________________
ગાથા૨૦૫
૨૦૭ પ્રાપ્તિ કિંચિત્ થતી નથી. એ કર્મકાંડથી આત્માને કિચિત્ ધર્મ થતો નથી. આહાહા...!
જ્ઞાનમાં જ જ્ઞાનનું પ્રકાશનું હોવાથી.” ભગવાન આ જ્ઞાનસ્વરૂપ, એ જ્ઞાનની અંતર એકાગ્રતાથી, જ્ઞાનથી તેની પ્રાપ્તિ થાય છે. જ્ઞાનમાં જ જ્ઞાનનો પ્રકાશ થાય છે. સ્વરૂપમાં એકાગ્રતાથી જ્ઞાનનો પ્રકાશ નામ શુદ્ધ પરિણતિ પ્રગટ થાય છે. આહાહા...! સમજાણું? આ આકરું પડે માણસને. સમસ્ત કર્મકાંડ. ચાહે તો ભગવાનનો વિનય કરો, શાસ્ત્રનો વિનય કરો. આહા.. દેવ-ગુરુની ભક્તિ, વ્રત ને તપ એનાથી આત્માની–ધર્મની પ્રાપ્તિ થતી નથી). આહાહા. અહીં તો આખો દિ હજી પાપમાં પડ્યો હોય એને પુણ્યની તો વાત જ્યાં છે) આહાહા...!
એ જ્ઞાનમાં જ જ્ઞાનનો પ્રકાશ થાય છે. સ્વરૂપની અંતર એકાગ્રતા, અતીન્દ્રિય આનંદ અને જ્ઞાન સ્વભાવ, તેમાં એકાગ્રતા (કરવાથી) આત્માનો પ્રકાશ થાય છે. શુદ્ધ ધર્મ સમ્યગ્દર્શન, જ્ઞાન આત્માના સ્વભાવમાં એકાગ્ર થવાથી થાય છે. આહાહા.! વ્યવહાર રત્નત્રય જે છે એ તો રાગ છે. તેનાથી આત્માના ધર્મની પ્રાપ્તિ થતી નથી. આહાહા...! હવે ક્યાંક એમ લખ્યું હોય કે, વ્યવહાર રત્નત્રય સાધક છે. ત્યાં એ પકડે. એ તો સાધકનો અર્થ ત્યાં નિમિત્ત કેવું હતું તેનું જ્ઞાન કરાવ્યું છે. આહાહા.! જ્ઞાનસમુદ્ર પ્રભુ, ચૈતન્ય રત્નાકર આવી ગયું ને? ચૈતન્યમણિનો સાગર ભગવાન, એમાં એકાગ્ર થવાથી જ્ઞાન નામ આત્માની શુદ્ધ પરિણતિની પ્રાપ્તિ થાય છે. રાગની ક્રિયાથી આત્માને બિલકુલ ધર્મનો લાભ થતો નથી. આહાહા...!
તેથી કેવળ (એક) જ્ઞાનથી જ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે.” ઓહો. આ કારણે કેવળ જ્ઞાનથી જ. નિજ શુદ્ધ સ્વરૂપની અંતરમાં એકાગ્રતાથી જ. એકાંત કર્યું, જુઓ! રાગથી પણ થાય છે અને જ્ઞાનમાં એકાગ્રતાથી પણ થાય છે, એમ નથી. આ અનેકાંત તો આ કહ્યું કે જ્ઞાનથી જ અંતર જ્ઞાનની પ્રાપ્તિ થાય છે), રાગથી નહિ, એ અનેકાંત છે. આહાહા...! અનેકાંતને નામે ફુદડીવાદ બનાવે છે મારગ. આહા...! અહીં તો પહેલી વાત કરી ને? “સઘળાંય કર્મથી જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી.” જ્ઞાનથી જ જ્ઞાનનો પ્રકાશ થાય છે. માટે આ કારણે કેવળ (એક) જ્ઞાનથી જ.' આત્માનું શુદ્ધ સ્વરૂપ, તેની અંતરમાં એકાગ્રતાથી જ શુદ્ધ આત્માની પ્રાપ્તિ થાય છે. સમજાણું? હજી આના શ્રદ્ધાના ઠેકાણા નહિ. આ વ્રત કરો ને તપ કરો ને આમ કરો ને આમ કરો, દાન બે-પાંચ-દસ લાખના આપે તો બીજાને મદદ મળે, બીજાને જરી સુખનું કારણ મળે તો તમને પણ લાભ થાય. (એ બધો) રાગ છે, અધર્મ છે. આહા...!
કેવળ જ્ઞાનથી જ.” ભાષા જુઓ ! એકલો ભગવાનઆત્મા પૂર્ણાનંદ સ્વરૂપ, એની અંતરમાં એકાગ્રતાથી જ. બાકી બીજી કોઈ વાતથી ધર્મ નથી, મુક્તિ નથી. “જ છે ને? જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ભગવાન આનંદસ્વરૂપ પ્રભુ, એ આનંદમાં એકાગ્રતાથી જ આનંદની, શાંતિની પ્રાપ્તિ થાય છે. આહાહા. જેમાં અતીન્દ્રિય આનંદ ભર્યો છે, એવા ભગવાન