો તેને પરિગ્રહપણું હોય), એને રાગપણું તો અજ્ઞાન ભાવ છે. આહાહા...! રાગબુદ્ધિએ પ્રવર્તતો દેખવામાં આવતો નથી, આચાર્ય એમ કહે છે, ભાઈ! આહાહા...! કારણ? રાગભાવે–બુદ્ધિએ-રાગબુદ્ધિએ પ્રવર્તતો જોવામાં આવતો નથી...... આહાહા...! ધર્મીને તો અજ્ઞાનમય ભાવ, રાગબુદ્ધિ તેનો તો અભાવ છે. આહા..! રાગ એ તો અજ્ઞાનભાવ છે, એમાં મારાપણાનો તો અભાવ છે. આહાહા...! શું શૈલી! આહા! ગજબ વાત છે. વસ્તુની પ્રસિદ્ધિ કરવાની રીત), આનું નામ “આત્મખ્યાતિ' છે ને? સંસ્કૃત ટીકા “આત્મખ્યાતિ' છે આત્માની પ્રસિદ્ધિની રીત કોઈ અલૌકિક (છે). આહા.!
ધર્માજીવ એને કહીએ કે જેને વર્તમાન ભોગ રાગબુદ્ધિએ પ્રવર્તે નહિ. આહાહા.... કારણ કે રાગ તો અજ્ઞાનમય ભાવ છે. એની બુદ્ધિ જ્ઞાનીને હોતી નથી. આહાહા...! એક વાત. બીજી વાત. “અને કેવળ વિયોગબુદ્ધિએ જ હેયબુદ્ધિએ જી પ્રવર્તતો દેખાય છે. આહાહા...! રાગબુદ્ધિએ પ્રવર્તતો દેખાતો નથી, એનું કારણ કે રાગબુદ્ધિ તે અજ્ઞાનભાવ છે તેનો અભાવ છે. બીજું, કે કેવળ વિયોગબુદ્ધિએ પ્રવર્તતો દેખાય (છે). આહાહા...! રાગમાં વિયોગબુદ્ધિએ પ્રવર્તતો દેખાય છે. આહાહા...! સ્વભાવની આદરબુદ્ધિએ દેખાય છે, કહે છે. આહાહા...! અરે.! એ વાત ક્યાં મળે? પ્રભુ! આહાહા! આવો માર્ગ.
કેવળ વિયોગબુદ્ધિએ કેવળ વિયોગબુદ્ધિએ. દુશ્મનની જેમ વિયોગ ઇચ્છે એમ રાગનો વિયોગબુદ્ધિએ ભાવ છે. આહાહા...! રાગના રસબુદ્ધિએ ભાવ નથી. આહાહા.! આત્માના આનંદના રસબુદ્ધિએ રાગની રસબુદ્ધિ ઊડી ગઈ છે. આહાહા. “અમૃતચંદ્રાચાર્યે તો અમૃત વહેવડાવ્યા છે. આહાહા.! એવા સંતોના વિરહ પડ્યા. આવા કાળે આવા સંત ને આવી (વાત). આહા.!
ભૂતકાળનો પરિગ્રહ તો નથી એટલે કે એની કાંઈ રાગબુદ્ધિ પરિગ્રહપણું નથી. વર્તમાનમાં છે એ વાંછા હોય તો પરિગ્રહ (છે), એમ પહેલો સિદ્ધાંત કહ્યો. ભવિષ્યની પણ વાંછા, વર્તમાન રાગબુદ્ધિએ પ્રવર્તે તો એનો પરિગ્રહ ગણાય. ભવિષ્યની વાંછા હોય તો તેને પરિગ્રહ ગણાય. હવે કહે છે કે, વર્તમાનમાં, આહાહા.! રાગબુદ્ધિએ પ્રવર્તતો જોવામાં આવતો નથી. આહાહા..! અમે તો એમ કહીએ છીએ (એમ) મુનિરાજ કહે છે અને એમ અમે જાણીએ છીએ. રાગની બુદ્ધિએ ધર્મીને રાગનો રસ અજ્ઞાનભાવનો અભાવ હોવાથી રાગબુદ્ધિએ પ્રવર્તતો