________________
ગાથા– ૨૩૬,
પપ૩ પાણી, અધમણ પાણી, એક પાણીના બિંદુમાં અસંખ્ય જીવ. એવા દસ-દસ શેર, પંદર શેર પાણી બનાવે ત્યે ને એને માટે લ્યુ. એ.ઇ..! કાંતિભાઈ એ તો શેઠિયા છે ને. એણે કર્યું છે ને બધું. આ તો વસ્તુની સ્થિતિ જાણવા માટે. આહાહા...!
એને માટે કરેલા છે, ઇ લ્ય છે એ જ મહાપાપ છે. લેનારનેય પાપ છે અને દેનારનેય પાપ છે. કારણ કે સાધુ માનીને આપે છે તો એને મિથ્યાત્વ છે અને ઓલો સાધુ છું એમ માનીને લે છે તો એને પણ મિથ્યાત્વ છે. આહાહા! આવી વાતું છે. એ અહીં કહે છે. મિથ્યાત્વની પ્રધાનતામાં હયાતીમાં જ બંધ કહ્યો છે. જેની શ્રદ્ધા હજી વિપરીત છે. આહાહા...! જેના શ્રદ્ધાના ઠેકાણા નથી એની પ્રધાનતાથી એને જ બંધનું કારણ કહ્યું છે.
“સિદ્ધાંતમાં ગુણસ્થાનોની પરિપાટીમાં ચારિત્રમોહના ઉદયનિમિત્તે સમ્યગ્દષ્ટિને જે બંધ કહ્યો છે... છે ને? સમ્યગ્દષ્ટિને ઓલામાં ના પાડીને હવે કહે છે કે, બંધ કહ્યો છે ને? તે પણ નિર્જરારૂપ જ.” છે. આહા...! અપેક્ષાથી ગયું છે ને એને? દૃષ્ટિનું જોર છે ને? એ તો શાસ્ત્રમાં એમેય આવ્યું છે કે, જ્ઞાનીનો ભોગ નિર્જરાનો હેતુ. નિર્જરામાં અધિકાર આવી ગયો છે. સમકિતી ભોગ ભોગવે એ નિર્જરાનો હેતુ છે. એ ભોગ નિર્જરાનો હેતુ હોય? ભોગ તો પાપ છે. એ તો એને ભોગનો આદર નથી અને દૃષ્ટિનું જોર છે એ અપેક્ષાએ કહ્યું છે. પણ એમ જ માની લ્થ કે ભોગ છે એ નિર્જરાનો હેતુ છે. તો પછી ભોગ છોડીને ચારિત્ર ગ્રહણ કરવું એ તો રહેતું નથી. એમ નથી. એ તો દૃષ્ટિના જોરમાં સ્વભાવનો આદર છે અને તેથી તેને રાગનો આદર નથી અને તેથી તેને થોડો રસ ને સ્થિતિ પડે છે, તેને ગૌણ કરીને નિર્જરા કહેવામાં આવી છે. આહાહા...! એમાં ખેંચાતાણ કરી નાખે કે ભોગમાં નિર્જરા જ છે. એમ નથી. તેમ ભાગમાં નિર્જરા કીધી છે ને સિદ્ધાંતે? એ તો કઈ અપેક્ષાએ? ભાઈ: મિથ્યાત્વથી જે બંધ પડતો તેટલો બંધ એને નથી. તેથી એ બંધને ગૌણ કરી સ્થિતિ, રસ થોડો પડે તેને ગૌણ કરીને બંધ નથી એમ કહેવામાં આવ્યું છે. આહાહા! અરે.! ભાઈ! બંધ તો દસમા ગુણસ્થાન સુધી પડે છે. સમકિત થયું એટલે થઈ રહ્યું, બંધ ન પડે? કઈ અપેક્ષાએ કહ્યું છે? મિથ્યાત્વ સંબંધીનો જે બંધ છે તે બંધ નથી અને મુખ્યપણે એને બંધ ગણવામાં આવ્યો છે. એ અપેક્ષાએ બંધ નથી એમ કીધું. પણ સમકિત થઈને એમ જ માની લે કે અમારે તો હવે કાંઈ બંધ છે જ નહિ. એ સ્વચ્છંદી છે. આહાહા.! અહીં તો ભઈ! જે વાત સત્ય હશે તેમ રહેશે. અહીં કંઈ કોઈનો પક્ષ નથી. આહા.!
અહીં કહે છે કે, સિદ્ધાંતમાં...” છે? બંધ કહ્યો છે તે પણ નિર્જરારૂપ જ.” છે. આવી ગયું. ચારિત્રમોહ થયો ને? “–નિર્જરા સમાન જી જાણવો કારણ કે સમ્યગ્દષ્ટિને જેમ પૂર્વે મિથ્યાત્વના ઉદય વખતે બંધાયેલું કર્મ ખરી જાય...” આહાહા...! શું કહે છે? સમ્યગ્દર્શનમાં આત્માના અનુભવમાં આનંદની દશા વર્તે છે. તેને પૂર્વનું કર્મ છે ઈ ખરી જાય છે. તેમ નવીન બંધાયેલું કર્મ પણ ખરી જાય છે. આહાહા.! એ સમ્યગ્દર્શનના જોરની અપેક્ષાએ