________________
૨૦૪
સમયસાર સિદ્ધિ ભાગ-૭ વિના કોઈ પણ રીતે...” કોઈ પણ રીતે, કોઈ પણ પ્રકારે. ભગવાનનો વિનય કરો, ભગવાનની ભક્તિ કરો, નવકાર ગણો, ચોવીશ કલાક નિદ્રા ન લેવી, ણમો અરિહંતાણે, ણમો અરિહંતાણં, ણમો અરિહંતાણં ક્લેશ કરો તો કરો. પણ જ્ઞાનગુણ વિના જ્ઞાન. પોતાનો જ્ઞાનસ્વભાવ અંતર જ્ઞાનની એકાગ્રતા વિના એ જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. આહાહા...! સમજાણું?
જ્ઞાન તો જ્ઞાનગુણ વિના...” એ શું કહે છે? જ્ઞાનને પોતાના જ્ઞાનગુણ વિના. પોતાના જ્ઞાનગુણના આશ્રય વિના જ્ઞાનને કોઈપણ રીતે. પોતાનો જ્ઞાનસ્વરૂપી ભગવાન, તેના અવલંબન વિના. જ્ઞાનને કોઈપણ રીતે પ્રાપ્ત કરી શકતા નથી. પર્યાયમાં નિર્મળ પર્યાય, જ્ઞાનગુણના અવલંબન વિના પ્રાપ્ત કરી શકતા નથી. આહાહા.! બાર-બાર મહિનાના અપવાસ કરે, (આખી) જિંદગી બાળબ્રહ્મચારી (રહે, જિંદગીમાં સ્ત્રીનો સંગ ન હોય, તેથી શું? એ તો પરલક્ષી ભાવ શુભ છે. મૂળ બ્રહ્મચર્ય નહિ. આહાહા...! મૂળ બ્રહ્મચર્ય તો બ્રહ્મ નામ આનંદનો નાથ, એમાં રમવું એ બ્રહ્મચર્ય છે. શરીરથી સ્ત્રીનો ત્યાગ થયો એટલે એ બ્રહ્મચારી છે એમ છે નહિ. સમજાણું? બ્રહ્મ નામ આત્માના આનંદમાં ચરવું નામ રમવું.
કહ્યું હતું ને એકવાર? “પદ્મનંદિ પંચવિંશતિકા'. બ્રહ્મની વ્યાખ્યા કરતા કરતા (આચાર્ય કહે છે), બ્રહ્માનંદ ભગવાનમાં રમવું એ બ્રહ્મચર્ય. બ્રહ્મ નામ આનંદમાં ચરવું નામ રમવું. બહુ વિસ્તાર કર્યો પછી મુનિ કહે છે, અરે. યુવાનો ! તમને ભોગના રસમાં, સ્ત્રીનું શરીર સારું રૂપાળું, એનું રૂપાળું, પૈસા કરોડ, બે કરોડ, પાંચ કરોડ (હોય), બંગલા બે-પાંચ લાખના (હોય), આહાહા...! એ તારી પથારી, રેશમના ગાદલા એમાં તને રસ પડતો હોય પ્રભુ ! તો આ મારી વાત તને નહિ રુચે. મારી વાત ન રુચે તો માફ કરજે, પ્રભુ ! અમે તો મુનિ છીએ, અમારી પાસે તમે કઈ આશા રાખશો? “લક્ષ્મીચંદભાઈ ! મુનિ દિગંબર સંત, આત્માના આનંદમાં ઝૂલનારા, એ બ્રહ્મચર્યની વ્યાખ્યા કરતા કરતા કરતા કરતા એમ કહ્યું, હે યુવાનો ! તમને આ વાત, આ રસમાં. આહાહા.! ઘેલછાઈના રસમાં તને આ વાત નહિ ગોઠે, આ શું બકે છે? એમ તને લાગશે. પ્રભુ ! માફ કરજે. અમે તો મુનિ છીએ, બીજું શું કહીએ? અમારી પાસે કઈ આશા રાખશો? વિશેષ કહેશે...
(શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ!)
પ્રવચન નં. ૨૮૫ શ્લોક-૧૪૨, ૧૪૩ ગાથા–૨૦૫, બુધવાર, શ્રાવણ વદ ૮, તા. ૧૫-૦૮-૧૯૭૯
૨૦૪ ગાથા પૂરી થઈ, ભાવાર્થ છે. “જ્ઞાન છે તે સાક્ષાતુ મોક્ષ છે;” જ્ઞાનસ્વરૂપ એ સાક્ષાત્ મોક્ષ છે. તે જ્ઞાનથી જ મળે છે....... આહા.! પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય, એ મોક્ષ જ્ઞાન છે તો તેની ક્રિયા, ઉપાય જે જ્ઞાનસ્વરૂપ ભગવાન, તેમાં એકાગ્ર થવું તે જ્ઞાનથી પ્રાપ્ત થાય છે. આહાહા...! “અન્ય કોઈ ક્રિયાકાંડથી તેની પ્રાપ્તિ થતી નથી. એ વિશેષ કહેશે.