________________
ગાથા- ૨૧૮-૨૧૯
૩પ૭ રહ્યો થકો [ વર્મનસા ] કર્મરજથી [ નિપ્પલે તુ ] લેપાય છે. [ યથા ] જેમ [ નોરમ્] લોખંડ [ મમà ] કાદવ મધ્યે રહ્યું થકું લેપાય છે (અર્થાતુ તેને કાટ લાગે છે, તેમ.
ટીકા :- જેમ ખરેખર સુવર્ણ કાદવ મળે પડ્યું હોય તોપણ કાદવથી લેખાતું નથી (અર્થાતુ તેને કાટ લાગતો નથી, કારણ કે તે કાદવથી અલિપ્ત રહેવાના સ્વભાવવાળું છે, તેવી રીતે ખરેખર જ્ઞાની કર્મ મધ્યે રહ્યો હોય તોપણ કર્મથી લપાતો નથી કારણ કે સર્વ પદ્રવ્ય પ્રત્યે કરવામાં આવતો જે રાગ તેના ત્યાગરૂપ સ્વભાવપણું હોવાથી જ્ઞાની કર્મથી અલિપ્ત રહેવાના સ્વભાવવાળો છે. જેમ લોખંડ કાદવ મળે પડયુ થકું કાદવથી લેપાય છે (અર્થાત્ તેને કાટ લાગે છે, કારણ કે તે કાદવથી લેપાવાના સ્વભાવવાળું છે, તેવી રીતે ખરેખર અજ્ઞાની કર્મ મધ્યે રહ્યો થકો કર્મથી લેપાય છે કારણ કે સર્વ પરદ્રવ્ય પ્રત્યે કરવામાં આવતો જે રાગ તેના ગ્રહણરૂપ સ્વભાવપણું હોવાથી અજ્ઞાની કર્મથી લેપાવાના સ્વભાવવાળો છે.
ભાવાર્થ - જેમ કાદવમાં પડેલા સવર્ણને કાટ લાગતો નથી અને લોખંડને કાટ લાગે છે, તેમ કર્મ મધ્યે રહેલો જ્ઞાની કર્મથી બંધાતો નથી અને અજ્ઞાની કર્મથી બંધાય છે. આ જ્ઞાન અજ્ઞાનનો મહિમા છે.
ગાથા-૨૧૮, ૨૧૯ ઉપર પ્રવચન
‘હવે આ જ અર્થનું વ્યાખ્યાન ગાથામાં કરે છે :
णाणी रागप्पजहो सव्वदव्वेसु कम्ममज्झगदो। णो लिप्पदि रजएण दु कद्दममज्झे जहा कणयं ।।२१८।। अण्णाणी पुण रत्तो सव्वदव्वेसु कम्ममज्झगदो। लिप्पदि कम्मरएण दु कद्दममज्झे जहा लोहं ।।२१९।। છો સર્વ પ્રત્યે રાગવર્જક જ્ઞાની કર્મની મધ્યમાં, પણ રજ થકી લેપાય નહિ, જયમ કનક કર્દમમધ્યમાં. ૨૧૮. પણ સર્વ દ્રવ્ય રોગશીલ અજ્ઞાની કર્મની મધ્યમાં,
તે કર્મજ લેપાય છે, જયમ લોહ કર્દમમધ્યમાં. ૨૧૯. આહાહા...! આ પર્યુષણના દિવસ છે, પ્રભુ! ઓલા માર્દવ (ધર્મનું) તો રહી ગયું. અત્યારે યાદ આવ્યું. માર્દવ છે ને? બીજો ધર્મ, આજે બીજો ધર્મ માર્દવ છે. જુઓ! જાતિ અને કુળ આદિનો ગર્વ ન કરવો. એ માર્દવ (એટલે) નિર્માનપણું. જાતિ માતાની અને કુળ પિતાનું કે અમે મોટા રાણીના પુત્ર છીએ ને અમે રાજાના દીકરા છીએ. પ્રભુ! એ ગર્વ ન કરવો.