________________
ગાથા– ૨૩૬
પપપ આનંદમૂર્તિ ભગવાન, એ સ્વ, એનો ગુણ સ્વ, દ્રવ્ય સ્વ અને નિર્મળ પર્યાય થઈ એ સ્વ, એનો એ સ્વામી છે. રાગાદિ આવે એનો એ સ્વામી ધર્મી છે નહિ. આહા.! સમજાણું? આવી વાતું આકરી પડે, શું થાય? ભાઈ! અરે.રે.! અનંતકાળથી રઝળે છે.
જેવી રીતે-કોઈ પુરુષ... દૃષ્ટાંત આપે છે. “પરાયું દ્રવ્ય ઉધાર લાવે તેમાં તેને મમત્વબુદ્ધિ નથી... આહાહા..! આ છોકરાના લગન હોય અને મોટા ગૃહસ્થ પાસેથી) પાંચ-દસ હજારનો દાગીનો લઈ આવે, વરઘોડે ચડે ને તો નાખવા માટે પણ એ માને કે આ મારું છે? હૈ? સાધારણ હોય, એની પાસે કંઈ બે-પાંચ હજારનો દાગીનો હોય પણ વધારે હોય તો પછી કિશોરભાઈને કહે કે, એક દસ હજારનો દાગીનો આપજો. લાવીને વરઘોડે નાખે. એને પોતાનું માને? “કાંતિભાઈ! આહાહા...! કોઈ પુરુષ પરાયું દ્રવ્ય ઉધાર લાવે તેમાં તેને મમત્વબુદ્ધિ નથી, વર્તમાનમાં તે દ્રવ્યથી કાંઈ કાર્ય કરી લેવું હોય તે કરીને...” બે-ત્રણ દિ છોકરાને વરઘોડે ચડાવે, દાગીના પહેરાવે, સારા લૂગડાં કોઈ કોટ ઊંચા હોય, મલમલના કે કોક ઊંચા શેઠિયાઓને ત્યાંથી લઈ આવે પણ ઈ કંઈ મારું માને એમ મારું માને છે? મારા દીકરાએ પહેર્યું માટે મારું છે એમ માને છે)? આહાહા...!
‘તે કરીને કરાર પ્રમાણે.” જોયું? “તે કરીને કરાર પ્રમાણે.' શેઠિયાને કહે, ભાઈ! આ અમે બે દિ', ત્રણ દિ રાખશું. તમારો દાગીના ને આ કપડા ત્રણ દિ રાખશું પછી તમને આપી દઈશું. “કરાર પ્રમાણે નિયત સમયે...” નિયત એટલે નિશ્ચય સમયે. જે સમય નક્કી કર્યો હોય કે, ત્રણ દિ પછી એને તમને આપી દઈશું. એ ધણીને આપી દે છે; નિયત સમય આવતાં સુધી તે દ્રવ્ય પોતાના ઘરમાં પડ્યું રહે તોપણ તે પ્રત્યે મમત્વ...” મારું છે એમ નથી. આહાહા. માળી દૃષ્ટાંત દીધો છે ને એમ બને છે ને અત્યારે? શેઠિયાઓ પાસેથી લઈ આવે. આહા.! “ઘરમાં પડયું રહે તોપણ તે પ્રત્યે મમત્વ નહિ હોવાથી તે પુરુષને તે દ્રવ્યનું બંધન નથી... આહાહા.! ધણીને દઈ દીધા બરાબર જ છે;” એ ધણી નહિ, પરનું જ છે, દઈ દીધા બરાબર છે. આહા.!
તેવી જ રીતે-જ્ઞાની... સમ્યગ્દષ્ટિ જીવ. આહાહા.! અરે.. સમ્યગ્દર્શન શું ચીજ છે, બાપુ એ લોકોને ખબર નથી. બહારમાં માની બેઠા, દેવ-ગુરુ-શાસ્ત્રને અમે માનીએ છીએ. હવે વ્રત લઈ લ્યો. બધો મિથ્યા ભ્રમ છે. આહાહા...! ઓહોહો...! પૂર્ણાનંદના નાથનો જ્યાં અંદર સ્વીકાર થાય, એનો સ્વીકાર થઈ, સત્કાર થઈને અનુભવ થાય એવી દૃષ્ટિને અહીંયાં સમ્યગ્દષ્ટિ કહે છે. આહાહા. ભાષા સમજાય છે ગુજરાતી થોડી થોડી? આહા. “જ્ઞાની કર્મદ્રવ્યને પરાયું જાણતો હોવાથી...” શું કહે છે, જોયું? ધર્મી જીવ તો (એમ જાણે છે કે, કર્મ જડ છે, અજીવ છે, પર દ્રવ્ય છે એ તો, પરદ્રવ્ય મારી ચીજ નથી. આહાહા...! અજીવ છે તેને મારું માને? કર્મ તો અજીવ છે, જડ છે, માટી છે, ધૂળ છે, પુગલ છે. આહાહા...! એ અજીવ તત્ત્વને, જીવતત્ત્વ જાણેલો પોતાનું માને? આહાહા...!