________________
ગાથા-૧૯૬
ગાથા-૧૯૬ ઉપર પ્રવચન
૪૭
હવે વૈરાગ્યનું સામર્થ્ય બતાવે છે :–' જોયું? શું કહે છે? ભગવાન પરિપૂર્ણ ૫રમાત્મા, એના ભાન ને જ્ઞાન ને આનંદના નમૂના વેઠ્યા, એના સામર્થ્યને લઈને કર્મનો ઉદય પણ ખરી જાય છે, એને બંધન થતું નથી. એ અસ્તિથી વાત કરી. અસ્તિ એટલે આવો આત્મા છે તેના આશ્રયે આનંદ આવ્યો માટે તેને કર્મબંધન થતું નથી તેમ અસ્તિથી કહ્યું. હવે વૈરાગ્યથી કહે છે. જેને આવા અસ્તિત્વનું ભાન થયું એને પુણ્ય અને પાપના વિકલ્પનો વૈરાગ્ય વર્તે છે. આહાહા..! જે અનાદિથી પુણ્યના પરિણામમાં રક્તપણું હતું એ વિરક્ત થાય છે. પોતાના પૂર્ણ અસ્તિત્વના પ્રેમના આનંદ આગળ એ રાગથી વિરક્ત થાય છે એનું નામ વૈરાગ્ય છે. વૈરાગ્ય કોઈ આ લૂગડાં ફેરવી નાખ્યા ને એકાદ પાતળું પહેર્યું એટલે એ વૈરાગી થયો (એમ નથી). આહાહા..! ઝભ્ભો કાઢી નાખ્યો અને ઉઘાડું ધોતિયું પહેર્યું એટલે થઈ ગયા ત્યાગી (એમ નથી), બાપા! આકરી વાતું, ભાઈ! આહા..!
અહીં તો કહે છે, વૈરાગ્યનું સામર્થ્ય. ઉ૫૨ સંસ્કૃતમાં છે ને? ‘ગ્રંથ વૈરાયસામર્થ્ય વર્ણયતિ અનુભવનું સામર્થ્ય બતાવ્યું પણ હવે પરથી અભાવ, પુણ્ય-પાપના બેય ભાવથી વૈરાગ્ય એનું સામર્થ્ય શું છે એ બતાવે છે.
जह मज्जं पिबमाणो अरदीभावेण मज्जदि ण पुरिसो ।
दव्वुवभोगे अरदो णाणी वि ण बज्झदि तहेव ।।१९६ ।। જ્યમ અતિભારે મદ્ય પીતાં મત્ત ન બનતો નથી, દ્રવ્યોપભોગ વિષે અરત જ્ઞાનીય બંધાતો નથી. ૧૯૬.
આ વૈરાગ્યની વાત છે. ટીકા :– જેમ કોઈ પુરુષ, મદિરા પ્રત્યે જેને તીવ્ર અરતિભાવ પ્રવર્તો છે..’ દારૂ પ્રત્યે જેને તીવ્ર અરતિભાવ પ્રવર્તો છે. આહાહા..! ‘એવો વર્તાતો થકો,...’ પહેલી શરત આ. દિરા પ્રત્યે જેને તીવ્ર અરતિભાવ પ્રવર્તો છે...' રતિ(નો) અંશ રહ્યો નથી. આહા..! ‘એવો વર્તાતો થકો, મદિરાને પીતાં છતાં પણ,...' આહાહા..! એ તો ન્યાય આપે છે, હોં!
મદિરાને પીતાં છતાં પણ,...' મદિરા ન પીવે અને ઘેલછાઈ ન થાય એ વળી જુદી વાત, પણ આ તો પીવે છે અને ઘેલછાઈ ન થાય. આહાહા..! દારૂ પીવે અને દારૂનો રસ ન ચડે. આહાહા..! મદિરાને પીતાં છતાં પણ, તીવ્ર અરતિભાવના સામર્થ્યને લીધે મત્ત થતો નથી...' મૂર્ખાઈ જતો નથી, ગાંડો થતો નથી, પાગલ થતો નથી. મિદરાને લઈને જે પાગલ થઈ જાય છે એ આ મદિરા પ્રત્યેના પ્રેમ અને અરતિભાવને લઈને, કોઈ કા૨ણસર મદિરા પીવું પડ્યું છતાં તે મદ એને ચડતો નથી. દારૂનો મદ એને ચડતો નથી. આહાહા..!