________________
૪૦૪
સમયસાર સિદ્ધિ ભાગ-૭ ભગવાન આત્માનો અનુભવ થયો, ત્યાં રહે, ત્યાંને ત્યાં પ્રયત્નને સ્થાપ. રાગના ભાવમાં તારો પ્રયત્ન ન લઈ જા, તેની રચના કરવામાં તારું વીર્ય નથી. આહાહા...! તારું વીર્ય તો પ્રભુ! તને દ્રવ્યદૃષ્ટિ થઈ, દ્રવ્યનું જ્ઞાન થયું, દ્રવ્યનો અનુભવ થયો તો તેનું વીર્ય જે છે એ તો શુદ્ધ સ્વરૂપની રચના કરે એ વીર્ય. રાગની રચના કરે એ તારું કાર્ય નહિ. આહા.! રાગ આવે છે, ધર્મીને દયા, દાન, વ્રત, પૂજાનો ભાવ આવે છે પણ તેની રચના–આ મારું કાર્ય છે, એમ તે માનતા નથી. આહાહા...! હેયબુદ્ધિએ જાણે છે. શું કહ્યું? એ શુભ ભાવ હેયબુદ્ધિએ જાણે છે. હું રચું અને મારું કાર્ય છે (એમ નહિ). આહા...! ભાઈ! આ તો વીતરાગનો માર્ગ અને તેય જન્મ-મરણ રહિત, ચોરાશીના અવતાર રહિત થવાનું સમ્યગ્દર્શન, એ કોઈ અલૌકિક માર્ગ છે. આહાહા...! સમજાણું? શું કહ્યું?
“અપારસ્ત-રારંવનઃ રાગની રચનાનો તેણે નાશ કર્યો છે. “અપસ્ત' છે ને? આહાહા.! અપસ્ત-૨IRવન: સમ્યગ્દષ્ટિ જીવે તો આનંદસ્વરૂપ ભગવાનને જોયો છે, એ આત્માના આનંદથી વિરુદ્ધથી રાગ, તેની રચનાથી તો તે દૂર છે. આત્માની શાંતિ અને આનંદની રચનામાં એ તો પડ્યો છે. આહાહા...! આવો માર્ગ હવે. [ જ્ઞાન સન્ ] છે ને? જ્ઞાનમાં રહે. ચૈતન્યસ્વરૂપ ભગવાન જ્ઞાનસ્વરૂપમાં રહે તો સમ્યગ્દષ્ટિ કહેવામાં આવે છે. રાગમાં આવી જાય અને રાગ મારી ચીજ છે (એમ જો માને તો) મિથ્યાદૃષ્ટિ છે. આહા.! કેમકે ભગવાન આત્મામાં અનંત ગુણ છે. એ દરેક ગુણ પવિત્ર છે. અનંતાઅનંત ગુણ છે તે પવિત્ર છે. તો એ પવિત્રતાનો જે સ્વામી થયો એ અપવિત્ર એવા રાગનો સ્વામી કેમ થાય? જે પવિત્રની રચના કરનારું સમ્યગ્દર્શન થયું. આહા...! એ અપવિત્ર એવા રાગની રચનાથી દૂર છે. “મસ્ત આહાહા.! શું સંતોની વાણી!
જાગ રે જાગ નાથ! ચૈતન્યમૂર્તિ પ્રભુ તું છો ને! એમ કહે છે. રાગમાં સૂતો છો એ આત્મામાં જાગે છે. રાગમાં સૂતા છે નામ રાગનો સ્વામી થતો નથી એ આત્માનો સ્વામી થાય છે. આહાહા...! અને જે આત્મામાં જાગૃત થઈને સૂવે છે તે રાગમાં સૂવે છે. રાગ મારો નહિ. આહાહા.. જેમ શરીર પોતાનું નથી તેમ રાગ પણ પોતાનો નથી. રાગ તો આસ્રવતત્ત્વ છે. દયા, દાન પુણ્ય આસ્રવતત્ત્વ છે. હિંસા, જૂઠ, ચોરી, વિષય એ પાપ આસ્રવતત્ત્વ છે તો એ તત્ત્વ જ્ઞાયકતત્ત્વથી તો ભિન્ન છે. નહિતર નવ નામ કેમ પડ્યા? જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ. નવ તત્ત્વ છે ને? નવ (નામ) કેમ પડ્યા? આહાહા.! સમજાણું? આવી વાતું હવે. બાપુ! તારી ઘરની વાતું જુદી જાત છે. ભાઈ! આહાહા...!
એ વતનો વિકલ્પ ઉઠે તો પણ કહે છે, ત્યાં એ રચનાની મીઠાશમાં નહિ જતો. એ તારી ચીજ નથી. આહાહા...! ભગવાનની ભક્તિનો ભાવ આવે છે પણ તેની રચનામાં એ મારું કાર્ય છે એમ જાતો નહિ. આહાહા...! શ્લોકમાં ઘણી ગંભીરતા ભરી છે. નિર્જરા છે