________________
૫૦
શ્લોક-૧૩૫
સમયસાર સિદ્ધિ ભાગ-૭
(રથોદ્ધતા)
नाश्नुते विषयसेवनेऽपि यत् स्वं फलं विषयसेवनस्य ना। ज्ञानवैभवविरागताबलात् सेवकोऽपि તવસાવસેવ: ||૧રૂ૬||
હવે આ અર્થનું અને આગળની ગાથાના અર્થની સૂચનાનું કાવ્ય કહે છે :શ્લોકાર્થ :- [ યત્ ] કારણકે [ ના ] આ (જ્ઞાની) પુરુષ [ વિષયસેવને અપિ ] વિષયોને સેવતો છતો પણ [ જ્ઞાનવૈમવ-વિરામતા-વત્તાત્] જ્ઞાનવૈભવના અને વિરાગતાના બળથી [વિષયસેવનસ્ચસ્વ ત ] વિષયસેવનના નિજળને (-રંજિત પરિણામને) [ ન અનુà] ભોગવતો નથી-પામતો નથી, [ તવ્ ] તેથી [ ગૌ ] આ (પુરુષ) [ સેવ: અવિ અસેવળ: ] સેવક છતાં અસેવક છે (અર્થાત્ વિષયોને સેવતાં છતાં નથી સેવતો).
ભાવાર્થ :- જ્ઞાન અને વિરાગતાનું એવું કોઈ અચિંત્ય સામર્થ્ય છે કે જ્ઞાની ઇંદ્રિયોના વિષયોને સેવતો હોવા છતાં તેને સેવનારો કહી શકાતો નથી, કારણ કે વિષયસેવનનું ફળ જે રંજિત પરિણામ તેને જ્ઞાની ભોગવતો નથી-પામતો નથી.૧૩૫.
પ્રવચન નં. ૨૭૩ ગાથા-૧૯૭ શ્લોક-૧૩૫ શુક્રવાર, અષાઢ વદ ૪,
તા. ૧૩-૦૭-૧૯૭૯
‘સમયસાર’ ૧૩૫ કળશ છે. નિર્જરા અધિકાર' છે. નિર્જરાના પ્રકા૨ ત્રણ છે. એક તો કર્મનું ખરવું એ તો સ્વતંત્ર જડની પર્યાય (છે). અશુદ્ધતાનું ગળવું એ શુદ્ધ સ્વભાવનો અનુભવ થતાં અશુદ્ધતા ટળે એને પણ નિર્જરા કહેવાય છે અને શુદ્ધિની વૃદ્ધિ થાય, આનંદના અનુભવની વૃદ્ધિ થાય એને પણ નિર્જરા કહે છે. (આ) ત્રણને નિર્જરા કહે છે. મૂળ વસ્તુ તો આનંદ અતીન્દ્રિય... ઝીણી વાત છે. આત્મા અતીન્દ્રિય આનંદસ્વરૂપ છે, એ અતીન્દ્રિય આનંદનું વલણ કરી અને અનુભવ કરે. ૫૨ તરફનું વલણ છોડી અને પરના અનુભવને ઝે૨ જાણે અને સ્વના અનુભવના આનંદના વૈભવથી તૃપ્ત રહે તેથી તે શુદ્ધિ વધે એને અહીંયાં નિર્જરા કહે છે. ૧૩૫ કળશ.