________________
४८
સમયસાર સિદ્ધિ ભાગ-૭ તેમ જ્ઞાની પણ...” ધર્મી પણ. સ્વરૂપનો રસીલો ધર્મી, આહાહા.! “રાગાદિભાવોના અભાવથી...' એને રાગનો રસ ઊડી ગયો છે. સ્વરૂપના રસીકપણા આગળ જેને રાગનો રસ, ઉત્સાહ, ઉલ્લસિત વીર્ય, હોંશ, હરખ.... આહાહા..! ઊડી ગયો છે. આહાહા....! તેમ ધર્મી પણ. ધર્મ એટલે આત્માના અતીન્દ્રિય આનંદના અનુભવી. આહાહા...! એ ધર્મી. આહાહા...! અતીન્દ્રિય આનંદનો નાથ પ્રભુ, એનું વદન જેને છે તે જ્ઞાની. તે જ્ઞાની પણ. પણ કેમ (કહ્યું)? ઓલા દારૂનો દાખલો લીધો ને એટલે.
“રાગાદિભાવોના અભાવથી...” ઓલા મદિરા પીવાવાળાને અરતિ છે. પ્રેમ નથી પણ કોઈ કારણે પીવો પડે છે). આપણે આપે છે ને? કોઈ વખતે બાયુંને સુવાવડમાં આપે છે. એને કંઈ રસ ન હોય. વાણિયા કે બ્રાહ્મણ સુવાવડમાં એવું હોય તો સહેજ આપે છે પણ રસ ન હોય, રસ. મદિરાનું ઓલું એને ન ચડે. આહાહા...! એમ ધર્મી પણ રાગાદિભાવોના અભાવથી ભલે બીજે થોડો રાગ થાય પણ મૂળ અનંતાનુબંધી અને મિથ્યાત્વ સંબંધી જે રાગ (હતો) એ રસ તૂટી ગયો અને જે રસ અનંત કાળમાં નહોતો તે રસ આવ્યો. આહાહા.! અનંત અનંત કાળ વીત્યામાં પ્રભુનો રસ નહોતો એવો આત્મરસ જ્યાં આવ્યો... આહાહા...! એને “રાગાદિભાવોના અભાવથી.” એને રાગના રસના અભાવથી.
રસની વ્યાખ્યા કરી છે ને? કોઈપણ શેયમાં એકાગ્ર થવું. રસની વ્યાખ્યા આવે છે પહેલી – શરૂઆતમાં. “સમયસાર નાટક. આહાહા...! કોઈપણ શેયમાં એકાકાર થવું તેનું નામ રસ છે. નવ રસ નથી કહ્યા? શૃંગારરસ ને અદ્ભુતરસ ને આવે છે ને? નવ. નાટક તરીકે વર્ણન કર્યું છે ને. આહાહા...! એ રસના વર્ણનમાં શાંતરસનું વર્ણન બતાવતા એ વર્ણન કર્યું છે એમાં. શાંતિ... શાંતિ. એમ અહીંયાં કહે છે, ધર્મીને પણ... આહાહા. ધર્મી કોને કહીએ? ભાઈ! આહાહા...! આ તો અપવાસ કર્યા ને વર્ષીતપ કર્યા ને આ કર્યું, મંદિર બે-ચાર બંધાવ્યા એટલે માને) થઈ ગયા ધર્મી. શાસ્ત્રના જાણપણા કર્યા, લ્યોને! લોકોને સંભળાવ્યા (એટલે માને) થઈ ગયા ધર્મી. આહાહા.! પરની સાથે કાંઈ સંબંધ નથી.
અહીંયાં કહે છે, ધર્મીને રાગભાવના અભાવથી રાગનો ભાવ જ નથી, અહીં કહે છે. આત્માના આનંદના રસ આગળ રાગનો રસ જ ઊડી ગયો. આહાહા.! “સર્વ દ્રવ્યોના ઉપભોગ પ્રત્યે...” વજન અહીં આપ્યું. સર્વ દ્રવ્યોના ઉપભોગ પ્રત્યે...” જોયું? કોઈપણ દ્રવ્યના ઉપભોગ પ્રત્યે. આહાહા.! સ્વદ્રવ્યના જ્યાં આનંદના સ્વાદ આવ્યા. આહાહા.! અમૃતનો સાગર જ્યાં ઉછળ્યો, સમ્યગ્દર્શનમાં, સમ્યજ્ઞાનમાં અમૃતરસ જ્યાં ચાખ્યા. આહાહા! કહે છે, “સર્વ દ્રવ્યોના ઉપભોગ પ્રત્યે...” ચાહે તો ઈન્દ્રને ઈન્દ્રાણીનો ભોગ હોય કે ચક્રવર્તીને છ— હજાર
સ્ત્રી હોય. એક સ્ત્રીની હજાર દેવ સેવા કરે. બધા દ્રવ્યો પ્રત્યે. સર્વ દ્રવ્યો લીધા છે ને? એક સ્વદ્રવ્યના પ્રેમ આગળ સર્વ દ્રવ્યનો પ્રેમ ઊડી ગયો છે. આહાહા...! એક કોર રામ અને એક કોર ગામ.