________________
પપ૪
સમયસાર સિદ્ધિ ભાગ-૭ વાત કરી. મિથ્યાત્વની પ્રધાનતાથી બંધ થાય એનો નિષેધ કર્યો. બાકી બિલકુલ બંધ જ નથી એમ નથી. આહાહા...! સમકિતીને અવ્રતના ભાવ છે, પ્રમાદનો ભાવ છે, કષાયનો ભાવ છે એ બધું બંધનું કારણ છે. આહાહા.! મુનિને પણ હજી રાગ, પ્રમાદ, પંચ મહાવ્રતના પરિણામ છે એ બંધના કારણ છે. આહાહા...! અરે.રે.! આવી વાતું. વીતરાગ માર્ગ બહુ અલૌકિક છે, બાપુ અને વાણિયા ને વેપાર-ધંધા આડે સત્ય શું છે એનો નિર્ણય કરવાની નવરાશ ન મળે. આ ઠપકો અપાય છે. નિવૃત્તિથી સત્ય શું છે અને અસત્ય શું માનીએ છીએ? અરે ! પ્રભુ એને નિર્ણય કરવાના ટાણાય નહિ, ભાઈ! આવા મનુષ્યપણા મળ્યા. વીતરાગની વાણી કાને પડી. આહાહા...!
અહીં તો કહે છે કે, સમ્યગ્દષ્ટિને આત્માનું જ્ઞાન ને ભાન, અનુભવ છે તેથી તેને મિથ્યાત્વ નથી. તેથી તેને પૂર્વના કર્મનો ઉદય છે એ ખરી જાય છે. થયું અને વર્તમાનમાં જે રાગાદિ થાય છે, નવું બંધન એ પણ ખરી જવાનું છે માટે ખરી જાય છે એમ કીધું. શું કહ્યું સમજાણું? કે આત્મા પૂર્ણાનંદના નાથના જેના અંતરના ભેટા અનુભવમાં, સમ્યગ્દર્શનમાં થયા; સમ્યફ-સત્ય દર્શન પૂર્ણાનંદનો નાથ એનું દર્શન થયું, તેનો અનુભવ થયો, એને આનંદનો સ્વાદ આવ્યો, આહાહા... એવા સમ્યગ્દષ્ટિને પૂર્વના કર્મનો ઉદય છે એ ખરી જાય છે. એને આદર નથી. ત્યારે કહે, રાગ છે એનું બંધાય છે ને થોડું? તો કહે છે), એ પણ ખરી જાય છે. ખરી જશે એને) ખરી જાય છે એમ કહ્યું. આહાહા...! ઝીણી વાત છે, ભાઈ! વીતરાગ ત્રણલોકના નાથ પરમાત્માનો માર્ગ કોઈ અલૌકિક છે. આહા...! અત્યારે તો લોકોએ બહારમાં બધું મનાવી લીધું. આહાહા.!
કેમ ખરી જાય છે? “તેને તે કર્મના સ્વામીપણાનો અભાવ હોવાથી...' છે ને? પૂર્વના કર્મનો સ્વામી નથી અને વર્તમાન રાગનોય સ્વામી નથી. આહાહા.! આ મિથ્યાત્વની અપેક્ષાએ, હોં તે આગામી બંધરૂપ નથી, નિર્જરરૂપ જ છે.” નિર્જરારૂપ જ છે. આહાહા! જેવી રીતે–' આહાહા...! હવે મુનિવ્રત ધારે, પંચ મહાવ્રત લ્ય, નિરતિચાર પાળે તો પણ તેને દુઃખની દશા છે, એને ધર્મ માને છે. તેથી તે મિથ્યાદૃષ્ટિ છે, એને મિથ્યાત્વનો આકરો બંધ પડે છે. અને સમકિતીને રાગ જરી થાય છે તેનો થોડો બંધ પડે એ બંધ પણ ખરી જો એમ અહીં કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? અરે.. આવી વાતું આકરી લાગે લોકોને, શું થાય?
ભાઈ! તારું સત્ય શું છે એને શોધવા જા તો તને મળશે. આહા...! પ્રભુને શોધ, એને પગલે-ડગલે ત્યાં જા. આહાહા...! ત્યાં આગળ ભગવાન પૂર્ણાનંદનો નાથ બિરાજે છે. અંતરાત્મા, તેને અનુભવ, દૃષ્ટિમાં લે, અનુભવ કર. એ અપેક્ષાએ તેને પૂર્વનું કર્મ નિર્જરી જાય છે, નવું બંધાય એ પણ નિર્જરી જશે એટલે નિર્જરી જાય છે એમ કહ્યું. કેમકે એનો સ્વામી નથી. જ્યાં સ્વસ્વરૂપનો સ્વામી થયો. આહાહા! સ્વસ્વામીસંબંધ નામનો એક આત્મામાં ગુણ છે. અનંતગુણ છે એ માહેલો એક ગુણ છે. સ્વસ્વામીસંબંધ. તો સ્વ નામ આત્મા