________________
૩૨૨
સમયસાર સિદ્ધિ ભાગ-૭
કારણ કે જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ જે રાગબુદ્ધિ તેનો અભાવ છે; અને કેવળ વિયોગબુદ્ધિએ જ (હેયબુદ્ધિએ જ) પ્રવર્તતો તે ખરેખર પરિગ્રહ નથી. માટે પ્રત્યુત્પન્ન કર્યોદય-ઉપભોગ જ્ઞાનીને પરિગ્રહ નથી (–પરિગ્રહરૂપ નથી.)
જે અનાગત ઉપભોગ તે તો ખરેખર જ્ઞાનીને વાંછિત જ નથી (અર્થાત્ જ્ઞાનીને તેની વાંછા જ નથી) કારણ કે જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ જે વાંછા તેનો અભાવ છે. માટે અનાગત કર્મોદય-ઉપભોગ જ્ઞાનીને પરિગ્રહ નથી (-પરિગ્રહરૂપ નથી).
ભાવાર્થ :- અતીત કર્યોદય-ઉપભોગ તો વીતી જ ગયો છે. અનાગત ઉપભોગની વાંછા નથી; કારણ કે જે કર્મને જ્ઞાની અહિતરૂપ જાણે છે તેના આગામી ઉદયના ભોગની વાંછા તે કેમ કરે ? વર્તમાન ઉપભોગ પ્રત્યે રાગ નથી; કારણ કે જેને હેય જાણે છે તેના પ્રત્યે રાગ કેમ હોય ? આ રીતે જ્ઞાનીને જે ત્રણ કાળ સંબંધી કર્મોદયનો ઉપભોગ તે પરિગ્રહ નથી. જ્ઞાની જે વર્તમાનમાં ઉપભોગનાં સાધનો ભેળાં કરે છે તે તો પીડા સહી શકાતી નથી તેનો ઇલાજ કરે છે-રોગી જેમ રોગનો ઇલાજ કરે તેમ. આ, નબળાઈનો દોષ છે.
પ્રવચન નં. ૨૯૪ ગાથા-૨૧૫, ૨૧૬ રવિવાર, ભાદરવા સુદ ૪,
તા. ૨૬-૦૮-૧૯૭૯
‘નિર્જરા અધિકા૨’ છે, ભાઈ! જેની દૃષ્ટિ પ્રથમ રાગથી ભિન્ન પડી, ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ, એની અંતર દૃષ્ટિ થઈને નિર્વિકલ્પ અનુભવ થવો એ પહેલું કર્તવ્ય છે. આહાહા..! આ જ્ઞાની કોને કહેવો એની વ્યાખ્યા છે. હવે, જ્ઞાનીને...’ શબ્દ પડ્યો છે ને? જ્ઞાની કોને કહેવો? ભાઈ! આહાહા..! બહુ જાણપણું હોય એ અહીં પ્રશ્ન નથી. અહીં તો હવે પછીના શ્લોકમાં કહેશે. વેદ્ય-વેદકનું કહેશે. વિદ્વાન. છે? શ્લોક છે કે નહિ? ૧૪૭ શ્લોક છે ને? ૧૪૭ શ્લોકમાં ત્રીજા પદમાં વિદ્વાન (લખ્યું) છે. શ્લોક, હોં! કળશ, કળશ. ૧૪૭ કળશ છે ને એમાં ‘વિદ્વાન’ શબ્દ વાપર્યો છે. ત્રીજું પદ છે. વિદ્વાન એટલે કે આત્મજ્ઞાન છે તે વિદ્વાન છે. આહાહા..!
આત્મા અખંડાનંદ પ્રભુ! આહાહા..! શુદ્ધ ચૈતન્યઘન, તેનો જેને અંત૨માં સમ્યગ્દર્શનમાં, સમ્યજ્ઞાનમાં આદર થયો છે તેને અહીં વિદ્વાન કહેવામાં આવે છે. આહાહા..! એને અહીંયાં જ્ઞાની કહેવામાં આવે છે. આ શબ્દ છે ને? ‘હવે, જ્ઞાનીને...’ એ શબ્દ છે ને? આહા..! જેને આત્મા આનંદનો કંદ પ્રભુ, તેની જેને દૃષ્ટિ થઈ છે, આહા..! એ જ પહેલું કર્તવ્ય અને ક૨વા લાયક છે. આહાહા..! જ્ઞાનીને ત્રણે કાળ સંબંધી પરિગ્રહ નથી...' પરિગ્રહ જ્યાં જ્ઞાયકભાવનો પરિગ્રહ પકડ્યો.. આહાહા..! એને ત્રણે કાળના બીજા પદાર્થનો પરિગ્રહ નથી.