________________
ગાથા- ૨૧૮-૨૧૯
૩૫૯ સિવાયના સાધારણ જાણપણા કરીને ત્યાં અભિમાને ચડી જાય કે મને આવડે છે ને મને આવડે છે. આહાહા...! એને માર્દવપણું હોતું નથી. ધર્મીને માર્દવ હોય છે. બાર અંગના જ્ઞાન પણ પર્યાયમાં હોય છતાં) પર્યાયમાં પામર માને છે. અરે...! હું તો પામર છું. મારો નાથ પ્રભુ છે પણ પર્યાયે પામર છું. આહાહા...! સમજાણું કાંઈ? “સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષામાં છે. સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષામાં એ બોલ છે. ધર્મી પોતાને કેવળીની પાસે પામર માને છે. આત્મા દ્રવ્ય પરમેશ્વર માનતો હોવા છતાં પર્યાયમાં પામર માને છે. આહા.! નિર્મળ પર્યાય ઉઘડી, સમ્યજ્ઞાન અને બાર અંગનું જ્ઞાન ઉઘડ્યું).. આહાહા.! છતાં તેને તેનું અભિમાન નથી, તેમાં તેને નિર્માનતા છે. આહા...! જેમ જેમ આગળ વધે તેમ તેમ માન ઘટી જાય અને નિર્માનતા વધે છે. તેને અહીં માર્દવધર્મ કહેવામાં આવે છે. આ બીજો ધર્મ (થયો). - હવે અહીંયાં ૨૧૮-૨૧૯ (ગાથાની) ટીકા. જેમ ખરેખર સુવર્ણ કાદવ મધ્યે પડ્યું હોય...” એ સોનું કાદવમાં પડ્યું છતાં સોનાને કાટ લાગે નહિ. આહાહા...! બેનમાં નથી આવતું એક? કિંચનને કાટ ન હોય, એ અગ્નિને ઉધઈ ન હોય. આહાહા...! એમ ભગવાન ત્રણલોકના નાથને આવરણ ને અશુદ્ધતા ન હોય. અરે.! આવી વાતું હવે. હવે બહારમાં ક્યાંક ક્યાંક ઠેકાણે રોકાય એમાં આ વાત ક્યાં જાય એને? આહાહા!
કહે છે, સુવર્ણ ખરેખર કાદવ મધ્યે પડ્યું હોય આમ, ચારે કોર કાદવ ને વચ્ચે સોનું પડ્યું હોય તોપણ કાદવથી લેવાતું નથી...” એ સોનાને કાટ–જંક, સોનાને જંક ન હોય. આહાહા.! “કારણ કે તે કાદવથી અલિપ્ત રહેવાના સ્વભાવવાળું છે...” સોનાનો સ્વભાવ જ કાદવથી અલિપ્ત રહેવાનો છે. આહાહા..! હવે આ તો દૃષ્ટાંત છે.
તેવી રીતે ખરેખર જ્ઞાની.” આહાહા.. રાગાદિના કાર્ય અને શરીરાદિની કાર્યની મધ્યે રહ્યો હોય તોપણ કર્મથી લપાતો નથી.' એ રાગથી તેને લેપ નથી લાગતો. સોનાનો કાદવ ચડતો નથી એમ ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યસ્વભાવની દૃષ્ટિવંતને. આહાહા...! કર્મથી લપાતો નથી. તે કર્મ મધ્યે રહ્યો હોવા છતાં). કર્મ એટલે શુભાશુભ ભાવ. શુભાશુભ ભાવની મધ્યમાં પડ્યો દેખાય. આહા! છતાં અંદર અને લેપ છે નહિ. આહાહા...! કેમ? આહાહા...!
સર્વ પરદ્રવ્ય પ્રત્યે કરવામાં આવતો જે, રાગ...” કેમ લપાતો નથી? આહાહા! “કેમકે સર્વ પદ્રવ્ય પ્રત્યે...” ત્રિલોકનાથ તીર્થંકર હોય તોય એ પરદ્રવ્ય છે. આહા...! એના પ્રત્યે કરવામાં આવતો રાગ. આહાહા.! તેના ત્યાગરૂપ સ્વભાવપણું હોવાથી.” રાગના અભાવ સ્વભાવવાળું હોવાથી. રાગના ત્યાગ સ્વભાવે એટલે રાગનો અભાવ સ્વભાવ. ભગવાન જ આત્મા રાગના અભાવ સ્વભાવવાળું તત્ત્વ હોવાથી. આહાહા...! સોનું જેને કાદવનો લેપ ન લાગે એવું હોવાથી, એમ ભગવાન આત્મા, જેને રાગનો લેપ ન લાગે એવો એનો સ્વભાવ છે. આહાહા! આવી વાતું હવે. ઓલા તો કહે, વ્રત કરો, તપસ્યા કરો, અપવાસ કરો, નવકાર ગણો, આનુપૂર્વી ગણો. આવે છે ને? આનુપૂર્વી નહિ? ણમો અરિહંતાણં, ણમો સિદ્ધાંણ,