________________
૫૩૨
સમયસાર સિદ્ધિ ભાગ-૭
પ્રવચન નં. ૩૦૯ ગાથા-૨૩૫, ૨૩૬ બુધવાર, ભાદરવા વદ ૭, તા. ૧૨-૦૯-૧૯૭૯
વાત્સલ્ય ગુણની ગાથા.
जो कुणदि वच्छलत्तं तिण्हं साहूण मोक्खमग्गम्हि । सो वच्छलभावजुदो सम्मादिट्ठी मुणेदव्वो।।२३५।। જે મોક્ષમાર્ગે સાધુત્રયનું વત્સલત કરે અહો !
ચિમૂર્તિ તે વાત્સલ્યયુત સમકિતદૃષ્ટિ જાણવો. ર૩૫. ટીકા :- સમ્યગ્દષ્ટિ એટલે કે ત્રિકાળી જ્ઞાયકભાવ શુદ્ધ આનંદ સ્વરૂપ પરમ જ્ઞાયક પારિણામિક સ્વભાવ, તેની સન્મુખ થઈને જ્ઞાન કરીને પ્રતીત કરે એને અહીંયાં સમ્યગ્દષ્ટિ કહે છે. આહાહા.! ધર્મની પહેલી શરૂઆત. વસ્તુ જે સત્ય સમ્યફ ચૈતન્ય છે એની અંતર સન્મુખમાં તેનું જ્ઞાનમાં સ્વીકાર ને શ્રદ્ધામાં પ્રતીતિ થઈ), આહાહા.! ત્યારે તેને આનંદનો અંશે અનુભવ આવે એને ધર્મી અને સમ્યગ્દષ્ટિ કહેવાય છે, ધર્મની શરૂઆતવાળો કહેવાય છે. આહાહા...! સમજાણું કાંઈ?
“કારણ કે સમ્યગ્દષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે...” જુઓ! આવ્યું છે, આવ્યું ને? આહાહા.! ટંકોત્કીર્ણ એટલે શાશ્વત. આત્મા જે જ્ઞાયકભાવપણે શાશ્વત છે પરમ પારિણામિક સ્વભાવપણે તે શાશ્વત છે. પરમ પરિણામિક ન લીધું કેમકે પારિણામિક તો બીજા દ્રવ્યમાંય છે. એથી અહીં જ્ઞાયકભાવ નિત્યાનંદ પ્રભુ, “જ્ઞાયકભાવમયપણાને લીધે...” આહાહા..! સમ્યગ્દષ્ટિ જ્ઞાયકભાવમયપણાને લીધે. આહાહા...!
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને...” સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન ને સમ્મચારિત્ર. એટલે સ્વરૂપ જ્ઞાયકભાવ તેની પ્રતીતિ, તેનું જ્ઞાન અને તેમાં રમણતા. આત્મશ્રદ્ધા, આત્મજ્ઞાન ને આત્મચારિત્ર–રમણતા. આહાહા! એ પોતાથી અભેદબુદ્ધિએ સમ્યપણે દેખતો...” એ ત્રણને આત્માથી અભેદપણે... આહાહા...! આત્માથી આ ત્રણને ‘અભેદબુદ્ધિએ સમ્યકપણે દેખતો (–અનુભવતો) હોવાથી, માર્ગવત્સલ અર્થાત્ મોક્ષમાર્ગ પ્રત્યે અતિ પ્રીતિવાળો છે,... આહાહા...! વસ્તુ સ્વરૂપ જે ભગવાન ચિદાનંદ.. બહુ ઝીણી વાત, ભાઈ! જ્ઞાયકભાવ જે નિત્યાનંદ ધ્રુવ, એ પણાની દૃષ્ટિ ને જ્ઞાન હોવાથી તેનું દર્શન, જ્ઞાન ને ચારિત્ર પોતાથી અભેદપણે દેખતો. આહા...! એ ત્રણને અભેદપણે અનુભવતો. આહાહા...! હોવાથી, સમ્યકપણે દેખતો – અનુભવતો હોવાથી, સમ્યકૂપણે પોતાથી અભેદ અનુભવતો હોવાથી માર્ગવત્સલ અર્થાતુ મોક્ષમાર્ગ પ્રત્યે અતિ પ્રીતિવાળો છે...” આ પ્રીતિ એટલે આ, રાગ નહિ.
એ તો નિર્જરામાં પહેલું આવી ગયું હતું ને? ઓલું પ્રીતિ નહિ? પ્રીતિવંત બને, રુચિ