________________
૩૬૦
સમયસાર સિદ્ધિ ભાગ-૭ ણમો આઈરિયાણું, ણમો અરિહંતાણં આમ આડાઅવળા (બોલે કેમકે) મન સ્થિર થાય. એ પણ રાગ છે એ તો. આહાહા.! સ્થાનકવાસીમાં આનુપૂર્વી બહુ હોય, મન સ્થિર થાય, પણ એ તો રાગ છે.
અહીં કહે છે, ધર્મી. આહાહા..! “સર્વ પરદ્રવ્ય પ્રત્યે કરવામાં આવતો...... આહાહા.! જે, રાગ તેના ત્યાગરૂપ સ્વભાવપણું હોવાથી.. આહાહા.. દેવ-ગુરુ-શાસ્ત્રનો રાગ, એનાથી પણ ત્યાગ સ્વભાવવાળું તત્ત્વ છે. આહાહા.! હમણા કાર્યું નહોતું? “શ્રીમદ્દનું ભાઈએ કહ્યું હતું ને? “શ્રીમમાં ૨૩ મા વર્ષમાં છે. તીર્થકર ભગવાન કહે છે કે, રાગ ન કરવો. તો પછી મારા પ્રત્યેનો રાગ તને કેમ? આમાં છે. છે? “શ્રીમ’નું છે? આ “શ્રીમદ્દનું છે? આ તો સમયસાર” છે. “શ્રીમદ્દનું આ છે. આહાહા...! લ્યો. ૨૩ મું વર્ષ છે, હોં!
મુમુક્ષુ :- પહેલો ભાદરવો મહિનો.
ઉત્તર :- ૨૩ મું વર્ષ છે. આ આવ્યું. “ઊંચનીચનો અંતર નથી સમજ્યા તે પામ્યા સદ્ગતિ” એટલું કરીને પછી લખ્યું. “તીર્થંકરદેવે રાગ કરવાની ના કહી છે. રાગ હોય ત્યાં સુધી મોક્ષ નથી, ત્યારે આ પ્રત્યેનો રાગ તમને બધાને હિતકારક કેમ થશે? અહીં તો આવું કહે છે. છતાં લોકો) કહે કે, ભક્તિ કરવી અને એના રાગથી લાભ માને. અહીં આ કહે છે. આહાહા...! તીર્થંકરદેવે રાગ કરવાની ના કહી છે. રાગ હોય ત્યાં સુધી મોક્ષ નથી. ત્યારે આ પ્રત્યેનો રાગ તમને બધાને હિતકારક કેમ થશે? ભાષા તો (જુઓ)! દોઢ લીટી છે. ૨૩ મું વર્ષ છે. “ચેતનજીએ પૂછ્યું હતું એટલે એમાંથી તે દિ નીકળ્યું. નીકળ્યું તાકડે વળી. આહાહા.. દેવ-ગુરુ ને શાસ્ત્ર એમ કહે છે કે, અમારા પ્રત્યેનો રાગ તને લાભ શી રીતે કરશે? આહાહા...! વીતરાગ માર્ગ. આ તો પરમાત્મ સ્વરૂપ વીતરાગ માર્ગ છે. એને પર પ્રત્યેના રાગથી લાભ થાય એ માન્યતા જ મિથ્યાત્વ છે. આહાહા...! છે?
“સર્વ પદ્રવ્ય પ્રત્યે કરવામાં આવતો જે, રાગ તેના ત્યાગરૂપ સ્વભાવ.” તેના અભાવ સ્વભાવરૂપ સ્વભાવ છે. આહાહા.! ખરેખર તો આત્મામાં એક અભાવ નામનો ગુણ છે. એ અભાવ નામનો ગુણ રાગના અભાવ સ્વભાવરૂપે થવું તે તેનો ગુણ છે. આહા...! ૪૭ શક્તિમાં ૩૪ મી શક્તિ છે. આહાહા! એ કર્મ ને રાગ રહિત થાય છે તે એને લઈને અહીં અભાવ નથી. એનો પોતાનો અભાવ નામનો ગુણ છે. આહાહા.! એથી તેને કર્મને રાગના અભાવ સ્વભાવરૂપે અભાવ ગુણને લઈને પરિણમે છે. આહાહા.! અભાવ શક્તિ છે ને? ભાવ, અભાવ (એથી) છ શક્તિ છે. ભાવ, અભાવ, ભાવઅભાવ, અભાવભાવ, ભાવભાવ, અભાવઅભાવ. આમ તો ભાવ બીજો એક છે પણ એ બીજી વાત છે. છ દ્રવ્યનું પરિણમન છે. વિકારનું છે કારકનું પરિણમન છે એનાથી રહિત એવો એનો ભાવ નામનો ગુણ છે. સમજાણું કાંઈ? અને એક ભાવ નામનો ગુણ એ છે, આહા.! કે પોતાના ભાવપણે પરિણમવું એ ભાવ નામનો ગુણ છે અને અભાવ નામનો ગુણ એ છે કે એનો સ્વતઃ સ્વભાવ