________________
ગાથા-૨૦૫
ગાથા-૨૦૫
૨૦૫
णाणगुणेण विहीणा एदं तु पदं बहु वि ण लहंते । तं गिण्ह णियदमेदं जदि इच्छसि कम्मपरिमोक्खं । । २०५ । ज्ञानगुणेन विहीना एतत्तु पदं बहवोऽपि न लभन्ते ।
तद् गृहाण नियतमेतद् यदीच्छसि कर्मपरिमोक्षम् ।।२०५ ।। यतो हि सकलेनापि कर्मणा, कर्मणि ज्ञानस्याप्रकाशनात्, ज्ञानस्यानुपलम्भः। केवलेन ज्ञानेनैव, ज्ञान एव ज्ञानस्य प्रकाशनात्, ज्ञानस्योपलम्भः । ततो बहवोऽपि बहुनापि कर्मणा ज्ञानशून्या नेदमुपलभन्ते, इदमनुपलभमानाश्च कर्मभिर्न मुच्यन्ते । ततः कर्ममोक्षार्थिना केवलज्ञानावष्टम्भेन नियतमेवेदमेकं पदमुपलम्भनीयम् ।
હવે આ જ ઉપદેશ ગાથામાં કરે છે ઃ
બહુ લોક જ્ઞાનગુણે રહિત આ પદ નહીં પામી શકે;
રે ! ગ્રહણ કર તું નિયત આ, જો કર્મમોક્ષેચ્છા તને. ૨૦૫.
ગાથાર્થ :- [ જ્ઞાનમુણેન વિઠ્ઠીનાઃ ] જ્ઞાનગુણથી રહિત [ વવઃ અત્તિ ] ઘણાય લોકો (ઘણા પ્રકારનાં કર્મ કરવા છતાં) [ તત્ પરં તુ ] આ જ્ઞાનસ્વરૂપ પદને [ ૬ ભ્રમત્તે] પામતા નથી; [ તવ્ ] માટે હે ભવ્ય ! [ યવિ ] જો તું [ ર્મપરિમોક્ષમ્ ] કર્મથી સર્વથા મુક્ત થવા [ રૂસિ ] ઇચ્છતો હો તો [ નિયતસ્તત્ ] નિયત એવા આને (જ્ઞાનને) [ ગૃહાળ ] ગ્રહણ કર.
ટીકા :- કર્મમાં (કર્મકાંડમાં) જ્ઞાનનું પ્રકાશવું નહિ હોવાથી સઘળાંય કર્મથી જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી; જ્ઞાનમાં જ જ્ઞાનનું પ્રકાશવું હોવાથી કેવળ (એક) જ્ઞાનથી જ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. માટે જ્ઞાનશૂન્ય ઘણાય જીવો, પુષ્કળ (ઘણા પ્રકારનાં) કર્મ કરવાથી પણ આ જ્ઞાનપદને પામતા નથી અને આ પદને નહિ પામતા થકા તેઓ કર્મથી મુક્ત થતા નથી; માટે કર્મથી મુક્ત થવા ઇચ્છનારે કેવળ (એક) જ્ઞાનના આલંબનથી, નિયત જ એવું આ એક પદ પ્રાપ્ત કરવા યોગ્ય છે.
ભાવાર્થ :- જ્ઞાનથી જ મોક્ષ થાય છે, કર્મથી નહિ; માટે મોક્ષાર્થીએ જ્ઞાનનું જ ધ્યાન કરવું એમ ઉપદેશ છે.