________________
ગાથા- ૨૩૫
૫૩૩
ને પ્રીતિ, સંતોષ. ‘પ્રીતિ’ શબ્દે આ રાગ નહિ. જે જ્ઞાયકભાવ પરિપૂર્ણ પ્રભુ, એને સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રથી અભેદથી શ્ર, અનુભવે એનું નામ પ્રીતિ કહેવામાં આવે છે. આહા..! તેથી તેને...’ તેના પ્રત્યે અતિ પ્રીતિવાળો છે,...' એમ ભાષા છે. એકલી પ્રીતિ એમ નહિ. અતિ પ્રીતિ. ભગવાન શાયક સ્વરૂપ પ્રભુ, આહાહા..! એની સન્મુખની પ્રતીતિ, જ્ઞાન ને રમણતા. એને પોતાથી એકપણે અનુભવતો.. આહાહા..! તેને મોક્ષમાર્ગ પ્રત્યે અતિ પ્રીતિવાળો કહેવામાં આવે છે. છે તો મોક્ષમાર્ગ પર્યાય, પણ દ્રવ્યથી તેને અભેદ અનુભવે છે તેથી તેને મોક્ષમાર્ગ પ્રત્યે અતિ પ્રીતિવાળો છે (એમ કહ્યું છે). આવી વાતું છે, આહાહા..! સમજાણું કાંઈ? આ આઠ બોલનું કાંય વિસ્તારમાં બહુ નથી આવ્યું, આ દસલક્ષણીમાં. આઠનું નથી આવ્યું. બ્રહ્મચર્યમાં આવ્યું હોય તો વળી ...
તેથી તેને માર્ગની અનુપલબ્ધિથી....' માર્ગનું પ્રત્યક્ષ ન હોવું. (અનુપલબ્ધિ અર્થાત્) અજ્ઞાન, અપ્રાપ્તિ. તેનાથી જે બંધ થતો (તે) નથી. માર્ગની પ્રાપ્તિ થઈ એટલે અપ્રાપ્તિથી બંધ થતો નથી. અપ્રાપ્તિથી બંધ હતો તે બંધ થતો નથી. આહાહા..! તેથી તેને માર્ગની અનુપલબ્ધિથી...’ માર્ગ પ્રાપ્ત થયો છે (તેથી) અનુપલબ્ધિથી જે બંધ થતો તે એને નથી. આહાહા..! પરંતુ નિર્જા જ છે.' આહાહા..!
ભાવાર્થ :- વત્સલપણું એટલે પ્રીતિભાવ. જે જીવ મોક્ષમાર્ગરૂપી પોતાની સ્વરૂપ પ્રત્યે પ્રીતિવાળો–અનુરાગવાળો હોય...’ આહાહા..! એને અનુસરીને પ્રેમમાં પડ્યો હોય. આહાહા..! પુણ્યને પણ ધર્માનુરાગમાં કહેવામાં આવે છે. ધર્માનુરાગ-ધર્મનો પ્રેમ. આ પ્રેમ) જુદો. પુણ્યભાવને ધર્માનુરાગ, સમકિતીને હોં! પુણ્યભાવને ધર્માનુરાગ, ધર્મનો પ્રેમ (કહ્યો છે), પણ છે રાગ, એ આ નહિ. અહીં તો અનુરાગવાળો. ત્રિકાળી સ્વરૂપની પ્રીતિવાળો–અનુરાગવાળો, એમ. આરે..! આહાહા..! જેને ભગવાન સર્વજ્ઞ ૫૨માત્મસ્વરૂપ આત્મા, તેના જેને પ્રેમ લાગ્યા છે એ પ્રેમ ક્યારે કહેવાય? કે એનું દર્શન, જ્ઞાન ને ચારિત્ર થયું છે તે તેનો પ્રેમ લાગ્યો છે. આહાહા..! અને પરથી જેને પ્રેમ છૂટી ગયો છે. આહાહા..! તેને માર્ગની અપ્રાપ્તિથી થતો બંધ નથી.... આહાહા..! કંઈક ‘કર્મ રસ દઈને ખરી જતાં હોવાથી નિર્જરા જ છે.’ આહા..! કંઈક ઉદયમાં આવે રાગાદિ, પણ તેમાં તેનો પ્રેમ નથી. પ્રીતિ તો અહીં દર્શન, જ્ઞાન, ચારિત્રમાં છે. તેથી તે ઉદયમાં) આવ્યો જરી રાગ (તે) ખરી જાય છે. આહાહા..! સમજાણું?
હમણાં કહ્યું નહિ? ઓલા પુણ્યની વાત. ભાઈએ કરી છે, પંડિતજીએ. આ પૈસા આદિ મળવા એ પુણ્યને લઈને છે પણ મળ્યા છે એ પાપ છે. પરિગ્રહ છે ને? બાહ્ય પરિગ્રહ છે ને? ચૌદ પ્રકારનો અત્યંતર પરિગ્રહ, દસ પ્રકારનો (બાહ્ય) પરિગ્રહ, (એમ) ચોવીસ. ભલે બાહ્ય છે પણ છે તો પરિગ્રહ ને? અને એને પાપમાં ગણ્યા છે ને? એ પૈસા આદિ પ્રાપ્ત થવા એ પુણ્યને લઈને છે પણ મળ્યા છે તે પાપ છે. એ..ઇ...!
એ ચીજ જ પાપ છે. બાહ્ય પરિગ્રહ છે એ પોતે પાપ છે. ઝીણી વાત છે. ચોવીસ