________________
સમયસાર સિદ્ધિ ભાગ-૭
૧૪
આદર થયા, એને હવે શેનો આદર રહે? એ અપેક્ષાએ વાત લીધી છે.
‘સમ્યગ્દષ્ટિને નિર્જરાનું નિમિત્ત જ થાય છે.’ અહીં પાઠમાં સચેત, અચેત છે કે નહિ? ‘બાળમવેવામિવાળ' બીજું પદ છે. દ્રવ્યનું અચેતન, દ્રવ્યનું એટલે ચેતન. ‘વર’, ‘વર’ છે ને? અનેરો. હવમોિિવયેર્દિ ઇન્દ્રિયથી ઉપભોગ કરવો. કોનો? ‘જ્વાળમ’ કયા દ્રવ્યનો? ‘ઘેવબાળમિતરા’ અચેતન અને ચેતન, બેનો. પાઠ છે કે નહિ? આહાહા..! ‘નં વિ સમ્મવિટ્ટી’ચેતનનો જે સમ્મવિટ્ટી” ભોગ કરે. આહાહા..! તે ઇન્દ્રિયથી. એમ થયું ને? ‘જીવમો મિલિયેનિં’ ઇન્દ્રિયથી સચેત સ્ત્રી આદિનો ભોગ લે. આહાહા..! કંદમૂળ ખાય, લીલોતરી ખાય. કંદમૂળ નહિ, એ તો લીલોતરી ખાય. આહાહા..! કંદમૂળ તો ન હોય. ખરેખર તો રાત્રિભોજન પણ ન હોય. રાત્રિભોજનમાં જીવાત છે, જીવાત. આ તો એને યોગ્ય જે છે. આવું તો ન હોય, પણ એને યોગ્ય હોય એવા રાગ આવે. છતાં તે રાગની બુદ્ધિ નથી, રુચિ નથી, રસ નથી, ઉલ્લસિત વીર્ય નથી, ત્યાં ખેદ વર્તે છે. રાગમાં જ્ઞાનીને ખેદ વર્તે છે. તેથી તેનો ઉપભોગ નિર્જરાનું નિમિત્ત (કહ્યું છે). દૃષ્ટિના જોરથી અને દૃષ્ટિનો વિષય ભગવાન પૂર્ણાનંદ પ્રભુ, એને આશ્રયે તે કહેવામાં આવ્યું છે. આહાહા..!
-
આથી (આ કથનથી) દ્રવ્યનિર્જરાનું સ્વરૂપ કહ્યું.’ પૂર્વે જે ૫૨માણુ બંધાયેલા, તેનું ખરી જવું. દ્રવ્યનિર્જરા જડ, જડ, જડનું ખરી જવું. આહાહા..! નિર્જરાનું નિમિત્ત જ થાય છે એટલે નિમિત્તકા૨ણ થાય છે, એમ. નિર્જરાનું કારણ થાય છે. સમજાણું? નહિતર એમ થે કે, પૂર્વનું કર્મ ખરે છે એમાં જ્ઞાનીનું નિમિત્ત જ છે. ખરવામાં નિમિત્ત છે. પણ અહીં તો નિર્જરાનું નિમિત્ત જ છે એટલે નિર્જરાનું કારણ જ છે. આહાહા..! કારણના અર્થમાં છે. આહાહા..! ભાવાર્થ :- સમ્યગ્દષ્ટિને જ્ઞાની કહ્યો છે...' આહાહા..! અને જ્ઞાનીને રાગદ્વેષમોહનો અભાવ કહ્યો છે;...' એ અપેક્ષાએ. અનંતાનુબંધીનો (અભાવ થયો છે) માટે સમ્યગ્દષ્ટિ વિરાગી છે.’ સમ્યગ્દષ્ટિ વિરાગી છે. આહાહા..! વૈરાગી છે અથવા વિરાગી છે એટલે રાગ વિનાનો છે. આહાહા..! તેને ઇન્દ્રિયો વડે ભોગ હોય તોપણ તેને ભોગની સામગ્રી પ્રત્યે રાગ નથી.’ જોયું? ઇન્દ્રિયો વડે ભોગ હોય, પાઠ છે ને? તોપણ તેને ભોગની સામગ્રી પ્રત્યે રાગ નથી.’ આહાહા..! તે જાણે છે કે આ ભોગની સામગ્રી) પદ્રવ્ય છે. મારે અને તેને કાંઈ નાતો નથી;...' જોયું? પદ્રવ્યને અને આત્માને કાંઈ સંબંધ નથી. નાતો એટલે સંબંધ. આહાહા..! મારે અને દીકરાને અને મારે અને બાયડીને અને મારે અને શરી૨, બીજાને અને મારે ને પૈસાને કાંઈ નાતો નથી. મારો આ દીકરો, એ નાતો જ નથી કહે છે, સમિકતીને. આહાહા..! એ સંબંધ જ તૂટી ગયો છે. આહાહા..! ‘શશીભાઈ’ !
આ મારી ઘરવાળી છે, કોઈ પૂછે તો ભાષા બોલે. અંદરમાં કાંઈ ન મળે. મારા ઘરમાં કોઈ છે જ નહિ, મારું ઘર તો મારી પાસે છે. આહાહા..! આવો આંતરો અંતરના ભાવને લઈને છે, એમ કહે છે. ભાષા તો બીજી શું બોલે? આ દીકરો કોનો છે? (એમ પૂછે તો