________________
ગાથા– ૨૧૫
૩૨૩ આહાહા.! “જ્ઞાનીને ત્રણે કાળ વર્તમાન, ભૂત અને ભવિષ્ય ત્રણે કાળમાં, ત્રણે કાળ ત્રિકાળી ભગવાન જ્ઞાયકભાવની દૃષ્ટિ હોવાથી તેની તેને પક્કડ ને પરિગ્રહ હોવાથી પરનો પરિગ્રહ એને નથી. આહાહા. એ વાત કહે છે. છે ને? આહાહા. ૨૧૫.
उप्पण्णोदयभोगो वियोगबुद्धीए तस्स सो णिच्चं । कंखामणागदस्स य उदयस्स ण कुव्वदे णाणी।।२१५।। ઉત્પન ઉદયનો ભોગ નિત્ય વિયોગભાવે જ્ઞાનીને,
ને ભાવી કર્મોદય તણી કાંક્ષા નહીં જ્ઞાની કરે. ૨૧૫. આહાહા.... કર્મના ઉદયનો ઉપભોગ ત્રણ પ્રકારનો હોય છે. મૂળ રકમ છે ભાઈ આ. આહાહા! જેને આત્મા પૂર્ણાનંદનો નાથ (છે) એવી પ્રતીતિમાં આવ્યો છે, જેનો ભરોસો પૂર્ણાનંદ પરમાત્મા છું એમ અનુભવ થઈને ભરોસો થયો છે. આહાહા...! એવા ધર્મી જીવને કર્મના ઉદયનો ઉપભોગ ત્રણ પ્રકારનો હોય.” આ ત્રણ પ્રકારનો નથી એમ કહીને પહેલું સમજાવે છે. આહાહા...!
અતીત ગયા કાળનો)...” પરિગ્રહ. વર્તમાનનો પરિગ્રહ (અને અનાગતનો. તેમાં પ્રથમ, જે અતીત ઉપભોગ...” ભૂતકાળનો ઉપભોગ તો વીતી ગયો છે. તે અતીતપણાને લીધે જ (અર્થાતુ વીતી ગયો હોવાને લીધે જી પરિગ્રહભાવને ધારતો નથી.” હવે એ તો ગયો છે અને પરિગ્રહપણું અત્યારે નથી). આહાહા...! હવે રહી વાત વર્તમાન અને ભવિષ્ય.
અનાગત ઉપભોગ જો વાંછવામાં આવતો હોય.” આહાહા...! ભવિષ્યનો ઉપભોગ (જો) વાંછવામાં આવતો હોય તો જ પરિગ્રહ હોય. તો જ પરિગ્રહભાવને પરિગ્રહપણાને) ધારે” આહાહા...! આ તો સીધો પહેલો ન્યાય મૂકે છે.
“અને જે પ્રત્યુત્પન્ન.” (અર્થાતુ) વર્તમાન છે તે રાગબુદ્ધિએ પ્રવર્તતો હોય તો જ પરિગ્રહભાવને ધારે.” ત્રણ પ્રકાર કહ્યા. ભૂતકાળનો પરિગ્રહ હતો, વીતી ગયો એટલે હવે એ છે નહિ. ભવિષ્યની જો વાંછા કરે તો એ પરિગ્રહપણાને પામે. વર્તમાનમાં પણ પ્રત્યુત્પન ભોગ તે રાગબુદ્ધિએ પ્રવર્તતો હોય.” આહાહા.! “તો જ પરિગ્રહભાવને ધારે.” ત્રણ ન્યાય સમજાણા? પછી શું છે એ પછી કહેશે.
ધર્મી જીવને આત્મા આનંદનો નાથ પ્રભુ (છે), આહા! એવી જેને અંદર પ્રતીતિ, વિશ્વાસ, વેદન–અનુભવ સમ્યગ્દર્શનની પહેલી દશા પ્રગટ થઈ છે)... આહાહા...! તેને ત્રણ પ્રકારનો પરિગ્રહ (નથી). જે ભૂતકાળનો હતો એ વીતી ગયો છે. એટલે એ પરિગ્રહપણાને પામતો નથી. ભવિષ્યની વાંછા કરે તો પરિગ્રહપણાને પામે અને વર્તમાનમાં... આહાહા.! રાગબુદ્ધિએ પ્રવર્તે તો પરિગ્રહપણાને પામે. આ ત્રણ સિદ્ધાંત મૂક્યા. આહાહા..!
હવે બીજો પેરેગ્રાફ. આ ત્રણ તો સિદ્ધાંત કહ્યા કે, ધર્મીને ગયા કાળનો પરિગ્રહ તો