________________
૩૫૮
સમયસાર સિદ્ધિ ભાગ-૭ તે તું નહિ. આહાહા.! એને સજ્જન પુરુષો માર્દવ નામનો ધર્મ બતાવે છે. જાતિ, કુળ આદિનો... આહાહા.! ગર્વ નામ અભિમાન ન કરવા. પોતાની જાત અને પોતાનું.. આહાહા...! તીર્થકરનું કુળ છે આત્માનું. અને તીર્થકરની જાતિનો આત્મા છે. આહાહા.! તે જાતિ અને કુળના જેને ભાન થયા એ આવા જાતિ અને કુળના અભિમાન કરતા નથી.
આ ઉત્તમ માર્દવ, સમકિતસહિતની વાત છે, હોં! એકલો માર્દવ નહિ. આહાહા.. એ ધર્મનું અંગ છે. માર્દવ ધર્મ પણ ધર્મનો એક ભાગ છે. જ્ઞાનમય ચક્ષુથી સમસ્ત જગતને સ્વપ્ન અથવા.... આહાહા...! અંતરની જ્ઞાનમય ચક્ષુથી સમસ્ત જગતને સ્વપ્ન અથવા ઈન્દ્રજાળ સમાન દેખનારા સંતો શું તે માર્દવ ધર્મ ધારણ નથી કરતા? એને માર્દવ ધર્મ હોય જ છે, એમ કહે છે. આહાહા.! મુખ્યપણે દસલક્ષણ ધર્મ છે ને? દસલક્ષણી તો મુનિની પ્રધાનતાથી, ચારિત્ર પ્રધાનની વ્યાખ્યા છે. આહાહા...! જેને સમ્યગ્દર્શન સહિત ચારિત્ર હોય છે તેને આ દસ પ્રકારનો ધર્મ હોય છે. સમકિતીને અંશે હોય છે, મુનિને વિશેષ હોય છે. આહાહા...! | સર્વ તરફથી અતિશય સળગતી અગ્નિઓથી ખંડરૂપ... આહા...! બીજી અવસ્થાને પ્રાપ્ત થનાર સુંદર ગૃહસ્થનું પ્રતિદિન વૃદ્ધત્વ આદિ દ્વારા અવસ્થાને પ્રાપ્ત થનાર શરીરાદિ બાહ્ય પદાર્થમાં નિત્યતાનો વિશ્વાસ કેવી રીતે કરે? આહાહા.! શું કહ્યું? શરીરાદિમાં સર્વ તરફથી અતિશય સળગતી અગ્નિ છે એ તો. જીર્ણ થતું જાય છે, નાશ થતું જાય છે. આહાહા...! એવા ખંડરૂપ બીજી અવસ્થા, શરીર આદિની કે પૈસાની, સુંદર ગૃહસ્થ નામ પ્રતિદિન વૃદ્ધત્વ આદિ દ્વારા, ભગવાન સુંદર આનંદનો નાથ, એને પ્રતિદિન વૃદ્ધત્વ આવ્યું છે, સદાય. એ જીર્ણ અવસ્થાને પ્રાપ્ત થનાર શરીરાદિ, બાહ્ય પદાર્થમાં નિત્યતાનો વિશ્વાસ કેવી રીતે કરે? આહાહા. બાહ્ય ચીજ રહેશે, રાખીશ એવું કેમ હોય).
એક ઠેકાણે એવું આવે છે કે, પોતે નિત્ય છે એની સૂઝ પડતી નથી એટલે બીજી ચીજને કાયમ રાખવા માગે છે. આહાહા...! સમજાય છે? પોતે નિત્યાનંદ પ્રભુ છે એ નિત્યને એ જાણતો નથી, માનતો નથી. તેથી તે નિત્ય અહીં છે એમ ન માનતા પરને નિત્ય રાખું, પરને કાયમ રાખું એવી મમતામાં અનાદિથી પડ્યા છે. આહા...! ધર્મીને માર્દવધર્મને લઈને એ ભાવ હોતા નથી, નિર્મોન છે. પરનું જેને મમત્વ અને એ મારા છે એ છે નહિ. આહાહા...! એ રજકણનો એક રાગનો અંશ પણ મારો નથી. હું તો ત્રિલોકનાથ ચિદાનંદ સ્વરૂપ પ્રભુ, આહાહા...! બાદશાહની ગાદીએ બેઠેલો હું, ચૈતન્યબાદશાહ ભગવાન. આહાહા...! એની ગાદીએ બેઠેલો એને રાગનો પ્રસવ કેમ હોય? આહા! એને માનનો ભાવ કેમ હોય? આહાહા...!
કરી શકાતો નથી એટલે પરપદાર્થમાં આસક્તિ થતી નથી. આ રીતે સર્વદા વિચારનાર સાધુના વિશેષ વિવેકયુક્ત નિર્મળ હૃદયમાં જાતિ, કુળ ને જ્ઞાન. આહાહા.! જ્ઞાન થોડુંક જાણવાનું થયું ત્યાં એને અભિમાન થઈ જાય કે, આહાહા...! મને તો ઘણું આવડ્યું. અરે...! બાપુ! બાર અંગના જ્ઞાન પણ કેવળજ્ઞાનની પાસે અલ્પ છે. આહાહા...! એના બાર અંગ