________________
શ્લોક-૧૫૯
૪૬૭
અને જ્ઞાનની પર્યાયમાં એનો સ્વીકાર થયો, ત્યારે તે પર્યાયમાં દ્રવ્ય આવતું નથી પણ પર્યાયમાં દ્રવ્યની જે શક્તિ છે તેની વ્યક્તતા પર્યાયમાં આવે છે. સમજાય છે કાંઈ? આહાહા..! એ શક્તિની વ્યક્તતા જે થઈ તે દ્રવ્યની દૃષ્ટિના પરિણામ ફળરૂપ છે. સમજાય છે કાંઈ? આહાહા..!
જે ત્રિકાળી શાયકભાવ ભગવાન પૂર્ણાનંદનો નાથ, એની સન્મુખ થયો ત્યારે તેના પરિણામમાં જેટલા ગુણો છે તેની શક્તિની વ્યક્તતાનો અંશ વેદનમાં ન આવે તો તેણે દૃષ્ટિ કરી જ નથી. આહાહા..! આવું સ્વરૂપ છે. ઝીણી વાત છે, ભગવાન! અને આમેય આમ કહ્યું છે ને કે, “સ્વામેમિ સર્વે ખીવા:' સ્વામમિ મનુષ્ય પીવા તેવ નીવાઃ' એમ નથી કહ્યું. આહાહા..! બધા જીવો જે જ્ઞાન, દર્શન, આનંદના પ્રાણવાળા ભગવાનઆત્મા, એને હું ખમાવું છું. તમારી જેટલી સત્તા છે તેનો સ્વીકાર મને છે. મારી સત્તાનો મને સ્વીકાર છે અને તમારી સત્તાનો મને સ્વીકાર છે. આહાહા..! તેથી તમને મારાથી, મારું ઓછું, અધિક, વિપરીત મેં કર્યું હોય તો એ તો ગયું પણ તમારામાં જે ઓછું, અધિક, વિપરીત છે એને હું જોતો નથી. તમારો ભગવાન અંદર પ્રાણ-આનંદના પ્રાણથી જીવનારો ચૈતન્ય, આહા..! એને હું ખમાવું છું, એ મારો નાથ છે, મારો સાધર્મી આત્મા છે. હેં? આહાહા..! ‘શશીભાઈ’! આવું છે ભગવાન! આહાહા..!
જેના રૂપ ને રંગ જેની જાત જ જુદી છે. આ ધૂળના રૂપના રંગ એ તો મસાણના ફાસફૂસ જેવા છે. આહાહા..! ભગવાનઆત્માનું રૂપ અનંત જ્ઞાન, દર્શન, આનંદનું રૂપ અને એનો રંગ, અસંગ રંગ (છે). આહાહા..! સમજાય છે કાંઈ? આ પ્રાણમાં આમ કહેવા માગે છે કે, જેના પ્રાણ નાશ થાય છે તેને લોકો મરણ કહે છે, પણ [અન્ય માત્મનઃ પ્રાળા: વિત જ્ઞાન] ભગવાનઆત્મા.. છે? ‘તિ’ નિશ્ચયથી, ‘તિ” નિશ્ચયથી જ્ઞાન ને આનંદ ને શાંતિ જેના વીતરાગી પ્રાણ છે. આહાહા..! એ ‘જ્ઞાન’ શબ્દ કહીને આખો આત્મા કહ્યો છે. સમજાય છે કાંઈ? આહા..! ભાઈ! વીતરાગમાર્ગ કોઈ અલૌકિક છે. આહાહા..!
આ આત્માના પ્રાણ તો નિશ્ચયથી જ્ઞાન....' આનંદ, જ્ઞાન, વીર્ય ને દર્શન (છે). જીવતરશક્તિ કીધી છે ને? એ પહેલી જીવતર શક્તિમાં જ એના પ્રાણ છે. જ્ઞાન, દર્શન, આનંદ ને વીર્ય પ્રાણ છે. પહેલી ગાથાથી જ ઉપાડ્યું છે. બીજી (ગાથા). આહાહા...! ‘નીવો વૃત્તિવંશળબાળવિવો એને સ્વસમય જાણ, તેને તું આત્મા જાણ. આહાહા..! જે ભગવાનઆત્મા પોતાના શાયક અનંત પ્રાણ શાંતિ, આનંદ આદિ, એમાં જેની દૃષ્ટિ પડીને આદર થયો, આહાહા..! એને પર્યાયમાં સ્વસમયનું પરિણમન થયું. દર્શન, જ્ઞાન, ચારિત્ર, આનંદ આદિની પર્યાય થઈ તેને તું આત્મા જાણ. દ્રવ્ય આત્મા છે એ તો દૃષ્ટિનો વિષય થયો પણ વેદનમાં આવ્યો તે આત્મા તેને તું આત્મા જાણ. આહાહા..! સમજાય છે કાંઈ? કહે છે કે, દસ પ્રાણે જીવું છું એવી દૃષ્ટિ જ્યાં સુધી છે ત્યાં સુધી તો તેના પ્રાણની પરિણતિ નિર્મળ છે નહિ. આહાહા..! પણ દસ પ્રાણે જીવન એ મારું નહિ, એ તો જડનું