________________
ગાથા ૧૯૬
૪૯
ભગવાનઆત્મા! આહાહા.! એના જેને રસ આવ્યા છે, રસ ચાખ્યા છે, કહે છે, એને પરમાં રાગાદિભાવો, સર્વ દ્રવ્યોના ઉપભોગ પ્રત્યે જેને તીવ્ર વૈરાગ્યભાવ પ્રવર્યો છે...” આહાહા.! આહા.! સ્ત્રી આદિ હોય એને નગ્નપણું હોય અને માતા ન્હાતી હોય. ખાટલાની આડશ રાખીને અંદર ન્હાતી હોય એમાં લૂગડું આડું ન હોય અને નગ્નપણું હોય, ન્હાવા ઉભી થઈ ગઈ અને છોકરો આવ્યો, છે નજર કરીયે? આહાહા.! માતા ન્હાય છે. સામું ન જોવે. એના શરીરની સામું ન જોવે. આહાહા...! એમ જ્યાં આત્માના આનંદના સ્વાદ આગળ સર્વ દ્રવ્ય પ્રત્યે રસ ઊડી ગયો છે, કહે છે. એક દ્રવ્યના રસ આગળ સર્વ દ્રવ્યનો રસ ઊડી ગયો છે. આહાહા.! આકરું કામ ઘણું, ભાઈ!
જ્ઞાની એટલે સ્વદ્રવ્યના રસીક જીવને) રાગાદિભાવના રસ અને સર્વ દ્રવ્યોના ઉપભોગ પ્રત્યેનો રસ ઊડી ગયો છે. જેને તીવ્ર વૈરાગ્યભાવ...” એકલો વૈરાગ્ય નહિ, તીવ્ર વૈરાગ્યભાવ પ્રવર્યો છે...... આહા...! “જામનગરમાં વસાશ્રીમાળી વાણિયા હતા. એ ચૂરમું જ ખાય, બસ! રોટલી, રોટલો નહોતા ખાતા, દરરોજ ચૂરમું જ ખાય. એમાં જુવાન છોકરો મરી ગયો. બાળી આવ્યા. એ કહે, રોટલી, રોટલા બનાવો, ભાઈ! કુટુંબ ભેગું થયું. તમને નહિ ઠીક પડે, બાપા! તમે રોટલી, રોટલો ખાધો નથી. આહાહા...! એકનો એક છોકરો બાળીને આવ્યા અને) ચૂરમું બનાવ્યું. આ જામનગરમાં બન્યું છે. નથી કોઈ “જામનગરના? વીસાશ્રીમાળી. એ ચૂરમું (ખાય અને આંખમાંથી આંસુની ધારા ચાલી જાય છે અને ચૂરમું ખાય છે. છે રસ? આહા! રોટલો જુવારનો કહો કે ચૂરમું કહો, એને તો બેય સરખું છે. આહા! અરે.રે...! વ્હાલામાં હાલો દીકરો એકનો એક ચાલ્યો ગયો. આહાહા...! ભાઈ! તમે બીજું ખાશો તો માંદા પડશો. તમે કોઈ દિ ખાધું નથી. ખોરાક જ ચૂરમાનો, બસ! આહાહા...! વસા, વસા હતા. આહાહા...! સાંભળેલું છે. એ ભાઈની આંખમાંથી આંસુ ચાલ્યા જાય (અને) ચૂરમું ખાય. એમ ધર્મીને... આહાહા.! રાગમાંથી મરી ગયો છે અને જીવતી જ્યોતને જ્યાં અનુભવી છે. આહાહા! આ તો મરી ગયેલા છે બધા. રાગ ને મડદાં, મડદાં અચેતન અજ્ઞાન. આહાહા.!
તીવ્ર વૈરાગ્યભાવ પ્રવત્ય છે એવો વર્તતો થકો, વિષયોને ભોગવતાં છતાં...” એ ચૂરમું ખાય છે છતાં આંખમાંથી આંસુ ચાલ્યા જાય છે. આહા...! બીજાનો કો'ક દાખલો છે. છોકરો મરી ગયો પછી એને તમાકુ કહેવાય, શું કહેવાય તમારે? હુકો. હુકો. હુકાનો રસ બહુ. હુકો પીવે. એ છોકરો મરી ગયો અને ઘરે આવ્યા. હુકો બંધ કર્યો. આ વ્હાલામાં વ્હાલો દીકરી ગયો હવે આ હોકો મારે શું કરવો છે? બંધ કરી દીધો. એટલો રસ હતો હોકાનો, બિલકુલ સામું ન જોયું. એમ આત્માના રસ આગળ પરની સામું જોતો નથી, કહે છે. “વિષયોને ભોગવતાં છતાં પણ, તીવ્ર વૈરાગ્યભાવના સામર્થ્યને લીધે કમોંથી) બંધાતો નથી.” લ્યો. એ વૈરાગ્યનું સામર્થ્ય છે કે જ્ઞાની વિષયોને સેવતો છતો પણ કર્મોથી બંધાતો નથી.”
(શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ!)