________________
૧૦
સમયસાર સિદ્ધિ ભાગ-૭ કરે છે તેમ-ભોગોપભોગસામગ્રી વડે વિષયરૂપ ઈલાજ કરે છે; પરંતુ જેમ રોગી રોગને કે ઔષધિને ભલી જાણતો નથી તેમ સમ્યગ્દષ્ટિ ચારિત્રમોહના ઉદયને કે ભોગોપભોગસામગ્રીને ભલી જાણતો નથી. વળી નિશ્ચયથી તો, જ્ઞાતાપણાને લીધે સમ્યગ્દષ્ટિ વિરાણી ઉદયમાં આવેલા કર્મને માત્ર જાણી જ લે છે, તેના પ્રત્યે તેને રાગદ્વેષમોહ નથી. આ રીતે રાગદ્વેષમોહ વિના જ તેના ફળને ભોગવતો હોવાથી તેને કર્મ આસ્રવતું નથી, આસવ વિના આગામી બંધ થતો નથી અને ઉદયમાં આવેલું કર્મ તો પોતાનો રસ દઈને ખરી જ જાય છે કારણ કે ઉદયમાં આવ્યા પછી કર્મની સત્તા રહી શકે જ નહિ. આ રીતે તેને નવો બંધ થતો નથી અને ઉદયમાં આવેલું કર્મ નિરી ગયું તેથી તેને કેવળ નિર્જરા જ થઈ. માટે સમ્યગ્દષ્ટિ વિરાગીના ભોગોપભોગને નિર્જરાનું જ નિમિત્ત કહેવામાં આવ્યો છે. પૂર્વ કર્મ ઉદયમાં આવીને તેનું દ્રવ્ય ખરી ગયું તે દ્રવ્યનિર્જરા છે.
ગાથા–૧૯૩ ઉપર પ્રવચન
“હવે દ્રવ્યનિર્જરાનું સ્વરૂપ કહે છે - હવે ગાથા.
उवभोगमिंदियेहिं दवाणमचेदणाणमिदराणं। जं कुणदि सम्मदिट्टी तं सव्वं णिज्जरणिमित्तं ।।१९३।। ચેતન અચેતન દ્રવ્યનો ઉપભોગ ઇંદ્રિયો વડે
જે જે કરે સુદૃષ્ટિ તે સૌ નિર્જરાકારણ બને. ૧૯૩. ટીકા - ‘વિરાગીનો ઉપભોગ...” જ્યાં રાગનો રસ રહ્યો નથી, જ્યાં વિકલ્પમાં સુખબુદ્ધિ ઊડી ગઈ છે અને જ્યાં સાચું સુખ છે ત્યાં સુખબુદ્ધિ થઈ છે. આહાહા.! જેમાં આનંદ છે ત્યાં આનંદબુદ્ધિ થઈ છે અને વિકલ્પમાત્રથી માંડીને પરમાંથી સુખબુદ્ધિ ઊડી ગઈ છે. સમકિતીને શરીરમાં, ઇન્દ્રિયોમાં, વિષયમાં, ભોગમાં, સ્ત્રીમાં, કુટુંબમાં, આબરૂમાં ક્યાંય રસ નથી. આહાહા.! ક્યાંય એને અંદરનો રસનો પ્રેમ નથી. આસક્તિ અસ્થિરતા છે એ જુદી વસ્તુ છે.
‘વિરાગીનો ઉપભોગ... આહાહા.! “નિર્જરા માટે જ છે. આ દ્રવ્યનિર્જરા. કર્મ, કર્મ, કર્મ. (અર્થાત્ નિર્જરાનું કારણ થાય છે).' વિરાગીનો ઉપભોગ નિર્જરા નામ કર્મનું ખરવાનું કારણ થાય છે. વૈરાગી એને કહીએ કે જેને સમ્યગ્દર્શનસહિત પુણ્ય-પાપથી વિરક્તબુદ્ધિ થઈ છે, એને વૈરાગી કહીએ. વૈરાગી એટલે બહારથી છૂટીને દુકાન છોડી, ધંધા છોડ્યા એટલે વૈરાગી, એમ નથી. આહાહા.! જેને ભગવાનઆત્મા, પૂર્ણાનંદના ભાનમાં, પ્રતીતના