________________
૨૦૬
સમયસાર સિદ્ધિ ભાગ-૭
ગાથા–૨૦૫ ઉપર પ્રવચન
णाणगुणेण विहीणा एवं तु पदं बहु वि ण लहंते। तं गिण्ह णियदमेदं जदि इच्छसि कम्मपरिमोक्खं ।।२०५।। બહુ લોક જ્ઞાનગુણે રહિત આ પદ નહીં પામી શકે:
રે ! ગ્રહણ કર તું નિયત આ, જો કર્મમોક્ષેચ્છા તને. ૨૦૫. ટીકા – ‘કર્મમાં (કર્મકાંડમાં)...” હિંસા, જૂઠું, ચોરી, વિષયભોગ વાસના એ તો પાપ છે. પણ દયા, દાન, પૂજા, વ્રત, ભક્તિ એ ક્રિયાકાંડ પુણ્ય છે. આહાહા.! એ “કર્મ શબ્દ છે? “કમમાં..” એટલે ‘ક્રિયાકાંડમાં)... આહા.! દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, તપ એ બધી ક્રિયા શુભભાવ (છે). એ શુભભાવથી “જ્ઞાનનું પ્રકાશવું નહિ હોવાથી આત્મા ચિદાનંદ ભગવાન, એ રાગની ક્રિયાથી વિકાસ થતો નથી, શુદ્ધ પરિણતિ તેનાથી થતી નથી. આવી વાત. આહા...!
કર્મમાં એટલે કર્મકાંડ નામ રાગની ક્રિયામાં જ્ઞાનનું પ્રકાશવું થતું નથી. આત્મ સ્વભાવ તેનાથી વિકસીત થતો નથી. આહા.! એ તો રાગ છે. આહાહા...! ચાહે તો બાર પડિમાં હો ચાહે તો પંચ મહાવ્રત હો, ચાહે તો મહિના મહિનાના અપવાસના ભાવ હો, બધો રાગ છે, ક્રિયાકાંડ છે, તેમાં કોઈ ધર્મ નથી.
મુમુક્ષુ – તપ પણ રાગ?
ઉત્તર :- તપેય રાગ છે. વ્રત ને તપ, દયા ને દાન, પૂજા ને ભક્તિ છ બોલ આવી ગયા. આહાહા...! એ બધો શુભરાગ છે, કર્મકાંડ છે, રાગના કાર્યરૂપી કર્મકાંડ છે. આહાહા...! આવી વાત.
તેથી સઘળાંય કર્મથી જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. પહેલા સાધારણ વાત કરી કે, રાગની ક્રિયાથી જ્ઞાન નામ આત્માના ધર્મનો લાભ આત્માને થતો નથી. તેથી સમસ્ત કર્મ, ચાહે તો ભગવાનનો વિનય કરે, ભગવાનની ભક્તિ કરે, પંચ નવકાર ગણ્યા કરે, ણમો અરિહંતાણં, ણમો અરિહંતાણં ણમો સિદ્ધાંણ કરે), આહાહા! (એ) સમસ્ત ક્રિયાકાંડ રાગ છે. આવી વાત છે. સમસ્ત કર્મ નામ ક્રિયાકાંડથી જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. આહાહા.! જેમાં ભગવાન આનંદસ્વરૂપ જ્ઞાયક સ્વભાવ એ ક્રિયાકાંડ સમસ્ત રાગાદિ ક્રિયાથી, શુભ હોં! અશુભની તો વાત જ શું કરવી? આહા! હિંસા, જૂઠ, ચોરી, વિષયભોગ વાસના, કામ, ક્રોધ, માન, માયા, લોભ, રતિ, અરતિ એ તો પાપ પરિણામ, ઓ...હો...! દુર્ગતિનું કારણ છે. પણ પુણ્ય પરિણામ પણ ચૈતન્યગતિનું કારણ નથી. આહા...! એ કર્મકાંડથી આત્માની