________________
૪૬૬
સમયસાર સિદ્ધિ ભાગ-૭ એ તો જડ છે, જડના પ્રાણ એ કંઈ આત્માના પ્રાણ નથી. આહાહા...! આત્માના પ્રાણ તો પહેલી શક્તિનું વર્ણન કર્યું ને? “વીવો વરિત્તવંગMાતિવો ભગવાન આત્મા જીવત્વશક્તિનો સાગર છે. એ જીવત્વ શક્તિનો અર્થ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ ને અનંત) વીર્ય એવા ચતુષ્ટય પ્રાણથી તેનું જીવન અનાદિ છે. આહા.! એ પ્રાણને કોઈ લૂંટી શકે નહિ. આહા! અને એ પ્રાણનું જ્યારે ફળ અનંત જ્ઞાન, દર્શન, આનંદ ને વીર્ય છે એવું ચતુષ્ટય સ્વરૂપ, એવા જે નિજ પ્રાણ એની જ્યાં દૃષ્ટિ થાય, એનો-દ્રવ્યનો સ્વીકાર થાય. કારણ કે દ્રવ્યમાં એ ચૈતન્ય પ્રાણ છે, આહાહા.! તો દ્રવ્યનો જ્યાં સ્વીકાર થાય ત્યારે તેના પરિણામમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર, આનંદની પર્યાય પ્રગટ થાય છે એનું જીવન છે. ઝીણી વાત છે, ભાઈ! આહાહા...! અને જ્યારે એ દ્રવ્યદૃષ્ટિ થાય, વસ્તુ છે તે પૂર્ણાનંદ પ્રભુ અનંત જ્ઞાન, દર્શનના પ્રાણથી ભરેલો એવા ધ્રુવના ધ્યેયની દૃષ્ટિ થાય ત્યારે એનું પરિણામ પર્યાયમાં આનંદ ન આવે તો એની દૃષ્ટિ થઈ જ નથી. આહાહા.! આવી વાત છે.
એ તો વીસમા અલિગંગ્રહણના (બોલમાં) કહ્યું હતું ને? અલિંગગ્રહણમાં આવી ગયું કે, આત્મા એને કહીએ કે જેની દૃષ્ટિ દ્રવ્ય ઉપર છે, જેના પ્રાણ અનંત જ્ઞાન, દર્શન, આનંદ છે, લોકો કહે છે કે, મહાવીરનો આદેશ ‘જીવો અને જીવવા દો એ વાત છે જ નહિ. અહીં તો જીવન એટલે ભગવાનઆત્મા, આહાહા...! જ્ઞાન, દર્શન, આનંદ ને વીર્યના પ્રાણ એનું એ જીવન છે. એનાથી જીવ અને એનાથી બીજાને જીવાડવાના ભાવ કર. આહાહા...!
અહીંયાં તો એમ કહેવું છે કે, જેને આ પ્રાણનો નાશ થાય છે એ પ્રાણ આત્માના નથી. આહા...! એના પ્રાણ અહીં તો એકલું જ્ઞાન કહેશે. પ્રાણોના નાશને લોકો) મરણ કહે છે.” [બચ માત્મનઃ પ્રાણ: વિરુન જ્ઞાનું આહાહા...! એ આત્માના પ્રાણ એટલે એનું જીવન દર્શન, જ્ઞાન, ચારિત્ર, આનંદના સ્વરૂપનું એનું જીવન છે. આહાહા...! અને એ જીવનની દૃષ્ટિ થાય તેને પર્યાયમાં આનંદનું વેદના અને ચતુષ્ટય જે પ્રાણની શક્તિ છે તેની વ્યક્તતાનો અંશ પર્યાયમાં આવે તો તેણે તે દ્રવ્યને સ્વીકાર્યું અને દ્રવ્યની દૃષ્ટિ થઈ. ઝીણી વાત છે, ભગવાના આહાહા...! ત્યારે તેને તો એમ કહ્યું, આહાહા! કે આત્મા જે પરમાનંદ અને પરમઆનંદ, જ્ઞાનના પ્રાણથી ભરેલો પ્રભુ, એનો અંતરમાં સ્વીકાર થાય ત્યારે પર્યાયમાં આનંદનું, શાંતિનું અથવા અનંતા જેટલા ગુણો છે તેની શક્તિની વ્યક્તતાનું વેદન આવે. જો વેદન ન આવે તો તે આત્મા નથી. આહાહા! સમજાણું કાંઈ? એ વેદન છે તે જ આત્મા છે, એમ કહ્યું છે. “ચંદુભાઈ! વીસમા, વીસમો (બોલ).
એક કોર કહે કે દ્રવ્ય ધ્રુવ આત્મા છે અને એક કોર કહે કે એ વેદન જે થાય છે તે જ આત્મા છે. તે આત્મા વેદન કરે છે તે આત્મા દ્રવ્યને આત્મા સ્પર્શતો નથી. આહાહા...! આવી વાતું છે. શું કહ્યું પ્રભુ! આહાહા...! એના પ્રભુત્વ આદિના પ્રાણ જે છે, જેનું જીવન અનાદિથી દસ પ્રાણથી શક્તિરૂપે જીવન છે. આહાહા.! એનો જ્યાં દૃષ્ટિમાં