________________
૪૦૬
સમયસાર સિદ્ધિ ભાગ-૭ ઉત્તર :- બાપા! શું કહીએ? ભાઈ! અરે.! બીજે નથી એમ કહેવું લાજ આવે એવું છે. આહાહા...! માર્ગ તો આ છે.
કહે છે કે, પ્રભુ! તેં તારી ચીજને જાણી હોય અને તારી ચીજ આનંદનો તને અનુભવ થયો, તને સમ્યગ્દર્શન થયું અને સમ્યગ્દર્શનની સાથે તેનું જ્ઞાન પણ થયું તો પ્રભુહવે તું જ્ઞાનમાં રહેજે, હોં! ત્યાંથી નીકળીને રાગની રચનામાં જાઈશ નહિ. રાગ આવશે, પણ રાગની મીઠાશની રચનામાં જઈશ નહિ. આહાહા...! “ચેતનજી'! આવી વાતું છે. આહા...!
તે દિ તો બાર આનાની ટિકિટ લીધી હતી અને બાર આનાની ચોપડી લીધી હતી). પહેલેથી મારી ટેવ કે, ભઈ! તમે શું કહો છો એ સમજ્યા વિના અમારે સંભળાય નહિ નાટકમાં તો તમારી બાર આનાની ચોપડી લાવો. તમે શું બોલો છો, ઈ ખબર પડે). (સંવત) ૧૯૬૪ની વાત છે. ૭૨ વર્ષ પહેલા. (અત્યારે) ૯૦ થયા. અઢાર વર્ષની ઉંમર. એમાં એમ બોલે, બેટા! ભગવાન આત્મા! તું તો શુદ્ધ છો ને, નાથા બુદ્ધોસી! તું જ્ઞાનનો પિંડ છો, રાગ તારી ચીજ નહિ. આહાહા...! એલો! અન્યમતિના નાટકમાં આવું પાડતા. અહીં તો સંપ્રદાયમાં એને કહેવા જાય કે, તું શુદ્ધ, બુદ્ધ છો. રાગ તારો નહિ. (તો કહે, અરે.! એ તો એકાંત થઈ ગયું.
મુમુક્ષુ :– એ બ્રાહ્મણનું છે.
ઉત્તર :- સાચી વાત. આહાહા...! એ વખતે બાઈ બોલતી હતી. અરે.. ભાઈ! આત્મા તો ભગવાન જ છે, પણ ભાન કરે તો.
(‘સમયસાર) ૭૨ ગાથામાં આવ્યું, ભગવાન આત્મા! એમ આચાર્યે કહ્યું છે. કુંદકુંદાચાર્ય અને “અમૃતચંદ્રાચાર્ય. આ કુંદકુંદાચાર્ય, “અમૃતચંદ્રાચાર્ય. ભગવાન આત્મા! પુણ્ય અને પાપ અશુચિ છે. પુણ્ય અને પાપના ભાવ મેલ છે. પ્રભુ! તું તો જ્ઞાનનો સાગર છો ને! નિર્મળ જ્ઞાન. આહાહા! એમ ભેદ બતાવ્યો. વખત થઈ ગયો. આહા.! અહીં તો એ કહેવું છે કે, જ્ઞાનમાં રહે. જો તને આત્માનું ભાન થયું છે તો જે ચીજ છે તેમાં દૃષ્ટિ રાખ. રાગની રચનામાં નહિ જા. વિશેષ કહેશે...
(શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ!)
પોતાની પાછળ વિકરાળ વાઘ ઝપટું મારતો દોડતો આવતો હોય તો પોતે કેવી દોટ મૂકે એ વિસામો ખાવા ઊભો રહેતો હશે? એમ આ કાળ ઝપટું મારતો ચાલ્યો આવે છે અને અંદર કામ કરવાના ઘણા છે એમ એને લાગવું જોઈએ.
આત્મધર્મ અંક-૧, જાન્યુઆરી-૨૦૦૮