________________
ગાથા ૧૯૩
અનુભવસહિત પુણ્ય અને પાપના ભાવથી વૈરાગ્ય, વિરક્ત છે એવો વૈરાગી. એને વૈરાગી કહેવામાં આવે છે. આહાહા...! એ “વિરાગીનો ઉપભોગ નિર્જરા માટે જ છે...”
રાગાદિભાવોના સદૂભાવથી મિથ્યાષ્ટિને અચેતન તથા ચેતન દ્રવ્યોનો ઉપભોગ બંધનું નિમિત્ત જ થાય છે....... આહાહા...! રાગાદિના સભાવથી (એટલે) મિથ્યાદૃષ્ટિ રાગમાં પ્રેમ માનનાર, રાગમાં સુખ માનનાર, રાગમાં ઉત્સાહિત વીર્ય થતાં. ઉલ્લાસિત વીર્ય રાગમાં થનાર મિથ્યાષ્ટિને... આહાહા.! “અચેતન તથા ચેતન દ્રવ્યોનો ઉપભોગ...” ચાહે તો અચેતનને ભોગવે કે ચેતનને ભોગવે, તે) બંધનું નિમિત્ત જ થાય છે; આહાહા...!
‘તે જ ઉપભોગ” અહીં તો સચેત, અચેત બેય લીધું. એટલે કોઈ એમ કહે કે, આ વાત તો મુનિને માટે છે (તો) અહીં સચેતને ભોગવે છે તેની વાત લીધી છે. સમજાણું કાંઈ? અચેતને તો ઠીક, પણ સચેતને ભોગવે છે. આહાહા...! પણ વૈરાગ્યને લઈને રસ ઊડી ગયો છે. ક્યાંય રસ, પ્રેમ છે નહિ. સચેત સ્ત્રી, સચેત દીકરા, દીકરીયું એ સચેતનો ઉપભોગ એને હોય છે, કહે છે. સચેત અને અચેતનો (ઉપભોગ), કીધું ને? મિથ્યાદૃષ્ટિને અચેતન અને ચેતન દ્રવ્યોનો ઉપભોગ બંધનું નિમિત્ત જ થાય છે અને તે જ ઉપભોગ...” તે જ ઉપભોગ, કીધું ને? તે સચેત અને અચેત. આહાહા...!
રાગાદિભાવોના અભાવથી... આહાહા...! અહીં તો સમ્યદૃષ્ટિની મહિમાનું વર્ણન છે, બાકી જે ઉપભોગ છે એટલો રાગ છે એ બંધનું કારણ છે. એ વાતને અહીં ગૌણ કરીને શુદ્ધ સ્વભાવ મહાપ્રભુ જ્યાં દૃષ્ટિમાં આવ્યો, ભગવાનના ભેટા થયા. આહાહા.! એને હવે ચેતન અને અચેતનનો ઉપભોગ કર્મની નિર્જરાનું કારણ છે. એમ કરીને કોઈ સ્વચ્છંદી થઈને એમ કહે કે, અમે ગમે તે રીતે ભોગવીએ, એમ નહિ. પણ કોઈ એવો હોય છે, સચેત-અચેતનો જોગ હોય છે. આહાહા...!
તે જ ઉપભોગ...” કીધું ને? તે જ એટલે? ચેતન અને અચેતન કીધું છે. માથે કીધું ને? મિથ્યાષ્ટિને અચેતન તથા ચેતન દ્રવ્યોનો ઉપભોગ... એક બાજુ એમ કહે કે, પારદ્રવ્યને આત્મા ભોગવી શકે જ નહિ. હૈ? આહાહા...! સચેત, અચેતને અડી શકે જ નહિ. આહાહા...! કોઈપણ આત્મા સચેત સ્ત્રીનો આત્મા કે એનું શરીર કે પૈસા કે લક્ષ્મી કે આબરૂ, એને આત્મા અડી શકતો જ નથી. અડ્યા વિના એને ઉપભોગ શી રીતે છે? આહાહા..! પણ એના તરફના લક્ષથી જે રાગાદિ થયો તેને ભોગવે છે, ઈ સચેત અને અચેતને ભોગવે છે એમ આરોપથી કથન છે. આહાહા...! આવી શૈલી છે.
તે જ ઉપભોગ...” કોઈ એમ કહે છે કે, આમાં આ ગાથા તો મુનિને માટે છે. મુનિ માટે પણ છે અંદર. એને સચેત શિષ્ય આદિ એનો અર્થ છે), પણ અહીં ચોથે ગુણસ્થાનથી સચેત, અચેતની વાત લીધી છે. એના પ્રમાણમાં, હોં ! આહાહા...! બાકી વ્યાખ્યા સચેત, અચેતની ઘણી કરી હતી. મુનિને માટે સચેત શિષ્ય, મિશ્ર એ ઉપકરણ હોય ને? એ અચેતન