________________
શ્લોક ૧૩૫
૫૧
(રથોદ્ધતા)
नाश्नुते विषयसेवनेऽपि यत् स्वं फलं विषयसेवनस्य ना। सेवकोऽपि તવસાવસેવ: ||૧રૂ૬||
ज्ञानवैभवविरागताबलात्
‘કારણ કે આ (જ્ઞાની)...’ ‘નિર્જરા અધિકાર' છે ને! એટલે જ્ઞાની એટલે આત્માના અનુભવમાં સમર્થ છે. ભગવાનઆત્મા અતીન્દ્રિય આનંદથી ભરેલો સાગર છે. એના અનુભવમાં લીનતામાં, એના વેદનમાં તત્પર છે એને અહીંયાં જ્ઞાની કહે છે. ‘(જ્ઞાની) પુરુષ...' [વિષયસેવને અશુિ ‘વિષયોને સેવતો...’ એ ભાષા લૌકિકની અપેક્ષાએ કહી છે. બાકી જ્ઞાનીને વિષયનું સેવન જ નથી. પણ લોકો જોવે છે એ અપેક્ષાએ કહ્યું. ધર્મીને તો આનંદનો વૈભવ પ્રગટ્યો છે. આહાહા..! છે? જુઓ!
વિષયોને સેવતો છતો પણ જ્ઞાનવૈભવ...’ જેને આત્માના આનંદનો વૈભવ પ્રગટ્યો છે. આહાહા...! આ પૈસા ને આબરુ ને કીર્તિને વૈભવ ન કીધો. પુણ્યના પરિણામને પણ વૈભવ (ન કીધો). આહાહા..! અતીન્દ્રિય આનંદ ભગવાનઆત્મા, એનો અનુભવ તે એનો વૈભવ છે. આહાહા..! ધર્મી જીવ બાહ્યમાં વિષયમાં સામગ્રીઓ, રોગી જેમ રોગનો ઉપચાર કરે એમ ધર્મીને પણ રાગ આવે ત્યારે એનો ઉપચાર દેખાય એ અપેક્ષાએ સેવન કહે છે. બાકી તો આત્માના આનંદના વૈભવ આગળ કોઈપણ રાગના રસમાં કણમાં ક્યાંય પ્રેમ અને રસ નથી. પોતામાં અતીન્દ્રિય આનંદ જોયો છે એથી એ રાગથી માંડી આખી દુનિયા(માંથી) સુખબુદ્ધિ ઊડી ગઈ છે. આહાહા..! આવું ધર્મનું સ્વરૂપ છે, શરતું આવી છે.
[વિષયસેવને અ]િ આમ દેખાય ખરું ને! આહા..! અંદરમાં બહા૨નો રસ નથી એને જ્ઞાનનો વૈભવ, આત્મા અનંત અનંત ગુણનો પિંડ (છે) તેનો વૈભવ પર્યાયમાં ફેલાણો છે. આહા..! જે સ્વભાવમાં સામર્થ્યરૂપે વૈભવ હતો એ ધર્મીની પર્યાયમાં એ અનંતો જે સ્વભાવ – વૈભવ હતો એ ફેલાણો છે. આહાહા..! જેની એક એક પર્યાયમાં અનંતી તાકાત, એવી અનંતી પર્યાયનો વૈભવ પ્રગટ્યો છે. આહાહા..! આવી વાત. જ્ઞાનવૈભવ એટલે કે આત્માનો અનુભવ. આનંદના અનુભવને અહીંયાં વૈભવ કીધો છે. આહાહા..! બહારની કોઈ સામગ્રીને વૈભવમાં લીધી નથી. બે-પાંચ કરોડ રૂપિયાનો બંગલો હોય... આહાહા..! છોકરો પરણતો હોય, અબજપતિ માણસ હોય, દસ-પંદર-વીસ લાખ ખર્ચવાના હોય અને આમ બધા દાગીના ને કપડા ને ધામધૂમ દેખાતી હોય એ કોઈ વૈભવ નથી. આહાહા..! એ તો મસાણના હાડકાના ચમત્કાર જેમ લાગે એવી હાડકાની ચમત્કાર છે. આહા..!
આત્મવૈભવ, અહીં જ્ઞાનવૈભવ લીધો છે. જ્ઞાન એટલે જ આત્મા. એનો વૈભવ એટલે અનુભવ. આહાહા..! આખી દુનિયાથી ફેર છે, પ્રભુ! દુનિયાને જરીક શરીર ઠીક હોય, પૈસા ઠીક હોય, આબરુ (ઠીક હોય), શરીર નિરોગ હોય ત્યાં એના રસ આડે કંઈ સૂઝ પડે નહિ. આહાહા..! એના રસ આડે ક્યાંય આત્મા અંદર ભગવાન છે, પૂર્ણાનંદનો સાગર છે,