________________
ગાથાર૩પ
પ૩૫ ઉત્તર :- અશુભ નથી એની વાત નથી પણ અહીં એને રોગ આવ્યો છે, એ કંઈ એને પાપી કહેવાય? કારણ કે એનું ત્યાંથી લક્ષ છૂટી ગયું છે. આહાહા.! અને દૃષ્ટિમાં ચૈતન્ય ભગવાનને ભાળે છે. એથી તેને પાપી ન કહેવાય, એ ધર્મ છે. આહાહા...! સમજાય છે કાંઈ? એને પુણ્યવંતેય ન કહેવાય. એને પાપી ન કહેવાય, એને પુણ્યવંત ન કહેવાય, એને તો ધર્મી કહેવાય. આહાહા.!
ઓલું એક “શ્રીમદ્દમાં આવે છે ને? “શરીરનો ધર્મ જીવપદમાં જણાય છે” એ વ્યવહાર છે. શરીરનો જે સ્વભાવ છે, જે થાય, રોગાદિ અનેક પ્રકારે હોય, આહાહા! એ જ્ઞાયકપદ જાણે છે કે આ છે. શરીરનો ધર્મ જીવપદમાં જણાય છે. જીવપદમાં એ થાતો નથી. આહાહા...! સનતકુમાર' ચક્રવર્તી મહાપુણ્યશાળી હતા. મુનિ થયા ત્યાં રોગ આવ્યો, ગળત કોઢ માટે તે પાપી છે એમ કહેવાય? આહાહા.! કારણ કે તે પરિગ્રહનો તો ત્યાગ છે એની અંદર. બાહ્ય પરિગ્રહ ને અત્યંતર પરિગ્રહનો તો ત્યાગ છે. આહાહા...! સમજાણું કાંઈ? અને અત્યંતર પરિગ્રહમાં જેને રાગની એકતાબુદ્ધિ છે, ત્યાગ નથી એને બહારમાં લક્ષ્મી આદિ સાધન ન પણ હોય, સાધન ન હોય છતાં તે પરિગ્રહવંત છે. આહાહા..! આવો આંતરો છે. સમાજમાં તો એમ માને કે આપણે સરખું ભોગવવું, એમ માને ને? સરખા ભાગ પાડો. કોણ પાડે?) ધર્મમાં એમ નથી. ધર્મમાં તો ચક્રવર્તીના રાજ હોય છતાં એ ધર્મી છે, સમકિતદૃષ્ટિ છે. આહાહા...! એ રાગના ભાગ પાડે તો બરાબર છે એમ નથી ત્યાં. વાતું બહુ ફેર, ભાઈ! આહાહા...! સમજાણું કાંઈ?
અહીંયાં તો કહે છે, પ્રભુ! જે અત્યંતર ને બાહ્ય પરિગ્રહથી રહિત પ્રભુ છે, એની જેને પ્રતીતિ, જ્ઞાન ને રમણતા જાગી છે, તેને તેના ધર્મ પ્રત્યે તે અતિ પ્રેમવાળો છે. પ્રેમ એટલે વિકલ્પ-રાગ નહિ. સમજાણું કાંઈ? આહાહા.! વીતરાગ માર્ગ કોઈ અલૌકિક છે, ભાઈ! એ સાધારણ લૌકિકના માપથી મપાય એવો નથી. આહાહા...! એના માપ કોઈ જુદી જાતના છે. આહાહા.. તેને કંઈ ઉદયનો ભાવ આવે એ ખરી જાય છે. કેમકે દર્શન, જ્ઞાન, ચારિત્રની રમણતા છે તેથી પૂર્વનો ભાવ ખરી જાય છે. આહા.! એ સાતમો વાત્સલ્ય (બોલ થયો).
ઓલું “સાદૂ છે ને? ‘તિÉ સાહૂUT' એનો અર્થ આમાં સાધક કર્યો, સાધકભાવ જે દર્શન, જ્ઞાન, ચારિત્ર જે સાધકભાવ તેને તિટ્ટ સાહૂ' કહ્યું). પણ “જયસેનાચાર્યે ત્રણ સાધુ લીધા–આચાર્ય, ઉપાધ્યાય ને સાધુ. એના પ્રત્યે તેને પ્રેમ હોય એ વિકલ્પ, વ્યવહાર નાખ્યો છે. શું કીધું? પોતે જે સાધકભાવ છે, દર્શન, જ્ઞાન, ચારિત્ર જે સ્વરૂપનો સાધકભાવ છે તેનો તેને પ્રેમ છે એટલી વાત અહીંયાં લીધી પણ જયસેનાચાર્યે વ્યવહારેય નાખ્યો છે. જેને દર્શન, જ્ઞાન, ચારિત્ર પ્રગટ્યા છે એવા આચાર્ય, ઉપાધ્યાય, સાધુ એના પ્રત્યે પ્રેમ છે તે પણ વ્યવહાર વાત્સલ્ય છે. આ નિશ્ચય વાત્સલ્ય છે, ઓલું વ્યવહાર વાત્સલ્ય છે. આહાહા...! નિશ્ચય વાત્સલ્ય નિર્જરાનું કારણ છે, વ્યવહાર વાત્સલ્ય પુણ્યબંધનું કારણ છે. આહાહા.! એવું આવે. સમજાણું કાંઈ? આહાહા.!