________________
૩૨૪
સમયસાર સિદ્ધિ ભાગ-૭ પરિગ્રહપણાને પામે નહિ, કેમકે છે નહિ. ભવિષ્યનો પરિગ્રહ વાંછા કરે તો પરિગ્રહપણાને પામે. વર્તમાન પરિગ્રહ – રાગબુદ્ધિ કરે, રાગપણે) પ્રવર્તે તો પરિગ્રહપણાને પામે. આહાહા...! પ્રત્યુત્પન્ન કર્મોદય ઉપભોગ...” એટલે વર્તમાન. ‘કર્મોદય ઉપભોગ જ્ઞાનીને રાગબુદ્ધિએ પ્રવર્તતો જોવામાં આવતો નથી. આહાહા.! વર્તમાન ઉપભોગ રાગનો આદર થઈને જોવામાં આવતો નથી, કહે છે. આહાહા...! જ્યાં ભગવાન જ્ઞાયકસ્વરૂપનો આદર છે ત્યાં રાગબુદ્ધિએ જ્ઞાનીને ઉપભોગ જોવામાં આવતો નથી, કહે છે. આહાહા..! સમજાય છે કાંઈ?
પ્રત્યુત્પન્ન કર્મોદય ઉપભોગ...” ધર્મીને “રાગબુદ્ધિએ પ્રવર્તતો જોવામાં આવતો નથી.” એ મારા છે, એમ માન્યતાથી એની પ્રવૃત્તિ નથી. આહાહા...! રાગની રુચિથી પ્રવર્તતો દેખાતો નથી. આહા...! આવો માર્ગ. “કારણ કે જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ.... આહાહા.! જે રાગબુદ્ધિ તેનો અભાવ છે;” રાગની રુચિનો પ્રેમ તે તો અજ્ઞાનભાવ છે એનો તો એને અભાવ છે. આહાહા.! “જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ જે રાગબુદ્ધિ... રાગનો રસ ને પ્રેમ. આહાહા...! એ અજ્ઞાનભાવ તો ઊડી ગયો છે, કહે છે. તેનો તેને અભાવ છે. આહાહા! સમજાય છે? પ્રભુ! આ વાત આવી છે, ભગવાના આહાહા.!
વર્તમાનમાં જ્ઞાનીને રાગબુદ્ધિએ એટલે આદરબુદ્ધિએ પ્રવર્તતો ઉપભોગ દેખાતો નથી. આહાહા.. જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ જે રાગબુદ્ધિ તેનો અભાવ છે. માટે રાગબુદ્ધિએ પ્રવર્તતો જોવામાં આવતો નથી. આહાહા...! સમજાણું કાંઈ? આવો માર્ગ. આહાહા...! ત્રણ તો પહેલી વાત કરી. હવે ત્રણની વાસ્તવિકતા બતાવે છે કે, પ્રત્યુત્પન જે ભોગ છે. આહાહા...! એ રાગબુદ્ધિએ એટલે રાગની રુચિઓ, રાગના સ્વીકારથી વર્તમાન ભોગ દેખાતો નથી. આહાહા...! સમજાય છે કાંઈ? કારણ? દેખાતો નથી એનું કારણ? ધર્મીને અજ્ઞાનમય ભાવ (જી રાગ. રાગ તો અજ્ઞાનમય છે, પ્રભુ તો આનંદ અને જ્ઞાનમય છે. આહાહા..! ઓહોહો...! એવી જેની દૃષ્ટિ થઈ છે કે, હું તો ચૈતન્ય આનંદ જ્ઞાનમય છું, જ્ઞાયક છું એવો જ્યાં સ્વીકાર અંદર અનુભવમાં (થયો છે), એને વર્તમાન ભોગ રાગબુદ્ધિએ પ્રવર્તતો દેખાતો નથી. કારણ? કારણ કે રાગબુદ્ધિ તે અજ્ઞાનભાવ છે તેનો તેને અભાવ છે. આહાહા.! આ શૈલી તો જુઓ! એની શ્રદ્ધામાં તો પહેલું નક્કી કરે. આહાહા.! સમજાણું કાંઈ? આહાહા.! શું શૈલી! શું વસ્તુની સ્થિતિની મર્યાદાના કથનો! ઓહોહો...!
ધર્મીને આત્મા તત્ત્વ છે તે ચિતયો છે, અનુભવ્યો છે, જાણ્યો છે. તેથી તેને કર્મોદયનો વર્તમાન ઉપભોગ સામગ્રી, શરીર, સ્ત્રી, કુટુંબ-પરિવાર, પૈસા, આબરુ-કીર્તિ વગેરે તેને મારાપણે પ્રવર્તતો જોવામાં આવતો નથી. આહાહા...! કારણ? મારાપણે જોવામાં આવતો નથી એનું કારણ કે, રાગમાં પોતાપણાની બુદ્ધિ ને ઊડી ગઈ છે. આહાહા...! જુઓ તો સિદ્ધાંત! આહાહા.! સમજાય છે કાંઈ?
આ “ભાવનગરની તકરારનો કાલે પત્ર આવ્યો છે. એ શોભે છે ‘ભાવનગરવાળાને?