________________
૫૨
સમયસાર સિદ્ધિ ભાગ-૭ એની એને અંદર સૂઝ પડે નહિ અને સૂઝ પડી એને પરમાં સૂઝ પડે નહિ. આહા.! એ કહે છે.
ધર્મી જીવ વિષયસેવનમાં દેખાય છતાં, દેખાય. એ પરદ્રવ્યને ભોગવી શકતો નથી એ તો ત્રણકાળ ત્રણલોકમાં છે, ફક્ત અંદર રાગ આવે છે એમાં એને સેવે છે એટલે કે વેદન છે, છતાં તેમાં રંજને પરિણામ નથી. રાગમાં રંગાયેલો પરિણામ એને નથી. આહાહા...! આત્માના આનંદના વૈભવના અનુભવના રંગથી રંગાયેલો, એને બીજી કોઈ ચીજમાં રસ પડતો નથી. આહાહા.! આવી સમકિતમાં શરૂઆત છે અથવા શરતું છે. આ વસ્તુની સ્થિતિ છે, ભાઈ! આહાહા.! એ વિષય સંયોગ દેખાય, કહે છે, પૂર્વનો કોઈ પુણ્ય કર્મનો ઉદય હોય અને સંયોગો અનુકૂળ ઘણા દેખાય અને તેના તરફનું જરી વલણ પણ દેખાય પણ અંતરના આનંદના વલણ આગળ એ વલણની તુચ્છતા, ઝેરતા દેખાય. એથી એ સેવે છે. એમ કહેવાય છે, છતાં એ સેવતો નથી. આહાહા.! આવી મૂળ રકમ છે. હવે મૂળ રકમને મૂકીને બધી ઉપરની વાતું કરે). વ્રત ને તપ ને અપવાસ ને આ રસનો ત્યાગ ને ઢીકણું... આહાહા...! એ કોઈ કિમતી ચીજ નથી. આહા..!
અહીં તો શાસ્ત્રના ભણતર થયા ને લોકોને સમજાવતા આવડે એની પણ કંઈ કિંમત અહીં નથી. આહાહા..! ભગવાન અતીન્દ્રિય આનંદનો સાગર, એનો સ્વાદ આવ્યો. કરવાનું તો આ છે. એનો વૈભવ. શબ્દ–ભાષા કેવી વાપરી છે! “જ્ઞાનવૈભવ...” આત્માનો વૈભવ. આહાહા...! રાગાદિ છે એ આત્માનો વૈભવ નથી. દયા, દાનનો વિકલ્પ ઉઠે એ પણ આત્મવૈભવ નથી. આહાહા...! આત્મવૈભવ, એની જાતમાં ભાત પાડે. આહાહા! અતીન્દ્રિય આનંદનો કંદ પ્રભુ, એની પર્યાયમાં એનો અનુભવ કરે એ વસ્તુના સ્વભાવને અનુસરીને પર્યાયમાં અનુભવ થાય, એ આત્માનો વૈભવ, એ જ્ઞાનનો વૈભવ કહેવામાં આવે છે. એ જ્ઞાનના વૈભવ આગળ વિષયસેવનની કોઈ કિંમત નથી. આહાહા...! એને કિમત નથી, હોં! આહા! દુનિયાને વિષયસેવનમાં કિમત લાગે. કારણ કે ભગવાનનું પડખું જોયું નથી. ભગવાનને પડખે ચડ્યો નથી. આહાહા...! રાગ ને દ્વેષ ને વિકલ્પ ને એકલી એને જ મૂડી માનીને એને પડખે જ ચડેલો છે. આહાહા...! એના રાગના રસીલાને... ત્યાં નથી આવતું ‘સમયસારમાં? “સર્વ ગામ ઘરો પિ આહાહા...! સર્વ આગમ જાણે પણ જો રાગના કણના પણ જો પ્રેમમાં, રસમાં પડ્યો હોય તો એ કાંઈ જાણતો નથી. આહાહા...!
અહીં તો લક્ષમાં અત્યારે તો વૈભવ' શબ્દ આવ્યો છે ને! આત્મવૈભવ. એ “જ્ઞાન” શબ્દ આત્મવૈભવ. આત્મવૈભવ શબ્દ આત્મ અનુભવ. આત્માના આનંદનો અનુભવ એ આત્માનો વૈભવ. આહાહા.! એ આત્માના અનુભવના વૈભવના બળથી વિષયસેવન દેખાય છતાં તેના તરફનો રસ નથી તેથી તે તેને સેવતો છતાં સેવતો નથી. આહાહા...! આવી મુદ્દાની વાત છે). મુદ્દાની પહેલી વાત મૂકીને ઉપરની બધી વાતું કરી). આહા.! બીજી