________________
શ્લોક-૧૪૨
૨૦૩ આહાહા! કોઈ પણ રીતે...” જ્ઞાનને જ્ઞાનગુણ વિના, આવી ક્રિયાકાંડથી કોઈ પણ રીતે પ્રાપ્ત નથી કરી શકતા. આહાહા.! શુભભાવની અથાગ ક્રિયા કરો. ઓહો...! ભગવાનની પૂજામાં આખો દિ બેસે અને રાડેરાડ પોકારે, સ્તુતિ કર્યા કરે. (એ) કરો તો કરો, કહે છે બધું ક્લેશ છે. શું ત્યારે કરે આ બધું? આ પંદર લાખના મંદિર કરો છો ને? અહીં તો કહે છે, એ તો શુભભાવ છે. એ શુભભાવમાં રહો કહે છે, પણ ક્લેશ છે. આહાહા...!
આત્માના અનુભવની દૃષ્ટિપૂર્વક જે શુભરાગ આવે છે એ પણ જ્ઞાનીને તો બંધનું કારણ છે. આવે તો છે. સમજાણું? જ્ઞાની ધર્મીને પોતાના દ્રવ્યના અવલંબનથી આનંદની શુદ્ધ ધારા તો વહે છે, નિરંતર આનંદની ધારા એ તો મોક્ષનું કારણ છે પણ તેની સાથે નબળાઈથી શુભભાવ આવે છે એ બંધનું કારણ છે. સમજાણું? એક બાજુ એમ કહે કે, જ્ઞાનીનો ભોગ નિર્જરાનો હેતુ છે. એક બાજુ એમ કહે કે, જ્ઞાનીને જે શુભભાવ આવે છે એ બંધનું કારણ છે. કઈ અપેક્ષા છે? જ્ઞાનીનો ભોગ નિર્જરાનો હેતુ હોય તો (એ) છોડીને ચારિત્ર લેવાની જરૂર નથી. શાસ્ત્રમાં તો આવ્યું છે કે, જ્ઞાનીનો ભોગ નિર્જરાનો હેતુ છે. એ તો કઈ અપેક્ષાએ? દૃષ્ટિનું જોર દ્રવ્ય ઉપર લાગ્યું છે, એ દૃષ્ટિના વિષયમાં બંધનું કારણ છે નહિ તો જે રાગ આવે છે એ પણ છૂટી જાય છે. એવી કથન શૈલી દૃષ્ટિની પ્રધાનતાથી છે. એ દૃષ્ટિની નિર્મળતાનું જોર કેટલું છે તે બતાવવું છે પણ ભોગ છે એ નિર્જરાનું કારણ હોય તો ભોગ તો રાગ છે, અશુભરાગ છે.
અહીં તો જ્ઞાનીને પોતાના જ્ઞાનના અવલંબને પવિત્રતા પ્રગટ થઈ એ ધારામાં પવિત્રતા અલ્પ છે તો સાથે ભક્તિ આદિનો રાગ આવે છે પણ એ રાગ હેયબુદ્ધિએ આવે છે. આહાહા...! હેયબુદ્ધિએ શેય (છે). અને આ ત્રિકાળી સ્વભાવ ઉપાદેયબુદ્ધિએ શેય (છે). અરે...! આવી વાતું. આવે છે. એકાવતારી ઈન્દ્ર. આઠમા નંદિશ્વર દ્વિપમાં બાવન જિનાલય છે ત્યાં આઠ દિવસ જાય. અષાઢ સુદ આઠમથી પૂનમ, ફાગણ સુદ આઠમથી પૂનમ અને કારતક સુદ આઠમથી પૂનમ. નંદિશ્વર દ્વિપમાં) માણસ ન જઈ શકે, અઢી દ્વિપ બહાર માણસ ન જઈ શકે. દેવ જાય. હજારો, લાખો દેવ ત્યાં ઘૂઘરા બાંધીને નાચે, પણ જાણે કે એ ક્રિયા જડની છે. ઉલ્લાસનો ભાવ જરી શુભ છે, એ હેય છે પણ અત્યારે આવ્યા વિના રહેતો નથી. અશુભથી બચવા એ ભાવ આવ્યો, પણ એ ધર્મ નહિ. આહાહા...! અત્યારે આ વાંધા છે મોટા ઉઠ્યા છે ને? કે, આવી ક્રિયાઓ કરે, બિચારા પરિષહ સહન કરે. પણ પરિષહ સહન (કરે છે) એટલે શું? હજી સમ્યકુ ચૈતન્ય શું છે તેનું ભાન તો નથી. તેને પરિષહ કહેતા જ નથી. તેને પરિષહ કહેતા જ નથી. પરિષહ તો જેને આત્મજ્ઞાન થયું છે, રાગનો અભાવ થઈને થોડી સ્થિરતા થઈ તેમાં જે પ્રતિકૂળતા આવી તેને પરિષહ કહે છે. જ્ઞાનીને જ પરિષહ છે. અજ્ઞાનીને પરિષહ છે નહિ. અજ્ઞાનીને તો એકલું દુઃખનું કારણ છે, પરિષહ નહિ. આહાહા.! બહુ ફેર.
એવું આ જ્ઞાન તો જ્ઞાનગુણ વિના.... પોતાના સ્વભાવને સ્વભાવના આશ્રયની પરિણતિ