________________
૪૬૮
સમયસાર સિદ્ધિ ભાગ-૭ છે. હું તો જ્ઞાન, દર્શન ને આનંદ મારું સત્ત્વ ને સત્તાનું સત્ત્વ, સનું સત્ત્વ, સત્ એવો જે ભગવાન એનું સત્ત્વ એટલે આત્માપણું.. આહાહા.! ભાવનું ભાવવાનપણું એ તો અનંત જ્ઞાન, દર્શન, આનંદ એ મારું ભાવપણું, મારું સનું સત્ત્વ તો એ છે, મારો કસ તો એ છે. આહાહા...! સમજાય છે કાંઈ? આહાહા...! આ તો અલૌકિક વાતું છે, બાપુ! અત્યારે દુનિયા સાથે કાંઈ મેળ ખાય એવું નથી. આહાહા...!
કહે છે કે, એ દસ પ્રાણ છે એ તો જડ છે, એનો નાશ થાય અને મરણ કહેવું એ તો અજ્ઞાની કહે છે. મારા પ્રાણ તો જ્ઞાન, દર્શન ને આનંદ છે. આહાહા..! એનાથી મારું જીવતર ત્રિકાળ છે. એ છે તેની દૃષ્ટિ કરતા. આહાહા.! પર્યાયમાં પણ આનંદનું વેદન આવે, શાંતિનું વેદન આવે, વીતરાગ સ્વભાવનો આદર થતાં પર્યાયમાં જે વીતરાગતા આવે તે મારું જીવન છે અને તે આત્મા હું તો છું, તે હું આત્મા છું. દ્રવ્ય આત્મા છે એ તો દૃષ્ટિમાં લીધો. આહાહા.! સમજાણું કાંઈ? પણ મારું જે આનંદનું વદન થયું એ હું આત્મા છું. દ્રવ્ય એ તો આત્મા છે, એ તો દૃષ્ટિનો વિષય થઈ ગયો. એ.ઇ... આહાહા...! સમજાય છે કાંઈ?
આ તો અલૌકિક વાતું છે, બાપુ આહા...! દસલક્ષણી પર્વ પૂરા થયા અને આજે ક્ષમાવણીનો દિવસ છે. હૈ? ક્ષમાવણીનો દિવસ ક્યારે કહેવાય? પ્રભુ! તારું જેટલું, જેવડું સ્વરૂપ છે તેટલું તું ક્ષમામાં રાખ. આહાહા...! દૃષ્ટિમાં ને જ્ઞાનની પર્યાયમાં જેટલું જેવડું સ્વરૂપ છે તેટલું રાખ તો તેં આત્માને ખમાવ્યો. એનાથી ઓછું, અધિક, વિપરીત કર્યું તો આત્માને હણી નાખ્યો. આહાહા.! એથી એમ કહે છે કે, આત્માના પ્રાણ તો નિશ્ચયથી જ્ઞાન છે. આહા! એ જ્ઞાન મુખ્ય લીધું છે. બાકી આનંદ, દર્શન, વીર્ય વગેરે (બધા ગુણો છે).
‘ત વયમેવ' તે પ્રાણ તો સ્વયં જ. “વ” શબ્દ પડ્યો છે ને? એ તો સ્વયમેવ, સ્વયં જઈ પડ્યું છે. આહાહા...! જ્ઞાન પ્રાણ, આનંદ પ્રાણ, શાંત પ્રાણ. શાંત એટલે શું? કે, મૂળ તો સ્વરૂપ એ ચારિત્રસ્વરૂપ છે, વીતરાગ સ્વરૂપ છે, અકષાય સ્વરૂપ છે એ બધું એક જ છે. એવો જે ભગવાન અકષાય શાંત સ્વરૂપ, એનો જ્યાં સ્વીકાર થયો ત્યાં પર્યાયમાં શાંતિ આવે. આહાહા...! આનંદનો સ્વીકાર થયો, પૂર્ણાનંદનો તો પર્યાયમાં આનંદ આવે. પૂર્ણ જ્ઞાનનો સ્વીકાર થયો, સમ્યજ્ઞાનનો અંશ પ્રગટ સમ્યજ્ઞાન થાય, શાસ્ત્રજ્ઞાન એ જ્ઞાન નથી. આહાહા.! આવી વાત છે. સમજાણું કાંઈ?
વીર્ય જે અંદર છે, અનંત ગુણની શક્તિમાં વીર્ય (છે), એનો સ્વીકાર થતાં વીર્યો પર્યાયની, નિર્મળ પર્યાયની રચના કરી. આહાહા...! વીર્ય ગુણનું સ્વરૂપ છે ને? આહાહા...! એ રચના વીર્યે અનંત શાંતિની, વીતરાગતાની કરી તે મારું જીવન છે. આહાહા...! આકરી વાત બહુ, બાપુ! જગતની શૈલીથી એના રસ્તા જ કોઈ નિરાળા છે. આહાહા...! એને કોઈ શાસ્ત્રનું વિશેષ જ્ઞાન હોય તો આ પ્રાણ પ્રગટે એમ કાંઈ નથી. એનું જોઈએ, જે જ્ઞાન છે તેનું