________________
૧૨
સમયસાર સિદ્ધિ ભાગ-૭ ઉપકરણ છે, મોરપીંછી વગેરે અચેત. એ સચેત, અચેતને ત્યાં સુધી લઈ ગયા અને આગળ જતાં સચેત એટલે રાગ. ત્યાં સુધી લઈ ગયા છે. રાગનો પણ ઉપભોગ જ્ઞાનીને નથી. આહાહા...!
તે જ ઉપભોગ... એટલે તે જ સચેત અને અચેત વસ્તુનો. દ્રવ્યોનો છે ને? “અચેતન ચેતન દ્રવ્યોનો ઉપભોગ...” એમ શબ્દ છે. દ્રવ્યની પર્યાયમાં રાગ થાય તેનો ઉપભોગ, એવી ભાષા નથી કરી. કહેવાનો તો આશય એ છે. આહાહા...! એક કોર કહે કે, આત્મા પર્યાયને પણ સ્પર્શે નહિ. પર્યાય રાગને સ્પર્શે નહિ, રાગ કર્મના ઉદયને સ્પર્શે નહિ, રાગ પરદ્રવ્યને સ્પર્શે નહિ. આહાહા...! કઈ અપેક્ષા છે એમાં? આ તો પ્રભુનો અનેકાંતવાદ છે ને ! અનેકાંત એટલે એમાં અનંત અનંત અપેક્ષાઓ, ધર્મ છે. છે એમાં છે એ માહ્યલી, હોં ! અનેકાંતનો અર્થ એવો નથી કે વ્યવહારથી નિશ્ચય થાય અને નિમિત્તથી પણ થાય. એ અનેકાંત ધર્મ નથી.
પણ આ રીતે સમકિતીનો ભોગ નિર્જરાનો હેતુ છે, એમ આમાંથી કહેવું છે ને? ભોગ નિર્જરાનો હેતુ હોય તો પછી ચારિત્રને અંગીકાર કરવાની જરૂર રહી નહિ. હૈ? આહાહા..! એમ નથી. અહીંયાં તો દૃષ્ટિનું માહાભ્ય બતાવવું છે. આહાહા. બાકી તો જેટલે અંશે અસ્થિરતાનો અંશ કમજોરી છે એ દુઃખ છે, આસ્રવ છે, જ્ઞાનીને એ બંધનું કારણ છે. આહાહા.... અહીંયાં તો એના ઉપભોગમાં દ્રવ્યનું લક્ષ હોય છે તેથી એને દ્રવ્યનો ઉપભોગ કહેવામાં આવ્યું. આહાહા...! બાકી દ્રવ્યને કોણ ભોગવે? આહાહા...!
અજ્ઞાની કે જ્ઞાની કોઈ પરદ્રવ્યને અડી શકે નહિ (તો) ભોગવે શી રીતે? કેમ? કે, એક દ્રવ્યને બીજા દ્રવ્ય વચ્ચે અત્યંત અભાવ છે. અત્યંત અભાવમાં પરદ્રવ્યને ભોગવે એમ બની શકે નહિ. આહાહા...! પાઠ તો આવો છે. “અચેતન તથા ચેતન દ્રવ્યોનો ઉપભોગ...” એમ કીધું છે ને? એના પરિણામ થયા, એમ વાત નથી. આહાહા...! એનો અર્થ તો છે જ છે, પણ એનું) લક્ષ ત્યાં પર ઉપર છે તેથી એનો ભોગવટો છે એમ કહેવામાં આવે છે. આહાહા.! બાકી તો જ્ઞાનીને રાગનો, શુભરાગનો અનુભવ જ્યાં દુઃખરૂપ છે ત્યાં અશુભનો અનુભવ તો દુઃખરૂપ જ છે). આહાહા.! ચોથે ગુણસ્થાનથી શુભરાગ દુઃખરૂપ છે, એનું વેદન (દુઃખરૂપ છે), પછીની ગાથામાં કહેશે. સુખ-દુઃખનું વદન થાય છે અને પછી ખરી જાય છે. આહાહા...! એ ભાવનિર્જરા કહેશે. આ તો દ્રવ્યનિર્જરા છે. આહાહા...!
વિરાગીનો ઉપભોગ નિર્જરા માટે જ છે. માટે જ છે. જોયું? પાછું વળી જ એકાંત (કર્યું. (નિર્જરાનું કારણ થાય છે. રાગાદિભાવોના સદૂભાવથી. જેને પરપદાર્થ પ્રત્યેનો પ્રેમ છે, રાગ છે, એમાં સુખબુદ્ધિ છે, એમાં ઉલ્લસિત, સ્વભાવથી અધિકપણું જેને અંદર પરમાં ભાસે છે, આહાહા.. એવા મિથ્યાદૃષ્ટિને “અચેતન તથા ચેતન દ્રવ્યોનો ઉપભોગ બંધનું નિમિત્ત જ થાય છે, તે જ ઉપભોગ...” તે જ અચેતન, ચેતન દ્રવ્યોનો ઉપભોગ, આહાહા...! રાગાદિભાવોના અભાવથી...” અહીં પહેલું બીજી લીટીમાં કહ્યું હતું ને? “રાગાદિભાવોના