________________
પ૩૪
સમયસાર સિદ્ધિ ભાગ-૭ પ્રકારનો પરિગ્રહ છે કે નહિ? ચૌદ અત્યંતર અને દસ બાહ્ય. તો દસ બાહ્યમાં એ સોનું, રૂપું-ચાંદિ આદિ આવી ગયું કે નહિ? આહા.! તો એ ચોવીસ પ્રકારના પરિગ્રહમાં એ બાહ્ય પરિગ્રહ છે. ત્યારે બાહ્ય અને અત્યંતર પરિગ્રહ બેયને પાપ કહ્યો છે. આહાહા...! “રતિભાઈ! આવી વાતું છે. માળાએ બહુ ખુલાસા કર્યા છે. એક જ લીટી, બે લીટીમાં આટલું બધું સમાડ્યું કે, ભઈ! આ બહારની જે અનુકૂળ સામગ્રી મળે તે છે તો પુણ્યનો ઉદય પણ મળી છે તે પાપ છે. આહાહા...! અને તેને ભોગવવાનો ભાવ તે પાપ છે, પણ તેને શુભકાર્યમાં વાપરવાનો ભાવ પુણ્ય છે, ધર્મ નહિ. આહાહા.! અકિચન. આહાહા...!
અહીંયાં તો રાગ અને બાહ્ય કોઈ ચીજ મારી નથી. મારી ચીજ તો જ્ઞાયક સ્વરૂપ ભગવાન પૂર્ણાનંદનો નાથ, એવો જે પરના ત્યાગ સ્વરૂપ અને સ્વભાવમાં લીનતા સ્વરૂપ, એને ત્યાં અકિચનધર્મમાં કહેવામાં આવ્યું છે. આહાહા.! “આત્મધર્મમાં આવ્યું હતું, આપણે કંઈ વાંચ્યું નથી. આ તો હાથમાં આવ્યું ને? ઉત્તમ ક્ષમાનું થોડું જોયું તો થયું) ભારે વાત, ભાઈ! “નવરંગભાઈ' વાંચ્યું છે કે નહિ? નથી વાંચ્યું? આવ્યું છે કે નહિ? ઠીક, આવે છે. આહાહા..! બધાને વાંચવા જેવું છે, ભાઈ! આહાહા..!
પરિગ્રહ વાપરવાથી કોઈ ધર્મ ન થાય, ધર્માનુરાગ પ્રત્યે હોય તો પુણ્ય છે. પરિગ્રહ) પોતે પાપ છે, મળે છે પુણ્યને લઈને, છે પાપ. એને ભોગવવામાં પાપ (છે), પૈસા મારા એને ભોગવું, સ્ત્રી આદિ. આહાહા...! મળ્યા છે પુણ્યને લઈને. સ્ત્રી, કુટુંબ, પૈસા આદિ, આ બધા કારખાના છે પુણ્યને લઈને પણ છે ઈ વર્તમાન પાપ અને એને ભોગવવા માટેનો પ્રેમ-રાગ એ પાપ (છે) પણ એને કોઈ શુભ કાર્ય માટે વાપરે તો પુણ્ય (છે), ધર્મ નહિ. આહાહા...! સમજાણું કાંઈ?
અહીં તો કોઈ પાંચ-દસ લાખ આપે ત્યાં તો મોટો ધર્મી, ધર્મ ધુરંધર, બસ! ભારે ધર્મી (એમ થઈ જાય). દુનિયાની લાઈન જ આખી ફેર થઈ ગઈ છે. સમાજમાં અને અહીંયાં. સમાજમાં તો એમ કે સરખું ભોગવો બધા, સરખો ભાગ પાડો. આ ધર્મમાં એમ નથી. ધર્મમાં તો પુણ્યના ઉદયને લઈને મોટું ચક્રવર્તીનું રાજ હોય અને બીજાને ન હોય એથી કરીને આહાહા...! ચક્રવર્તીનું રાજ હોય છતાં દૃષ્ટિમાં તે અપરિગ્રહ છે. જેટલે અંશે દૃષ્ટિ પ્રગટીને અકષાય ભાવ પ્રગટ્યો એટલે અંશે એ અપરિગ્રહી છે અને અજ્ઞાની પાસે કાંઈ ન હોય છતાં એને રાગની એકતાબુદ્ધિ છે તો પરિગ્રહ-મોટો મિથ્યાત્વનો પરિગ્રહ પડ્યો છે. આહાહા...!
મુમુક્ષુ :- ગરીબનું જ્યાં હોય ત્યાં એવું જ.
ઉત્તર :- ગરીબ કહેવો કોને? ખરેખર તો પાપનો ઉદય છે તેથી તે ગરીબાઈ કહેવાય. સમજાણું? મુનિરાજને પણ પાપના ઉદયે રોગાદિ આવે એથી કંઈ એને પાપી કહેવાય? હેં? આહાહા.! મુનિ મહા ચક્રવર્તી...
મુમુક્ષુ :- મુનિરાજને તો અશુભભાવ બિલકુલ નથી.