________________
શ્લોક-૧૫ર
૪૦૫ ને, નિર્જરા. આહાહા! જેણે કર્મ પ્રત્યે...” એટલે રાગનું કાર્ય. રાગની રચના દૂર કરી છે એવો મુનિ,...” મુનિની પ્રધાનતાથી કથન છે, બાકી સમ્યગ્દષ્ટિ પણ ગૌણપણે આવી જાય છે). કળશટીકાકાર તો જ્યાં મુનિ (શબ્દ) આવે ત્યાં સમકિતી જ (અર્થ) કરે છે. આ કળશટીકા'. કેટલામો છે આ? ૧૫ર. આ ૧૫ર, લ્યો. મુનિ. આણે અર્થ કર્યો છે, ભાઈ! રાજમલ’ ટીકાકાર છે. શુદ્ધ સ્વરૂપ અનુભવે બિરાજમાન સમ્યગ્દષ્ટિ જીવ. આ કળશટીકા છે. “રાજમલ જિનધર્મી, જિનધર્મ કા મર્મી બનારસીદાસ કહે છે, “બનારસીદાસ’ ‘સમયસાર નાટક' કરનાર, એમણે લખ્યું છે. મુનિની વ્યાખ્યા કરી છે. શુદ્ધ સ્વરૂપ અનુભવે. શુદ્ધ સ્વરૂપ અનુભવે બિરાજમાન, આહાહા.! એવો સમ્યગ્દષ્ટિ જીવ. આ ૧૫ર શ્લોકનો અર્થ છે. મોટું આખું ભર્યું છે. બધું જોયું છે. આહાહા.! શું કહ્યું?
જો તને આત્માનું જ્ઞાન થયું હોય, આત્માનું જ્ઞાન, સમ્યગ્દર્શન થયું, (જો) ન થયું તો રાગમાં એકતા છે, એ તો અનાદિ કાળથી છે, એ તો મિથ્યાત્વ ભાવ છે અને સંસારમાં રખડવાનો ભાવ છે, પણ તને રાગથી ભિન્ન જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્માનું ભાન થયું હોય, સમ્યગ્દર્શન થયું, જ્ઞાન થયું, જ્ઞાનનું જ્ઞાન થયું, જ્ઞાનીનું જ્ઞાન થયું, આત્માનું જ્ઞાન થયું. આહા...! તો હવે ત્યાં રહે ને. એ તારું ધામ છે, તારું સ્થળ છે. આહાહા..! સમજાણું? આહા.!
પહેલા નહોતું કહ્યું એક ફેરી? નાટકમાં આવતું. એને એ ખબર નહિ હોય. એ.ઇ..! ‘હસમુખ'! તારો જન્મ ક્યાં હતો (એ વખતે). (સંવત) ૧૯૬૪ની સાલની વાત છે, ૧૯૬૪માં અઢાર વર્ષની ઉંમર હતી. ૧૯૪૬માં જન્મ છે. ૧૮ વર્ષની ઉંમર. માલ લેવા વડોદરા ગયા હતા. માલ લેવા જાતો ને. “મુંબઈ', “સુરત” બધે જતા. તો “વડોદરા માલ લેવા ગયા હતા. અઢાર વર્ષની ઉંમરની વાત છે. ૭ર વર્ષ પહેલાની વાત છે. એ “અનસૂયાનું નાટક હતું. ભરૂચને કાંઠે “નર્મદા નદી છે ને? એ નર્મદા’ અને ‘અનુસૂયા' બે બહેનો હતા. એનું મોટું નાટક હતું. દિવસે માલ લીધો અને રાત્રે ગયા. “અનુસૂયાનું નાટક જોતા, એ બાઈને પુત્ર નહોતો, એ બાઈ સ્વર્ગમાં જાતી હતી તો સ્વર્ગે ના પાડી. એ લોકોમાં છે ને? “ પુત્રશ્ય તિનાસ્તિ’ પુત્ર ન હોય એને ગતિ ન હોય. એ એ લોકોનું–વેદનું. ત્યાં નાટકમાં એવું હતું. બાઈ કહે છે, મારે કરવું શું? નીચે હોય એને વર. બ્રાહ્મણને પરણી. એને થયું છોકરું. છોકરાને સૂવડાવતી. આહાહા.. તે દિની વાત યાદ છે. ૭૨ વર્ષ સીત્તેર ને બે.
બેટા! તું નિર્વિકલ્પો છો. પ્રભુ! નાટકમાં આમ પાડતા હતા. શુદ્ધોસી, બુદ્ધોસી. પ્રભુ! તું શુદ્ધ ચૈતન્યઘન છે. બુદ્ધોસી–જ્ઞાનસ્વરૂપ છો. એમ કહેતી હતી, લ્યો! નાટકમાં આમ પાડતા હતા. અહીં તો અત્યારે સંપ્રદાયમાં એ વાત રહી નહિ. બહાર કરો, આ કરો, આ કરો, આ કરો. એ.ઇ..! કાંતિભાઈ ! શેઠ છે ને ત્યાં પણ અત્યારે તો મૂકીને આવ્યા છે, બરાબર ધામા નાખ્યા છે.
મુમુક્ષુ - સાંભળવા કયાં મળે છે?