________________
૨૦૮
સમયસાર સિદ્ધિ ભાગ-૭ અતીન્દ્રિય આનંદમાં લીનતાથી પર્યાયમાં અતીન્દ્રિય આનંદની પ્રકાશ શક્તિ પ્રગટ થાય છે. પ્રકાશ શક્તિ કેમ કહ્યું? સંવેદન. બારમી શક્તિ છે ને? પ્રકાશ શક્તિ. એ સ્વસંવેદન – સ્વ (નામ) પોતાનું સં (નામ) પ્રત્યક્ષપણે આનંદનું વેદન, એ આત્માના આશ્રયે થાય છે, એ ક્રિયાકાંડના આશ્રયે થતું નથી. આહાહા.! ૪૭ શક્તિમાં એક પ્રકાશ શક્તિ છે. પ્રકાશ થાય છે નામ સ્વસંવેદન પ્રકાશ થાય છે. રાગનો પ્રકાશ થવો એ તો અધર્મનો પ્રકાશ છે. આહાહા...! લોકોને આકરું પડે. તેથી ઓલો “વિદ્યાનંદ' કહે છે ને? પુણ્યને અધર્મ કયાં કહ્યું છે? પ્રભુ! આત્માના સ્વભાવની શુદ્ધિની પરિણતિ જ્યારે ધર્મ (કહેવાય) ત્યારે એથી વિરુદ્ધ રાગ તે અધર્મ (કહેવાય). ભલે એને પુણ્ય તરીકે, વ્યવહાર તરીકે ધર્મ કહ્યો હોય પણ એ તો વ્યવહારનો આરોપ કરીને કહ્યું. જેને અંતરમાં આત્માના આશ્રયે શુદ્ધતા પ્રગટ થઈ એ નિશ્ચય ધર્મ અને તેને જે રાગ આવે છે તેને વ્યવહાર ધર્મનો આરોપ કરીને કહ્યું. વ્યવહારે કહ્યું તે નિશ્ચયથી તો અધર્મ છે. અર..! આવી વાતું. પ્રભુ... પ્રભુ આહાહા...!
આજે તો ભાઈ કો'ક કહેતું હતું, “મોરબી'નું, પચીસ-ત્રીસ હજાર માણસ મરી ગયા, એમ કોક કહેતું હતું. આહાહા...! આ દુનિયા નાશવાનમાં શું? આહા...! એક તો આપણા ઓલા ઘડિયાળી, એની ફઈ હતા એ પાણીમાં તણાઈ ગયા. બસ! મુમુક્ષુમાંથી એકને નુકસાન (થયું), બાકી કોઈને કંઈ નહિ. ઘડિયાળી હતા ને? પાણી દેતા, મોટો સંઘ ભેગો થયો હોય ત્યારે પાણી આપતા, ઘડિયાળી. “કાંતિભાઈ કે શું નામ? એના ફઈ કે કો’કે એમ કીધું, પાણીમાં ઈ એક તણાઈ ગઈ, બસ ! બાકી કોઈ નહિ. મુમુક્ષુમાંથી કોઈને નુકસાન થયું નથી, એમ કહે છે. બાકી કોક તો શું કહે છે, સરકાર તરફથી તો પચીસ-ત્રીસ હજાર મરી ગયા, એમ બહાર પડ્યું છે. આહા! આ સંસારમાં ક્યાં સુખબુદ્ધિમાં પડ્યો છે, એની આ દશા. દેહ છૂટી જાય. આહા.! અરે..રે...! પાછો ક્યાં જન્મ (થાય? એનો પાછો જન્મ પણ ક્યાં થાય? ત્યાં તો આર્તધ્યાન હોય, હાય. હાય.! જીવવાની આશામાં તરફડિયામાં (મરે). અરે! પ્રભુ! આવા અવસર ક્યારે મળે? ભાઈ! આહાહા.!
સિદ્ધાંત તો એમ કહે છે કે, કોઈ મુનિને દેવ સમુદ્રમાં ફેંકી દયે ત્યાં આગળ અંદર એકાગ્ર થઈ, કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષ જાય છે. આહાહા...! સમજાણું? કેમકે સમુદ્ર જે બે લાખ (જોજન) છે એમાં એક બિંદુ ખાલી નથી કે જ્યાં અનંતા (જીવો) મોક્ષે નથી ગયા. હવે ઈ શી રીતે સમુદ્રમાંથી ગયા હશે? સ્વર્ગના કોઈ વિરોધી દેવ હોય), સંત તો સાચા હોય પણ જ્યારે વિકલ્પમાં આવે છે ત્યારે તેમને ઉપાડીને લઈ જાય છે, સમુદ્રમાં નાખી ધે છે. વિરોધી (દેવ). એ સમુદ્રમાં ભાઈ ! અંદરમાં ધ્યાનમાં ઊતરી જાય. આહાહા...! અને ત્યાં ને ત્યાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરે). દેહ છૂટીને ત્યાંથી મુક્તિ થાય છે. એવા પાણીના એક એક બિંદુ ઉપરથી અનંતા મોક્ષે ગયા. બે લોખ જોજનનો સમુદ્ર (છે). આહાહા...! એ બધા અંતરમાં આત્મામાં ધ્યાનમાં ઊતરી (કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે). આહાહા..! જેને પરિષહ ને